Divyang Bas Pas Yojana online Apply 2023

મિત્રો આપણે આ લેખમાં ગુજરાત રાજ્ય માં રહેતા દિવ્યાંગ કે જેમને આંખે ઓછું દેખાય છે તેમને માટે ગુજરાત સરકારે બસમાં ફ્રી મુસાફરીની યોજના બહાર પાડવામાં આવી છે.



 
આ યોજનાનો લાભ લેવા માટે ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ જોઈશે, ફોર્મ ભરવા માટેની પાત્રતા શુ  છે વગેરે વિશે માહિતી મેળવીશું. 


દિવ્યાંગો માટે એસ ટી બસમાં ફ્રી માં મુસાફરી કરવા માટેની યોજના


ગુજરાત સરકાર દ્વારા નાગરિકોના હિતમાં અનેક યોજનાઓ બહાર પાડવામાં આવે છે. ગુજરાત સરકાર દ્વારા સામાજિક સુરક્ષા વર્ગ દ્વારા દિવ્યાંગ વ્યક્તિઓ માટે બસ પાસ યોજના શરૂ કરવામાં આવી છે. જે વ્યક્તિઓને આંખે ઓછું દેખાય છે અથવા તો આંખે દેખાતું નથી તેવી દિવ્યાંગ વ્યક્તિઓ માટે બસમાં ફ્રીમાં મુસાફરી કરવા માટે બસ પાસ મળવાપાત્ર રહેશે. 

ગુજરાત રાજ્યના દિવ્યાંગ લોકો આ યોજનાનો લાભ લઈને મુસાફરી કરવા માટે એસ ટી બસમાં કોઈપણ જાતની ટીકીટ લીધા વિના ફ્રીમાં મુસાફરી કરવા દેવામાં આવશે. 

દિવ્યાંગ બસ પાસ યોજનામાં દિવ્યાંગ લોકોને બસમાં મુસાફરી કરવા માટે એક પાસ આપવામાં આવે છે. આ બસ પાસ દ્વારા દિવ્યાંગ વ્યકિઓ બસમાં આ પાસ બતાવીને એકદમ ફ્રીમાં મુસાફરી કરી શકે છે. 

દિવ્યાંગ બસ પાસ યોજના એ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે. આ વિભાગ દ્વારા આવી અનેક યોજનાઓ ચલાવવામાં આવે છે. જેમ કે, દિવ્યાંગ સાધન સહાય યોજના, નિરાધાર વૃદ્ધ પેંશન યોજના, દિવ્યાંગ લગ્ન સહાય યોજના , કુંવરબાઈ નું મામેરું યોજના વગેરે જેવી અનેક યોજનાઓ આ વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે. 


Divyang Bas Pass Yojana 2023 Details 


યોજનાનું નામ :- Divyang Bas Pass Yojana (દિવ્યાંગ બસ પાસ યોજના)

લાભાર્થી ;- ગુજરાત રાજ્યના તમામ દિવ્યાંગ લોકો

લાભ :- ગુજરાત રાજયમાં એસ ટી બસમાં ફ્રીમાં મુસાફરી

ઓફિશિયલ વેબસાઈટ :- https://esamajkalyan.gujarat.gov.in


દિવ્યાંગ બસ પાસ યોજનાનો મુખ્ય ઉદ્દેશ 

આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ એ છે કે દિવ્યાંગ લોકોનો સર્વાંગી વિકાસ થાય અને તેમના ધંધા રોજગાર માં પ્રગતિ થાય અને સમાજમાં પુન:સ્થાપન થાય તે છે. 

દિવ્યાંગ બસ પાસ યોજના અંતર્ગત મળવાપાત્ર લાભ 

દિવ્યાંગ બસ પાસ યોજનામાં અરજી કરનાર વ્યક્તિને ગુજરાત માર્ગ પરિવહન અંતર્ગત મુસાફરી કરવા માટે બસ પાસ આપવામાં આવે છે. આ પાસ દ્વારા દિવ્યાંગ વ્યક્તિ ગુજરાત રાજ્યની એસ ટી બસમાં વિનામૂલ્યે મુસાફરી કરી શકે છે. 

દિવ્યાંગ બસ પાસ યોજના માટેની પાત્રતા 

આ યોજના ગુજરાત સમાજ કલ્યાણ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત દિવ્યાંગ વ્યક્તિઓને એક પાસ આપવામાં આવે છે આ બસ પાસ મેળવવા માટેની પાત્રતા નીચે પ્રમાણે આપેલ છે. આ પાત્રતા મુજબ યોગ્ય દિવ્યાંગ વ્યક્તિને દિવ્યાંગ બસ પાસ યોજના અંતર્ગત બસ પાસ મળવા પાત્ર રહેશે.

● આ યોજનાનો લાભ લેવા માટે દિવ્યાંગ વ્યક્તિ 40% કે તેથી વધુ દિવ્યાગતા ધરાવતો હોવો જોઈએ તેવી દિવ્યાંગ વ્યક્તિને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે. 

● આ યોજનાનો લાભ લેવા માંગતા દિવ્યાંગ વ્યક્તિ પાસે દિવ્યાંગ ઓળખકાર્ડ હોવું જોઈએ. 




દિવ્યાંગ બસ પાસ યોજનાનો લાભ લેવા માટેના જરૂરી ડોક્યુમેન્ટ 

જે વ્યક્તિ દિવ્યાંગ બસ પાસ યોજનાનો લાભ લેવા માંગતી હોય તે વ્યક્તિ પાસે નીચે આપેલ તમામ ડોક્યુમેન્ટ પોતાની પાસે હોવા જરૂરી છે. 

● અરજી કરનાર વ્યક્તિનો રહેઠાણ નો પુરાવો 
(નીચેના પૈકી કોઈપણ એક)
આધારકાર્ડ
રેશનકાર્ડ
ચૂંટણીકાર્ડ 
લાઈટબીલ 

● ઉંમરનો પુરાવો
(નીચેના પૈકી કોઈપણ એક)
લિવિંગ સર્ટિફિકેટ
જન્મ તારીખનો દાખલો

● અરજદારની સહી
● અરજદારના પાસપોર્ટ સાઈઝના ફોટા


દિવ્યાંગ બસ પાસ યોજના માટે રજીસ્ટ્રેશન (Registration) ઓનલાઈન : 2023 

Divyang Bas Pass Yojana  નો લાભ લેવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવા માટે નીચે આપેલ તમામ સ્ટેપ ફોલો કરીને ઘરે બેઠા online Registration કરીને આ યોજનાનો લાભ લઈ શકો છો. 
દિવ્યાંગ બસ પાસ યોજના E Samaj Kalyan Portal પરથી  ઓનલાઈન ઘરે બેઠા Registration કઈ શકે છે. રજીસ્ટ્રેશન કરવા માટેની સ્ટેપ by સ્ટેપ માહિતી નીચે પ્રમાણે આપેલ છે. 




● સૌપ્રથમ તો google પર જઈને www.esamajkalyan.gujarat.gov.in ટાઈપ કરીને સર્ચ કરવાનું અથવા તો નીચે આપેલ ઓફિશિયલ વેબસાઈટ પર જઈને રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. 

● જો તમે રજીસ્ટ્રેશન કરેલ ના હોય તો રજીસ્ટ્રેશન બટન પર ક્લિક કરવાનું રહેશે. 

● ત્યારબાદ તમારે મોબાઈલ નંબર અથવા તો Email Id દ્વારા જરૂરી વિગતો ભરીને રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. 

● તમે રજીસ્ટ્રેશન કરશો એટલે તમારા મોબાઈલ નંબર પર એક Text SMS આવશે. જે Text SMS માં તમને user id અને passward  આપવામાં આવશે. જેના દ્વારા તમે લોગીન કરી શકો છો. 

Registration  કરવા માટેની તમામ માહિતી નીચે આપેલ Video માં આપેલ છે. જે વિડિઓ જોઈને  તમે રજીસ્ટ્રેશન કરી શકો છો.


 

આ આર્ટિકલ વાંચવા બદલ તમારો આભાર




Technically navin Homepage અહીં ક્લિક કરો
Official website અહીં ક્લિક કરો

Post a Comment

0 Comments