👉 ડિસેમ્બર મહિના ના ICC પ્લેયર્સ
ઈંગ્લેન્ડ ના હેરી બ્રુક ને પ્લેયર્સ ઓફ ધ મંથ નો એવોર્ડ આપવામાં આવ્યો હતો.
👉 બીજી તરફ ઓસ્ટ્રેલિયા ની એશરે ગાર્ડનર ને ભારત સામેની T20I શ્રેણી માં યોગદાન બદલ ICC વુમેન્સ પ્લેયરનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.
👉 અશલે ગાર્ડનરે ડિસેમ્બર 2022 માં ભારત સામેની શ્રેણીમાં તેના પ્રભાવશાળી વ્યક્તિગત પ્રદર્શન બાદ આ એવોર્ડ જીત્યો હતો.
💥 પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના
- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અંત્યોદય અન્ન યોજના (AAY) અને પ્રાથમિક ઘરગથ્થુ (PHH) લાભાર્થીઓને મફત અનાજ આપવા માટેની નવી સંકલિત ખાદ્ય સુરક્ષા યોજના ને મંજૂરી આપી હતી. એકરૂપતા જાળવવા અને લાભાર્થીઓના કલ્યાણ માટે વર્ષ 2023 માટે PMGKAY હેઠળ મફત અનાજ આપવામાં આવે છે.
- નવી યોજના નું નામ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના છે. PMGKAY યોજના 1 જાન્યુઆરી, 2023 ના રોજ શરૂ કરવામાં આવી હતી.
- સંકલિત યોજના ગરીબો માટે સુલભતા, પોષણક્ષમતા અને અનાજની ઉપલબ્ધતાના સંદર્ભમાં રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ અથવા NFSA 2013 ની જોગવાઈઓ ને મૂળભૂત બનાવશે.
- PMGKAY માં ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગની બે સબસિડી ઓનો સમાવેશ થશે.
💥 ભારતનો સૌથી મોટો સ્ટુડન્ટ - રન ફેસ્ટિવલ શરૂ
- ભારતનો સૌથી મોટો વિદ્યાર્થી ઉત્સવ IIT મદ્રાસ ખાતે 11 મી જાન્યુઆરી, 2023 ના રોજ શરૂ થાય છે.
- સારંગ 2023 એ વિદ્યાર્થીઓ દ્વારા ચલાવવામાં આવતા સૌથી મોટા ઉત્સવોમાનો એક છે જે સંપૂર્ણપણે ભૌતિક મોડમાં યોજાય છે.
- સારંગ 2023 ની 28 મી આવૃત્તિ માં દેશભરની 500 કોલેજોની સહભાગિતા સાથે 100 થી વધુ ઈવેન્ટ્સ દર્શાવવામાં આવશે.
- આ વર્ષેની સારંગ આવૃત્તિની થીમ Mystic Hues છે જે સંસ્કૃતિ અને પરંપરા સાથે રંગો કેવી રીતે જોડાયેલા છે તેની ઉજવણી કરે છે.
- સારંગ 2023 એ Panacea લોન્ચ કર્યું હતું.
- Panacea એ એક ઝુંબેશ છે જેનો હેતુ રોગના પ્રકોપ ને રોકવા માટે તંદુરસ્ત ટેવોને પ્રોત્સાહિત કરવાનો છે.
- સારંગ એ IIT મદ્રાસનો વાર્ષિક સામાજિક અને સાંસ્કૃતિક ઉત્સવ છે.
- તેની શરૂઆત મર્દી ગ્રાસ ના નામથી થોડી સંખ્યામાં પ્રશ્નોત્તરી અને સંગીતના કાર્યક્રમો સાથે કરવામાં આવી હતી.
- ભારતની સૌથી ઝડપી Payment Application PayRup 9 મી જાન્યુઆરી 2023 ના રોજ લોન્ચ કરવામાં આવી હતી.
- PayRup વેબ 3.0 ની શ્રેષ્ઠ ટેકનોલોજી સાથે બનાવવામાં આવી છે.
- PayRup એપની લોન્ચિંગ ઈવેન્ટ બેંગલોર ના લુલુ મોલમાં આયોજિત કરવામાં આવી હતી અને મહાદેવપ્પા હલાગટ્ટી દ્વારા લોન્ચ કરવામાં આવી હતી.
- PayRup એ એક ઉત્કૃષ્ઠ વપરાશકર્તા અનુભવ સાથે અદ્યતન Digital ચુકવણી અનુભવ પ્રદાન કરે છે.
- PayRup એપ્લિકેશન દ્વારા યુઝર્સ યુટીલિટી બિલ અને લેન્ડલાઈન બિલ પણ ચૂકવી શકે છે.
- આ એપ દ્વારા પોતાના mobile, બ્રોડબેન્ડ અને DTH રિચાર્જ પણ કરી શકે છે. અને gift card પણ ખરીદી શકે છે.
- PayRup એ Flight, Bus અને Hotal માટે અન્ય USPs સાથે ટિકીટિંગ અને Booking સેવાઓની જાહેરાત કરી શકે છે.
💥 ICICI પ્રુડેન્સિયલ life ઇન્સ્યોરન્સ :-
- ICICI પ્રુડેન્સિયલ life ઇન્સ્યોરન્સે ક્રિકેટર સૂર્યકુમાર યાદવ સાથે મળીને તેને દર્શાવતું "360" ફાઇનાન્સિયલ પ્રોટેક્શન વીથ ICICI પ્રુડેન્સિયલ life ઇન્સ્યોરન્સ Digital પ્રથમ ઝુંબેશ ચાલુ કરવાની જાહેરાત કરી છે.
- સૂર્યકુમાર યાદવ સફેદ બોલના ફોર્મેટમાં સૌથી વધુ સાતત્યપૂર્ણ અને ભરોસાપાત્ર બેટર તરીકે ઉભરી આવ્યો છે.
- Company કોઈપણ કમનસીબ ઘટના , ગંભીર બીમારીઓ અને અકસ્માતો સામે 360 ડિગ્રી નાણાકીય સુરક્ષા પુરી પાડે છે.
● આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઈન્ડિયા અંતર્ગત ભારતમાં 3693 સ્મારકો સુરક્ષિત છે.
● RBI એ સોવેરીન ગ્રીન બોન્ડ જાહેર કરવા માટે સૂચક કેલેન્ડર ની જાહેરાત કરી છે.
● મેટાવર્સમાં પ્રવેશ કરનારું પ્રથમ રાષ્ટ્રીય સ્પોર્ટ્સ ફેડરેશન હોકી ઈન્ડિયા બન્યું છે.
● રાષ્ટ્રીય રોડ સેફટી વીક 11 થી જાન્યુઆરીથી 17 જાન્યુઆરી માં મનાવવામાં આવે છે.
💥 Yong profesionals Scheme : ભારત -U.K.
👉 તાજેતરમાં ભારત અને U. K. ની સરકારોએ 9 મી જાન્યુઆરી 2023 ના એટલે કે પ્રવાસી ભારતીય દિવસ નિમિત્તે યંગ પ્રોફેશનલ્સ યોજના શરૂ કરી હતી.
👉 જે 18 થી 30 વર્ષની વય વચ્ચેના 3000 ડિગ્રી ધારક નાગરિકોને બે વર્ષ માટે એકબીજા ના દેશોમાં રહેવા અને કામ કરવાની મજૂરી આપશે.
👉 નવેમ્બર 2022 માં બાલીમાં યોજાયેલ G 20 સમિટમાં આ યોજના ની જાહેરાત કરવામાં આવી હતી.
👉 આ યોજના દર વર્ષે 3000 લોકો માટે વિઝા એક્સચેન્જ ની મંજૂરી આપે છે.
Read Also
👉 વિઝા માટે અરજી કરતી વખતે ઉમેદવારો નોકરીની કતારમાં હોય તે જરૂરી નથી.
📖 ICE WEEK - 2 DATE : 08/01/2023 TO 14/01/2023 નું Current Affairs PDF ડાઉનલોડ કરવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો .
👇👇👇👇👇👇👇
25 seconds to Wait.
0 Comments
आपको हमारी पोस्ट अच्छी लगी हो तो कॉमेंट जरूर करें।