ભારત દેશમાં મોટાભાગે લગભગ મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના લોકો વસે છે. જેમનો પરિવાર વીજળીની સમસ્યા થી પરેશાન છે. અત્યારે વિદ્યુત બોર્ડે યુનિટના ભાવમાં વધારો કર્યો છે. આ તમામ સમસ્યાથી છુટકારો મેળવવા માટે પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના અમલમાં મૂકવામાં આવી છે.
જેમાં કેન્દ્ર સરકાર દ્વારા એક કરોડ ગરીબ પરિવારોના ઘરોની છત પર સોલાર પેનલ લગાવવામાં આવશે. પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના શુ છે , તેના લાભો શુ છે, તેના માટે ઓનલાઈન અરજી કઈ રીતે કરવી તેની તમામ માહિતી નીચે પ્રમાણે આપવામાં આવી છે.
Pradhan Mantri Suryoday Yojana 2024 : પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના 2024 :-
યોજનાનું નામ | પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના |
---|---|
કોના દ્વારા શરૂ કરવામાં આવી | કેન્દ્ર સરકાર દ્વારા |
યોજનાના લાભાર્થી | ગરીબ અને આર્થિક રીતે નબળા પરિવારો |
યોજના ક્યારે શરૂ કરવામાં આવી | 22 જાન્યુઆરી, 2024 |
મળવાપાત્ર સહાય | ઘરની છત પર સોલાર પેનલ |
અરજીની પ્રક્રિયા | ઓનલાઈન |
પ્રધાનમંત્રી સૂર્યોદય યોજનાનો હેતુ :-
આ યોજનાનો મુખ્ય હેતુ ઉર્જા ક્ષેત્રે ભારતને આત્મનિર્ભર બનાવવાનો અને વીજ બિલમાં ઘટાડો કરવાનો છે.
આ યોજના માટે કોણ કોણ લાભ લઈ શકે છે :-
આ યોજના માટે અરજી કરવા માટે નીચે મુજબની જરૂરી લાયકાત ની જરૂર પડે છે -
આ યોજના માટે અરજી કરનાર ભારતનો નાગરિક હોવો જોઈએ.
અરજદારના પરિવારની વાર્ષિક આવક રૂ. 1,50,000 /- થી વધુ ના હોવી જોઈએ.
પરિવારનો કોઈપણ સભ્ય સરકારી નોકરી કરતો ના હોવો જોઈએ.
ઉપર જણાવેલ તમામ યોગ્યતાઓ ધરાવતો ઉમેદવાર આ યોજનાનો લાભ લઈ શકે છે.
પ્રધાનમંત્રી સૂર્યોદય યોજનાના ફાયદા :-
PM સૂર્યોદય યોજનાના ફાયદા /લાભ નીચે આપેલ છે.-
વીજળીના બિલમાં બચત થશે.
સરકાર દ્વારા 60 % સબસિડી પણ મળવાપાત્ર રહેશે.
24 કલાક વીજળીનો પુરવઠો પણ મળી રહેશે.
પર્યાવરણ ને સ્વસ્છ રાખવામાં પણ મદદરૂપ થશે.
યોજના માટેના જરૂરી ડોક્યુમેન્ટ :-
PM સૂર્યોદય યોજના માટે નીચે મુજબ ના ડોક્યુમેન્ટ ની જરૂર પડશે.
આધારકાર્ડ
આવકનો દાખલો
લાઈટ બિલ
બેંકની પાસબુક
ચાલુ મોબાઈલ નંબર
રેશનકાર્ડ
પાસપોર્ટ સાઈઝનો ફોટો
પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના માટે ઓનલાઈન અરજી કઈ રીતે કરવી તેની માહિતી :-
● પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના માટે ઓનલાઈન અરજી કરવા માટે સૌપ્રથમ તમારે ઓફિશિયલ વેબસાઈટ પર જવાનું રહેશે. જે ઓફિશિયલ વેબસાઈટ નીચે આપેલ છે.
● ત્યારબાદ તમારે Apply for Solar Rooftop ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે.
● પછી તમારે અરજી કરવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનુ રહેશે. જેમાં રાજ્ય અને જિલ્લો પસંદ કરીને વીજળીનો બિલ નંબર નાખવાનો રહેશે.
● ત્યારબાદ તમારે વીજળીના બિલ અને માગેલ તમામ માહિતી ભર્યા પછી સોલાર પેનલની માહિતી ભરવાની રહેશે.
● ત્યારબાદ તમે તમારા ઘરની છત પર કેટલા ભાગમાં સોલાર લગાવવા માંગો છો તે માહિતી ભરવાની રહેશે.
● માગેલ તમામ માહિતી ભર્યા પછી તમારે અરજી સબમિટ કરવાની રહેશે.
● પછી તમે અરજી કર્યા બાદ કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના અંતર્ગત સોલાર પેનલ ઈન્સ્ટોલ કરવા માટે 30 દિવસની અંદર સબસિડીની રકમ સીધી તમારા બેંક ખાતામાં જમા કરવામાં આવશે.
Yojana Important Link
Homepage | Click Hare |
---|---|
Suryoday Official Website | Click Hare |
0 Comments
आपको हमारी पोस्ट अच्छी लगी हो तो कॉमेंट जरूर करें।