મિત્રો ભારત દેશમાં વિવિધતામાં એકતા જોવા મળે છે. ભારત દેશમાં જુદા જુદા પ્રદેશમાં જુદી જુદી બોલીઓ બોલાય છે. તેથી તો કહેવત પડી છે કે, "બાર ગાઉએ બોલી બદલાય." ભારત દેશમાં પ્રદેશ પ્રમાણે રહેણીકરણી , ખોરાક, પહેરવેશ, રીત રિવાજ વગેરે બદલાય છે. ભારત દેશમાં અનેક ધર્મો પાળતા લોકો રહે છે. જેમ કે, હિન્દુ, મુસ્લિમ, જૈન, ખ્રિસ્તી, બૌદ્ધ વગેરે. ભારતમાં વિવિધતા હોવા છતાં એકતા જોવા મળે છે.
ભારત દેશ બિનસાંપ્રદાયિક દેશ છે. ભારત દેશમાં દરેક નાગરિકને પોતાની ઇચ્છા પ્રમાણે કોઈપણ ધર્મ પાળવાની ભારતીય બંધારણમાં છૂટ મળેલ છે. ભગવાનના દસ અવતારો પણ ભારતમાં થયા છે. ભારત એક સાંસ્કૃતિક પરંપરા ધરાવતો દેશ છે. આમ, ભારતમાં અનેક વિવિધતા હોવા છતાં એકતા જોવા મળે છે. ભારત દેશના જુદા જુદા પ્રદેશ પ્રમાણે લોકોની રહેણીકરણીમાં પણ વિશેષતા જોવા મળે છે.
પશ્ચિમ ભારતના લોકોનો મુખ્ય ખોરાક ઘઉંમાંથી બનાવેલી વાનગીઓ , લીલા શાકભાજી, દાળભાત વગેરે છે. ગુજરાતની 'ગુજરાતી થાળી',રાજસ્થાનની 'દાળબાટી' પ્રખ્યાત છે. 'જલેબી' ગુજરાતના લોકોની જાણીતી મીઠાઈ છે. પશ્ચિમ ભારતના દરિયા કિનારે રહેતા લોકોનો મુખ્ય ખોરાક ભાત અને માછલી છે.
પશ્ચિમ ભારતના લોકો ઈંટ-સિમેન્ટથી બનાવેલા પાકાં અને ધાબાવાળા મકાનોમાં રહે છે. જંગલ કે ડુંગરાળ પ્રદેશમાં વસતા લોકો વાંસ અને લાકડામાંથી બનાવેલા ઝૂપડાઓમાં રહે છે.
અહીંના પુરુષો ધોતી કે ચોયણો, ટૂંકું અંગરખું પહેરણ પહેરે છે. ગુજરાતમાં પુરુષો ધોતિયું, ઝભ્ભો પહેરે છે. સ્ત્રીઓ સાડી, ચણીયો, કબજો પહેરે છે.
ગુજરાતના રાસ-ગરબા, મહારાષ્ટ્રનું લાવણી નૃત્ય અને રાજસ્થાનનું ઘુમર , કચ્ચીઘોડી અને કાલબેલિયા નૃત્યો ખૂબ જ પ્રસિદ્ધ છે.
💥 ઉત્તર ભારત :-
ઉત્તર ભારતના લોકોનો મુખ્ય ખોરાક ઘઉંમાંથી બનતી વાનગીઓ છે. તેઓ દૂધ, કઠોળ, લીલા શાકભાજી, ફળ-ફૂલ અને છાશ લે છે. જમ્મુ કાશ્મીર ના લોકોનો મુખ્ય ખોરાક ભાત અને માંસ-મચ્છી છે. લસ્સી પંજાબનું જાણીતું પીણું છે.
ઉત્તર ભારતમાં મોટા ભાગના મકાનો ધાબાવાળા તેમજ ઈંટ સિમેન્ટથી બનેલા હોય છે. જમ્મુ કાશ્મીરમાં લાકડાના મકાનો જોવા મળે છે. કાશ્મીરના દાલ સરોવરમાં કેટલાક લોકો નૌકાઘરમાં રહે છે.
ઉત્તર ભારતના પુરુષો ધોતી અને પહેરણ પહેરે છે અને માથામાં ગમછો બાંધે છે. સ્ત્રીઓ સાડી, ચણીયો અને કબજો પહેરે છે. કાશ્મીરના પુરુષો લાંબી બાયનો ઝભ્ભો અને સ્ત્રીઓ સલવાર - કમીઝ પહેરે છે. માથે સ્કાર્ફ બાંધે છે. પંજાબીઓની પાઘડી વખણાય છે. પંજાબનું ભાગડા નૃત્ય ખૂબ જ જાણીતું છે.
💥 દક્ષિણ ભારત :-
દક્ષિણ ભારતના રાજ્યોને દરિયાકાંઠાનો લાભ મળ્યો છે. અહીંના લોકો કદમાં નીચા અને ખડતલ હોય છે.
દક્ષિણ ભારતના લોકોનો મુખ્ય ખોરાક ભાત, માછલી અને કઠોળ છે. દક્ષિણ ભારતના ઈડલી, ઢોસા ખૂબ જાણીતા છે.
અહીંના લોકોમાં કોઈપણ પ્રસંગોએ કેળના પાનમાં ખાવાનો રિવાજ છે.
દક્ષિણ ભારતના શહેરોના મકાનો ધાબાવાળા હોય છે. વધુ વરસાદવાળા પ્રદેશોમાં વધુ ઢાળવાળા છાપરાં જોવા મળે છે.
દક્ષિણ ભારતની આબોહવા એકંદરે ગરમ અને ભેજવાળી હોવાથી અહીંના લોકો ખુલ્લા સુતરાઉ કપડાં પહેરે છે. પુરુષો લૂંગી કે ટૂંકી ધોતી, પહેરણ પહેરે છે અને ખભે ખેસ નાખે છે. સ્ત્રીઓ દક્ષિણી સાડી, ચણીયો અને કબજો પહેરે છે.
💥 પૂર્વ ભારત :-
પૂર્વ ભારતના લોકોનો મુખ્ય ખોરાક ભાત, માછલી, કઠોળ, લીલા શાકભાજી વગેરે છે.
પૂર્વ ભારતના મેદાનોમાં ઈંટ સિમેન્ટના બનેલા પાકા મકાનો હોય છે. પહાડી વિસ્તારોમાં મકાનો લાકડા અને વાંસના બનેલા હોય છે. પશ્ચિમ બંગાળના લોકો ઘરના પાછલાં ભાગમાં પુકુર (નાનકડું તળાવ) બનાવી એમાં માછલાંનો ઉછેર કરે છે.
પૂર્વ ભારતમાં ગરમી અને વરસાદનું પ્રમાણ વધુ હોવાથી લોકો સુતરાઉ કપડાં વધુ પસંદ કરે છે. પુરુષો ધોતી, ઝભ્ભો પહેરે છે. સ્ત્રીઓ સાડી, ચણીયો, કબજો પહેરે છે. પશ્ચિમ બંગાળમાં સ્ત્રીઓ વિશિષ્ટ ઢબની બંગાળી સાડી પહેરે છે.
અહીંના લોકો મુખ્યત્વે પ્રાદેશિક ભાષા બોલે છે. અહીં અસમી ,ઉડીયા જેવી ભાષાઓ બોલાય છે.
આ પણ વાંચો :-
આમ , ભારત દેશમાં જુદા જુદા પ્રદેશ પ્રમાણે અનેક વિશેષતાઓ જોવા મળે છે.




3 Comments
Good work
ReplyDeleteGood post
ReplyDeletegood
ReplyDeleteआपको हमारी पोस्ट अच्छी लगी हो तो कॉमेंट जरूर करें।