આયુષ્યમાન ભારત યોજના એટલે કે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાની શરૂઆત 04 એપ્રિલ 2018 આંબેડકર જયંતી ના રોજ છત્તીસગઢથી કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવી હતી.
આ યોજના MOHFW મિશન હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત રાજ્યના તમામ ગરીબ નાગરિકોને રૂપિયા 500000/- સુધીની આરોગ્ય સારવાર મફત આપવામાં આવે છે. આ યોજનાનો લાભ તમને મળવા લાયક છે કે નહીં અને લિસ્ટમાં તમારું નામ છે કે નહીં તે ચેક કરવાની પ્રોસેસ આ આર્ટિકલ માં આપેલી છે. તમારા ગામનું આયુષ્યમાન ભારત યોજનાનું લિસ્ટ તમે PDF Download કરી શકો છો.
આયુષ્યમાન ભારત યોજનામાં તમારૂ નામ છે કે નહી તે ચેક કરો.
● સૌપ્રથમ તમારે www.pmjay.gov.in ની ઓફિશિયલ વેબસાઈટ પર જવાનું રહેશે. ઓફિશિયલ વેબસાઇટ નીચે આપેલ છે.
● ત્યારબાદ તમારે Am I Eligible પર ક્લિક કરવાનું રહેશે.
● ત્યારબાદ તમારે તમારા મોબાઈલ નંબર દ્વારા રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. મોબાઈલ નંબર અને Captcha code નાખીને Generate OTP બટન પર ક્લિક કરવાનું રહેશે.
● ત્યારબાદ તમારે માગેલ ઓપ્શન સિલેક્ટ કરવાના રહેશે.
● તમે નામ દ્વારા, રેશનકાર્ડ નંબર દ્વારા, મોબાઈલ નંબર દ્વારા તમે તમારું નામ ચેક કરી શકો છો.
● ત્યારબાદ search બટન પર ક્લિક કરવાનું રહેશે.
● જો આ યોજનામાં તમારું નામ હશે તો નીચે તમારું નામ બતાવશે.
આ પણ વાંચો :-
આયુષ્યમાન કાર્ડના ફાયદા
● આયુષ્યમાન કાર્ડના ઘણા ફાયદા છે જેમાંથી થોડાં ફાયદા આપણે જોઈશું.
● તમે ભારતના નાગરિક હોય અને આર્થિક સ્થિતિ સારી ના હોય તો તમારે આયુષ્યમાન કાર્ડ કઢાવી લેવું જોઈએ.
આ કાર્ડ તમને નીચે પ્રમાણેના લાભો આપે છે.
● માનસિક બીમારીની સારવાર થઈ શકે છે.
● ડિલિવરી દરમિયાન મહિલાઓને તમામ સારવાર મળી શકે છે.
● ડિલિવરી દરમિયાન મહિલાઓ ને રૂપિયા 9000 /- ની છૂટ આપવામાં આવે છે.
● આયુષ્યમાન કાર્ડ અંતર્ગત દર વર્ષે દરેક પરિવાર ને સ્વાસ્થ્ય વીમા ના રૂપમાં 500000/- રૂપિયા હોસ્પિટલ ખર્ચ આપવામાં આવે છે.
● જો તમારી પાસે આયુષ્યમાન કાર્ડ હોય તો તમે દેશના કોઈપણ રાજ્યની ખાનગી હોસ્પિટલમાં કે સરકારી હોસ્પિટલમાં સારવાર કરાવી શકે છે.
● આ યોજના દેશના ઓછી આવક ધરાવતા ગરીબ લોકો માટે તૈયાર કરવામાં આવી છે.
આયુષ્યમાન કાર્ડ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવા માટેની પ્રોસેસ
● સૌપ્રથમ તમારે નીચે આપેલ લિંક પર જવાનું રહેશે.
● ત્યારબાદ તમારે Registration બટન પર ક્લિક કરવાનું રહેશે.
● ત્યારબાદ તમારે તમારો Bio Data ભરવાનો રહેશે.
● પછી તમારે Submit બટન પર ક્લિક કરવાનું રહેશે.
● Submit બટન પર ક્લિક કરશો એટલે Submit બટનની નીચે Successfully નો મેસેજ આવશે.
હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થતાં પહેલાં જરૂરી ડોક્યુમેન્ટ
આ યોજનાનો લાભ લેવા માટે ઉમેદવાર ને નીચે મુજબ ના ડોક્યુમેન્ટ ની જરૂર પડે છે.
● આધારકાર્ડ
● આવકનું પ્રમાણપત્ર
● આયુષ્યમાન કાર્ડ
● જાતિનું પ્રમાણપત્ર
● રેશનકાર્ડ
આયુષ્યમાન ભારત યોજનામાં દાખલ થવા માટેની પ્રક્રિયા જાણો
● સૌપ્રથમ દર્દીએ હોસ્પિટલમાં જઈને આયુષ્યમાન કાર્ડનું કામકાજ કરતા કર્મચારીને મળવાનું રહેશે.
● તમારે ઓળખ કાર્ડ બતાવવાનું રહેશે. જેથી તેઓ ખાતરી કરીને તમારો ફોટો લેશે.
● ત્યારબાદ તમારો રેકોર્ડ સાચવવામાં આવશે.અને કર્મચારી દ્વારા તમને ઈ - કાર્ડ આપવામાં આવશે. પછી તમે સારવાર કરાવી શકશો.
***મહત્વપૂર્ણ પ્રશ્નો ***
આયુષ્યમાન ભારત યોજનાની ઓફિશિયલ વેબસાઈટ કઈ છે ?
આયુષ્યમાન ભારત યોજનાની ઓફિશિયલ વેબસાઈટ www.pmjay.gov.in છે. જેની લિંક આ લેખમાં આપવામાં આવેલ છે.
આયુષ્યમાન ભારત યોજના નો હેલ્પલાઇન નંબર કયો છે ?
આયુષ્યમાન ભારત યોજનાનો હેલ્પલાઈન નંબર 1800111565 છે. જો તમારે આ યોજના ની કોઈપણ માહિતી મેળવવા માટે આ ટોલ ફ્રી નંબર પર કોલ કરીને માહિતી મેળવી શકો છો.
આયુષ્યમાન કાર્ડ બનાવવા માટે કેટલા રૂપિયાની જરૂર પડે છે?
ભારત સરકાર દ્વારા આયુષ્યમાન કાર્ડ મફત બનાવવામાં આવે છે. આ કાર્ડની ફક્ત 30/- રૂપિયા ફી ભરવાની હોય છે.
આયુષ્યમાન ભારત યોજના તમારા ગામનું લિસ્ટ જોવા માટેની માહિતી
● સૌપ્રથમ તમારે ઓફિશિયલ વેબસાઈટ પર જવાનું રહેશે. જે નીચે પ્રમાણે આપેલ છે.
● ત્યારબાદ તમારે તમારો મોબાઈલ નંબર નાખીને Get Otp પર ક્લિક કરવાનું રહેશે.
● Get Otp પર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલ નંબર પર એક otp આવશે.
● ત્યારબાદ તમારા મોબાઈલ પર આવેલ otp અને captcha code નાખીને Log In બટન પર ક્લિક કરવાનું રહેશે.
● પછી એક પેજ ખુલશે જેમાં તમારે માગેલ માહિતી ભરવાની રહેશે. માગેલ માહિતી ભરીને search બટન પર ક્લિક કરવાનું રહેશે.
● Search બટન પર ક્લિક કરશો એટલે નીચે pdf ફોર્મેટમાં ફાઈલ દેખાશે. તે pdf image પર ક્લિક કરશો એટલે તમારા ગામનું લિસ્ટ ખુલશે.
● આવી રીતે પ્રોસેસ કરવાથી આયુષ્યમાન કાર્ડનું ગામ વાઈઝ લિસ્ટ જોઈ શકો છો.
નોંધ :- આ લેખ તમને ફક્ત માહિતી મળી રહે તેના માટે લખવામાં આવેલ છે.
આ લેખ વાંચવાં બદલ તમારો ખૂબ ખૂબ આભાર !
Ayushyaman Card Official website | Click Hare |
---|---|
Ayushyaman Card Village wise Beneficiary List | Click Hare |
Ayushyaman Card List Check | Click Hare |
0 Comments
आपको हमारी पोस्ट अच्छी लगी हो तो कॉमेंट जरूर करें।