Current Affairs Week 5 , 2023

શિક્ષણ સામગ્રી જાદુઈ પિટારા શરૂ કરવામાં આવી 


રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 માં રમત ગમત આધારિત શીખવવાની શિક્ષણ ની કલ્પના કરવામાં આવી છે. આ નીતિ મુજબ કેન્દ્રીય મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાને તાજેતરમાં જાદુઈ પિટારાનો શુભારંભ કરાવ્યો હતો.

Current Affairs Week - 5 , 2023 



જાદુઈ પિટારા  એ 3 થી 8 વર્ષના બાળકો માટે રમત ગમત આધારિત શીખવાની સામગ્રી છે. 
આ સામગ્રી 13 જુદી જુદી ભારતીય ભાષાઓમાં ઉપલબ્ધ છે. જેને રાષ્ટ્રીય અભ્યાસક્રમ ના માળખા હેઠળ વિકસિત કરવામાં આવી હતી. આ સામગ્રી નો ઉપયોગ કરવો ખૂબ જ સરળ છે અને તેને કાગળ પર પ્રિન્ટ પણ કરી શકાય છે. 


જાદુઈ પિટારા વિગતવાર માહિતી 


આ સામગ્રી પ્લેયબુક, કોયડાઓ, પોસ્ટર્સ, ફ્લેશકાડ્સ, વર્કશીટ્સ અને સ્ટોરી બુક્સનો સેટ પણ છે. 
આ સામગ્રી દ્વારા બાળકોની જિજ્ઞાસા પણ વધે છે. આ વિષયવસ્તુ પાંચ મુખ્ય વિકાસલક્ષી પ્રવૃત્તિ ઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. જેમાં સાક્ષરતા વિકાસ, હકારાત્મક શીખવાની ટેવો, જ્ઞાનાત્મક વિકાસ, સાંસ્કૃતિક વિકાસ, સામાજિક - ભાવાત્મક વિકાસ અને નૈતિક વિકાસનો સમાવેશ થાય છે. 

અજંતા ઈલોરા ઇન્ટરનેશનલ ફેસ્ટિવલ - 2023

● અજંતા ઈલોરા ઇન્ટરનેશનલ ફેસ્ટિવલ  2023 , 25 ફેબ્રુઆરી થી 27 ફેબ્રુઆરી દરમિયાન મહારાષ્ટ્રના ઔરંગાબાદ માં યોજાયો હતો. 

● આ ફેસ્ટિવલ માં ઈલોરા અને અજંતા ગુફાઓની આર્ટવર્ક અને આર્કિટેક્ચર તેમજ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય કલાકારો દ્વારા પ્રદર્શન પ્રદર્શિત થાય છે. 

● અજંતા ઈલોરા ઇન્ટરનેશનલ ફેસ્ટિવલ 2023 માં લાઈવ મ્યુઝિક પરફોર્મન્સ , ડાન્સ શો, આર્ટ એક્ઝિબિશન અને ફૂડ ફેસ્ટિવલ સહિતની વિવિધ પ્રકારની ઈવેન્ટ્સ દર્શાવવામાં આવી હતી. 

● અજંતા ઈલોરા ઈન્ટરનેશનલ ફેસ્ટિવલ સૌપ્રથમ 1985 માં શરૂ કરવામાં આવ્યો હતો. 


ઈલોરા ગુફાઓ 

● ઈલોરા (મૂળ નામ વેરુળ) એક પુરાતત્વીક સ્થળ છે. 

● જે ભારતમાં ઔરંગાબાદ મહારાષ્ટ્ર થી 30 કિમિ જેટલા અંતરે આવેલું છે. 

● ઈલોરની ગુફાઓની રાષ્ટ્રકૂટ વંશે બનાવડાવી હતી. 

● પોતાની સ્મારક ગુફાઓ માટે પ્રસિદ્ધ ઈલોરા યુનેસ્કો દ્વારા વર્ષ 1983 માં વિશ્વ ધરોહર સ્થળ તરીકે ઘોષિત કરવામાં આવેલું છે. 

● ઈલોરા ભારતીય પાષાણ શિલ્પ સ્થાપત્ય કલાનો સાર છે. 

● આમાં હિન્દૂ, બૌદ્ધ અને જૈન ધર્મના ગુફા મંદિર બનેલ છે. 

● આ ગુફાઓ પાંચમી અને દસમી શતાબ્દી માં બનેલ હતી. 

● અહીં 12 બૌદ્ધ ગુફાઓ (1 - 12) , 17 હિન્દૂ ગુફાઓ (13 - 29), અને 5 જૈન ગુફાઓ (30 - 34) સહિત કુલ 34 ગુફાઓ આવેલી છે. 


અજંતા ગુફાઓ :- 




● અજંતા ગુફાઓ મહારાષ્ટ્ર સ્થિત મોટા પથ્થરો વડે બનેલા ડુંગરોમાં કોતરકામ કરીને બનાવવામાં આવેલી સ્થાપત્ય ગુફાઓ છે. 

● આ સ્થળ દ્વિતીય શતાબ્દી ઈ. સ. પૂર્વેના સમયમાં બની હોવાનું મનાય છે. 

● અહીં બૌદ્ધ ધર્મથી સબંધિત ચિત્રકામ તેમજ શિલ્પકારીના ઉત્કૃષ્ટ નમૂના જોવા મળે છે. 

● આની સાથે  સજીવ ચિત્રણ પણ જોવા મળે છે. 

● આ ગુફાઓ અજંતા નામક ગામની નજીક જ સ્થિત છે જે મહારાષ્ટ્ર રાજ્યના ઔરંગાબાદ જિલ્લામાં આવેલી છે. 


આ પણ વાંચો :- 












● અજંતાની ગુફાઓને 1983 ના વર્ષમાં યુનેસ્કો દ્વારા વિશ્વ ધરોહર સ્થળ તરીકે ઘોષિત કરવામાં આવી હતી. 


યમનોત્રી ધામ ખાતે રોપ વે 

● ઉત્તરાખંડ સરકારે ખરસાલીમાં જાનકી ચટ્ટીથી યમનોત્રી ધામ સુધી 3.8 કિમીનો રોપ વે બનાવવા માટે કરાર પર હસ્તાક્ષર કર્યા છે. 




● 166.82 કરોડના ખર્ચે બનાવવામાં આવનાર આ રોપ વે મુસાફરી નો સમય 2 થી 3 કલાક ઘટાડીને માત્ર 20 મિનિટ કરશે. 

● હાલમાં તીર્થયાત્રીઓને ખરસાલીથી  યમનોત્રી ધામ પહોંચવા માટે 5.5 કિમીની મુસાફરી કરવી પડે છે. 




● પુષ્કર સિંહ ધામીની હાજરીમાં ઉત્તરાખંડ ટુરિઝમ ડેવલપમેન્ટ બોર્ડ દ્વારા SRM એન્જિનિયરિંગ સોલ્યુશન પ્રા. લિ. નામની બે ખાનગી બાંધકામ કંપની સાથે આ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. 

● યમનોત્રી એ હિમાલયના ચાર સૌથી આદરણીય હિન્દૂ યાત્રા ધામોમાંનું એક ધામ છે. (ગંગોત્રી, યમનોત્રી,  કેદારનાથ અને બદ્રીનાથ)

● યમુનાના સ્ત્રોતની નજીક એક સાંકડી કોતરમાં આવેલું યમનોત્રી મંદિર ગંગા પછીની બીજી સૌથી પવિત્ર નદી યમુનાને સમર્પિત છે. 

Important link 




28 seconds to Wait.

Post a Comment

0 Comments