● બાંગ્લાદેશ માર્ચ મહિનાના બીજા અઠવાડિયાથી ઝારખંડ ના ગોડ્ડા પાવર પ્લાન્ટ થી વીજળી સપ્લાય કરવાનું ચાલું કરશે. આ અંગેની માહિતી બાંગ્લાદેશ ના ઉર્જામંત્રી નસરૂલ હમીદે આપી હતી.
● માર્ચ મહિનાથી ગોડ્ડા ખાતેના અદાણી પાવર પ્લાન્ટ ના પ્રથમ યુનિટમાંથી 750 મેગાવોટ વીજળી પુરી પાડવામાં આવશે.
● એપ્રિલ મહિનાથી પ્લાન્ટના બીજા યુનિટમાંથી 750 મેગાવોટ વીજળી પુરી પાડવામાં આવશે.
● રામપાલ ખાતેના સુપર થર્મલ પાવર પ્લાન્ટના પ્રથમ યુનિટમાં કામ શરૂ થઈ ગયું છે. અને એસ એસ ઉર્જા અને બેરીસલ પાવર પ્લાન્ટ ખૂબ જ ટુક સમયમાં વીજળી ઉત્પન્ન કરવાનું શરૂ કરશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જયપુર મહાખેલના સહભાગીઓનું સંબોધન કર્યું.
● વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જયપુર મહાખેલની ઉજવણી ના સમાપન સમારંભનું સંબોધન કર્યું હતું.
● વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે અમૃત કાળના આ યુગમાં દેશ એક નવી પરિભાષા અને નવી વ્યવસ્થા બનાવી રહ્યો છે.
● નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે વર્ષ 2014 થી અત્યાર સુધીમાં દેશના સ્પોર્ટ્સ બજેટમાં ત્રણ ગણો વધારો કરવામાં આવ્યો છે.
● તેમણે કહ્યું હતું કે સ્વાસ્થ્ય માત્ર રમત ગમત માટે નહીં પણ સામાન્ય જીવન માટે અતિ મહત્વપૂર્ણ છે.
● આ રમતોની શરૂઆત 2017 માં જયપુર ગ્રામીણ ના સાંસદ કર્નલ રાજ્યવર્ધનસિંહ રાઠોડે કરી હતી.
● 12 જાન્યુઆરી થી શરૂ થયેલા જયપુર મહાખેલ ઉત્સવમાં જયપુરના ગ્રામીણ વિસ્તારોના 6 હજારથી વધુ ખેલાડીઓએ આ મહાખેલમાં ભાગ લીધો હતો.
ભારતે શ્રીલંકા ને 50 બસો સપ્લાય કરી
● ભારતે આર્થિક સહાય યોજના હેઠળ શ્રીલંકા ને વધુ 50 બસો સપ્લાય કરી છે.
● શ્રીલંકા ખાતેના ભારતના હાઈ કમિશનર ગોપાલ બાગલેએ શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનીલ વિક્રમસિંઘને બસો સોંપી હતી.
● શ્રીલંકાએ તેની સ્વતંત્રતા ની પ્લેટિનમ જ્યુબિલી ઉજવી હતી.
વાણિજ્યિક વાહન ઉત્પાદક અશોક લેલેન્ડને શ્રીલંકા ટ્રાન્સપોર્ટ બોર્ડ તરફથી 500 બસો સપ્લાય કરવાનો કરાર મળ્યો છે.
ડિજિટલ ઈન્ડિયા મોબાઈલ વાન લોન્ચ કરવામાં આવી.
● ડિજિટલ ઈન્ડિયા મોબાઈલ વાનની શરૂઆત ઇલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય દ્વારા કરવામાં આવી હતી.
● આ મોબાઈલ વાનનો મુખ્ય હેતુ ડિજિટલ ઈન્ડિયા ની પહેલ વિશે જાગૃતિ ફેલાવવાનો અને G 20 ડિજિટલ ઇકોનોમિ વર્કિંગ ગ્રુપ વિશે માહિતી ફેલાવવાનો છે.
● લખનૌ એ મોબાઈલ વાનનો સૌપ્રથમ સ્ટોપ હતો. જ્યાં G 20 ડિજિટલ ઈન્ડિયા મોબાઈલ વાનની સૌપ્રથમ બેઠક યોજાઈ હતી.
ડિજિટલ ઈન્ડિયા મોબાઈલ વાન
● ડિજિટલ ઈન્ડિયા મોબાઈલ વાન વન આરોગ્ય સેતુ, ઈન્ડિયા સ્ટેક ગ્લોબલ, ઇ -રૂપી, PMJDY, ડીજી લોકર, આધાર, ઈ-વે બિલ, ઈ-ઔષધિ, કો-વિન, ઉમંગ વગેરે જેવી ડિજિટલ ઈન્ડિયા પહેલ વિશે માહિતી પ્રદાન કરશે.
● તેમાં ભારત દ્વારા અત્યાર સુધી લાવવામાં આવેલા તમામ ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ડિજિટલ સામાનની સુવિધા આપવામાં આવશે.
● તેની યાત્રા દરમિયાન મોબાઈલ વાન પહેલ લોકોને ટેક્નોલોજી અને ડિજિટલ ઉત્પાદનોનો ઉપયોગ કરવા વિશે પણ શીખવવામાં આવશે.
● તેમજ દેશની ડિજિટલ સેવાઓ વિશે માહિતગાર કરવામાં આવશે.
● ભારત સરકાર નો ઉદ્દેશ દુરસ્થ અને ગ્રામીણ રહેવાસીઓને તેના તકનીકી વિકાસ પથમાં અને 2023 G - 20 બેઠકના તેના નેતૃત્વમાં સામેલ કરવાનો છે.
ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રી - અશ્વિન વૈષ્ણવ છે.
લેખ સંપાદન
👉 આ લેખ તમે Technicallynavin ના માધ્યમથી વાંચી રહ્યા છો.
આ લેખ વાંચવા બદલ તમારો આભાર.
👉 Current Affairs Week - 4 pdf ડાઉનલોડ નીચે આપેલ લિંક પરથી કરી શકો છો. જેના દ્વારા તમારા જ્ઞાનમાં વધારો થશે.
31 seconds to Wait.
0 Comments
आपको हमारी पोस्ट अच्छी लगी हो तो कॉमेंट जरूर करें।