● કુંવરબાઈ નું મામેરું યોજના સામાજિક અને આર્થિક રીતે નબળા વર્ગના પરિવારોની દીકરીઓના લગ્ન માટે 12,000 /- રૂપિયા ની સહાય આપવામાં આવે છે.
● કુંવરબાઈ નું મોમેરુ યોજનાનું લાભ લેવા માટે ઈ સમાજ કલ્યાણ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.
● કુંવરબાઈ નું મામેરું અંતર્ગત કન્યાને 12,000 /- રૂપિયા સીધા બેંક ખાતામાં જમા કરવામાં આવશે.
● ગુજરાતના મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે કુંવરબાઈ નું મોમેરુ યોજનાની શરૂઆત કરી છે.
આ પણ વાંચો : દિવ્યાંગ મફત બસ પાસ યોજના માટે અરજી અહીં ક્લિક કરો
કુંવરબાઈ નું મોમેરુ યોજના - 2024 ની વિગતવાર માહિતી
ગુજરાત રાજ્યની ગરીબ પરિવાર ની દીકરીઓના કલ્યાણ માટે અને આર્થિક મદદ કરવાના હેતુથી કુંવરબાઈ નું મોમેરુ યોજના ચાલુ છે. કુંવરબાઈ નું મોમેરુ યોજનામાં મળતી સહાય 12,000/- રૂપિયા DBT દ્વારા સીધાં બેંક ખાતામાં જમા કરવામાં આવે છે.
● યોજનાનું નામ :- કુંવરબાઈ નું મામેરું યોજના
● ભાષા :- English, ગુજરાતી
● લાભાર્થી :- ગુજરાત રાજ્યની દીકરીઓ
● સહાયની રકમ :-
★ 01/04/2021 પહેલા લગ્ન કરેલા હોય તો તેવી દીકરીઓને 10,000 /- રૂપિયા સહાય આપવામાં આવે છે.
★ જે દિકરીઓએ તારીખ : 01/04/2021 પછી લગ્ન કરેલ હોય તો તેવી દીકરીઓને 12,000/- રૂપિયા સહાય આપવામાં આવે છે.
કુંવરબાઈ નું મામેરું યોજનાનો લાભ લેવા માટે આવક મર્યાદા :-
● સામાજિક ન્યાય અને અધિકારીત વિભાગ દ્વારા આ યોજનામાં વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તાર માટે 120000 /- રૂપિયા અને શહેરી વિસ્તાર માટે 150000 /- રૂપિયા નક્કી કરવામાં આવી છે. ઉપર દર્શાવેલ આવકથી વધુ ના હોવી જોઈએ.
કુંવરબાઈ નું મામેરું યોજના નો લાભ કોને મળવાપાત્ર છે ?
● કુંવરબાઈ નું મોમેરુ યોજના લાભ અનુસૂચિત જાતિ અને જન જાતિ માટે મળવાપાત્ર છે. જે છોકરીઓના લગ્ન થયા હોય તે દીકરીઓ આ યોજનાનો લાભ મેળવી શકે છે. કુંવરબાઈ નું મામેરું યોજનાને મંગળસૂત્ર યોજના તરીકે ઓળખવામાં આવે છે.
કુંવરબાઈ નું મામેરું યોજના માં અરજી કરવા માટેની પાત્રતા અને માપદંડ શું છે તે જાણો. :-
● Kuvarbai nu mameru yojana અરજી કરતાં પહેલાં તેના માપદંડ જાણવા જરૂરી છે. જે નીચે મુજબ છે.
● સૌપ્રથમ તો આ યોજનામાં અરજી કરનાર ઉમેદવાર ગુજરાત રાજ્યમાં કાયમી વસવાટ કરતો હોવો જોઈએ.
● આ યોજનાનો લાભ તેમની પુત્રીના લગ્ન સમયે મેળવી શકે છે.
● આ યોજનાનો લાભ પરિવારની બે દીકરીના લગ્ન પ્રસંગ સુધી લાભ મળવાપાત્ર રહેશે.
● આ યોજનાનો લાભ લગ્ન સમયે દીકરીની ઉંમર 18 વર્ષ અને પુરુષની ઉંમર 21 વર્ષ હોવી જોઈએ.
● આ યોજનાનો લાભ મેળવવા માટે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા પરિવારની વાર્ષિક આવક 120000/- રૂપિયાથી વધુ ના હોવી જોઈએ.
● આ યોજનાનો લાભ મેળવવા માટે શહેરી વિસ્તારમાં રહેતા પરિવારની વાર્ષિક આવક 150000/- રૂપિયાથી વધુ ના હોવી જોઈએ.
● જો કોઈ કન્યાના બીજી વાર લગ્ન થાય તો આ યોજનાનો લાભ મેળવી શકશે નહીં.
● આ યોજનાનો લાભ લેવા માટે દીકરીના લગ્ન થયા બાદ બે વર્ષની અંદર અરજી કરવાની રહેશે.
કુંવરબાઈ નું મામેરુ યોજનાનો લાભ લેવા માટે જરૂરી ડોક્યુમેન્ટ :-
● કન્યાનું ચૂંટણી કાર્ડ
● કન્યાનું આધારકાર્ડ
● કન્યાના વાલી અથવા પિતાનું આધારકાર્ડ
● કન્યાનો જાતિનો દાખલો
● રહેઠાણ નો પુરાવો
● કન્યાના વાલી અથવા પિતાની વાર્ષિક આવકનો દાખલો
● યુવકની જન્મ તારીખનું પ્રમાણપત્ર
● બેંક પાસબુકની ઝેરોક્ષ
● કન્યાના પિતાનું સોગંદનામું
● જો પિતા હયાત ના હોય તો પિતાના મરણનો દાખલો
**********
● આ યોજનાનો લાભ લેવા માટે સૌપ્રથમ તો ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.
● તમે નીચે આપેલ લિંક પર ક્લિક કરીને Registration કરી શકો છો.
Important Link
આ લેખ વાંચવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર !
1 Comments
saras
ReplyDeleteआपको हमारी पोस्ट अच्छी लगी हो तो कॉमेंट जरूर करें।