આધારકાર્ડમાં તમારું નામ, ફોટો, મોબાઈલ નંબર અને સરનામું સેવ કરેલું હોય છે. આજે આપણે ઘરે બેઠા આધારકાર્ડમાં સરનામું કઈ રીતે બદલી શકીશું તેના વિશે આ પોસ્ટમાં ચર્ચા કરીશું.
તમારા આધારકાર્ડમાં જો કોઈ વ્યક્તિના નામમાં , સરનામું, મોબાઈલ નંબર અથવા સ્પેલિંગમાં ભૂલ હોય તો ઘરે બેઠા ભૂલને ઓનલાઈન અપડેટ કરી શકો છો.
તમે ઘરે બેઠા તમારા આધારકાર્ડમાં તમારું નામ , જન્મ તારીખ અને સરનામું બદલી શકો છો.
આધારકાર્ડ માં સરનામું બદલવા માટેના જરૂરી ડૉક્યુમેન્ટ :-
તમે આધારકાર્ડમાં સરનામું બદલવા માંગતા હોય તો નીચે આપેલ ડૉક્યુમેન્ટ ની જરૂર પડે છે. :-
👉 પાસપોર્ટ ફોટો
👉 સરનામાનો પુરાવો
👉 બેન્ક પાસબૂક
👉 રેશનકાર્ડ
👉 ચુટણીકાર્ડ
👉 લાઇટબિલ
જન્મ તારીખ :-
👉 જન્મ પ્રમાણપત્ર
👉 પાનકાર્ડ
👉 શાળા છોડવાનું પ્રમાણપત્ર
આધારકાર્ડમાં સરનામું બદલવા માટેની ફી :-
આધારકાર્ડમાં સરનામું બદલવા માટે તમારે ઓનલાઈન Rs. 50/- રૂપિયાની ફી ભરવી પડે છે. તમારે આ ફી ડેબિટ કાર્ડ અથવા ક્રેડિટ કાર્ડ થી આ ફી ભરવાની રહેશે.
આધારકાર્ડમાં સરનામું બદલવાની Step By Step માહિતી :-
👉 સૌપ્રથમ તમારે આધારકાર્ડની ઓફિસિયલ વેબસાઇટ પર જવાનું રહેશે.
👉 ત્યારબાદ તમારે આધારકાર્ડ નંબરથી લૉગિન કરવાનું રહેશે.
👉 લોગીન પર ક્લિક કરશો એટલે તમારે તમારો આધાર કાર્ડ નંબર નાખીને કેપ્ચા કોડ દાખલ કરવાનો રહેશે.
👉 ત્યારબાદ લોગીન પર ક્લિક કરવાનું રહેશે.
👉 લોગિન કર્યા બાદ Update Address in your Adhar વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.
👉 ત્યારબાદ તમારે Address પસંદ કરવાનું રહેશે.
👉 પછી તમારે નીચે આપેલ Proceed to Update Aadhaar બટન પર ક્લિક કરવાનું રહેશે.
👉 ત્યારબાદ તમારા નવા સરનામાની માહિતી English ભાષામાં એડ કરવાની રહેશે., અને તમે તમારી સ્થાનિક ભાષાના પણ એડ કરવાની રહેશે.
👉 ત્યારબાદ ઘરના સરનામાનો દસ્તાવેજનો ફોટો અપલોડ કરવાનો રહેશે અને માગેલ માહિતી ભરવાની રહેશે.
👉 તમે સફળતાપૂર્ણ ફોર્મ ભર્યા પછી તમે કરેલ અરજીની ચકાસણી કરવામાં આવશે.
👉 વેરિફિકેશન પછી આધારકાર્ડ પર તમારું સરનામું બદલવામાં આવશે. અને પોસ્ટ દ્વારા તમે નવા અપડેટ કરેલ સરનામા પર તમારું આધારકાર્ડ તમને ઘરે મોકલવામાં આવશે.
આ પણ વાંચો :-
અમારો આ આર્ટિકલ વાંચવા બદલ ખુબ ખુબ આભાર.
તમારો મોબાઈલ નંબર આધારકાર્ડ સાથે લિન્ક છેકે નહીંતે ચેક કરવા માટે અહિ ક્લિક કરો
સુરેન્દ્રનગર જિલ્લાના જોવાલાયક સ્થળો
અમદાવાદ જિલ્લાના જોવાલાયક સ્થળો
Technical Navin | HomePage |
---|---|
ભરુચ જિલ્લાના જોવાલાયક સ્થળો | Click Hare |
પંચમહાલ જિલ્લાના જોવાલાયક સ્થળો | Click Hare |
0 Comments
आपको हमारी पोस्ट अच्छी लगी हो तो कॉमेंट जरूर करें।