દરેક સ્પર્ધાત્મક પરીક્ષામાં કરંટ અફેર્સ ના પ્રશ્નો પુછાતા હોય છે.
સમગ્ર વિશ્વમાં દર વર્ષે 1 જાન્યુઆરી ના રોજ વૈશ્વિક પરિવાર દિવસ અથવા Global Family Day તરીકે ઉજવવામાં આવે છે.
Project Lion સંરક્ષણ અને પર્યાવરણ વિકાસને અધિકૃત કરીને ગુજરાતમાં એશિયાટિક સિંહના લેન્ડસ્કેપ ઈકોલોજી આધારિત સંરક્ષણ ની કલ્પના કરે છે.
● Mobile વેટરનરી યુનિટ અને કોલ સેન્ટરનું ઉદઘાટન :-
- કેન્દ્રીય પશુપાલન અને ડેરી મંત્રી પરષોત્તમ રૂપાલાએ તિરુવનંતપુરમમાં 29 વેટરનરી યુનિટ (MVU) અને એક કેન્દ્રીયકૃત કોલ સેન્ટરનું ઉદ્દઘાટન કર્યું હતું.
- કેરળના પશુપાલકો ના લાભ માટે એક આ મહત્વપૂર્ણ પગલું છે.
- MVUs નિદાન સારવાર, રસીકરણ, કૃત્રિમ બીજદાન, ઓડિયો વિઝયુંઅલ એઇડ્સ અને પશુપાલકો ને દૂર દૂર વિસ્તારોમાં ઘર આંગણે વિસ્તરણ સેવાઓ પ્રદાન કરવામાં આવશે.
● ઓનલાઈન ગેમિંગ માટે ડ્રાફ્ટ નિયમો (Draft Rules For Online Gaming)
- તાજેતરમાં ઇલેક્ટ્રોનિક અને ટેકનોલોજી મંત્રાલયે ઓનલાઈન ગેમિંગ માટે ડ્રાફ્ટ નિયમો બહાર પડ્યા છે.
- આ સૂચિત નિયમોનો હેતુ ઓનલાઈન ગેમિંગ ને નિયંત્રિત કરવાનો છે. ભારતમાં ગેમિંગ ઉધોગ અને વપરાશકર્તાઓ માટે સલામત અને વાજબી ગેમિંગ ઇકોસિસ્ટમ સુનિશ્ચિત કરે છે.
● બિકાનેર સોલાર પાવર પ્રોજેક્ટ :-
- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મ્યુ એ રાજસ્થાનના જયપુરમાં 1000 મેગાવોટના બિકાનેર સોલાર પાવર પ્રોજેકટનો વર્ચ્યુઅલ શિલાન્યાસ કર્યો હતો. આ પ્રોજેક્ટ રાજ્યની માલિકીની એનર્જી ફર્મ SJVN લિમિટેડ દ્વારા તેની પેટાકંપની SJVN ગ્રીન એનર્જી Limited (SGEL) દ્વારા અમલમાં મુકવામાં આવી રહયો છે અને રાજસ્થાન ના બિકાનેર જિલ્લાના બંદરવાલા ગામ પાસે સીધી ખરીદેલી 5000 એકર જમીન પર વિકસાવવામાં આવી રહ્યો છે. આ project march -2024 સુધીમાં કાર્યરત થવાની અપેક્ષા છે.
● મધમાખી માટે વિશ્વની પ્રથમ રસી મંજુર :-
- અમેરિકા એ મધમાખીઓ માટેની સૌપ્રથમવાર રસી મંજુર કરી છે જે અમેરિકન ફાઉલબ્રુડ રોગ સામે રક્ષણ આપશે.
- જે રોગો સામે નવા શસ્ત્ર ની આશા ઉભી કરશે જે નિયમિતપણે ખોરાકની પરાગનયન માટે આધાર રાખતી વસાહતોને નષ્ટ કરે છે.
- US Department of એગ્રીકલ્ચર એ US સ્થિત બાયોટેક company દાલાન એનિમલ હેલ્થ દ્વારા વિકસિત રસી માટે શરતી લાયસન્સ માટે પરવાનગી આપી છે.
● મહિલા ક્રિકેટર નું સૌપ્રથમ સ્ટેચ્યુ બનાવવામાં આવ્યું.
- ઓસ્ટ્રેલિયા ની બેલિન્ડા કલાર્ક પ્રથમ મહિલા ક્રિકેટર બની છે જેના સન્માનમાં સ્ટેચ્યૂ બનાવવામાં આવ્યું છે.
- કોઈ મહિલા ક્રિકેટર નું સ્ટેચ્યૂ બન્યું હોય તેવી આ પ્રથમ ઘટના છે.
- સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ ની બહાર બેલિન્ડા કલાર્કનું કાસ્યનું સ્ટેચ્યૂ નું અનાવરણ કરવામાં આવ્યું છે.
- બેલિન્ડા કલાર્ક 1991 થી 2005 ની વચ્ચે 15 ટેસ્ટ અને 100 થી વધુ મર્યાદિત ઓવરોની મેચો રમ્યા હતા.
● બિરસા મુંડા હોકી સ્ટેડિયમ નું ઉદ્દઘાટન :-
- ઓડીસાના મુખ્યમંત્રી નવિન પટનાયકે મેન્સ હોકી વર્લ્ડકપ - 2023 પહેલા રાઉરકેલામાં ભારતના સૌથી મોટા હોકી સ્ટેડિયમ માના એક સ્ટેડિયમ નું ઉદ્દઘાટન કર્યું છે.
- સુંદરગઢ જિલ્લામાં સ્થિત આ સ્ટેડિયમ નું નામ બિરસા મુંડા હોકી સ્ટેડિયમ રાખવામાં આવ્યું છે.
- બિરસા મુંડા હોકી સ્ટેડિયમ 50 એકરમાં રેકોર્ડ 15 મહિનામાં 20,000 બેઠક ક્ષમતા સાથે બનાવવામાં આવ્યું છે.
- ઓડીસા રાજ્યએ નવ મહિનાની અંદર વર્લ્ડકપ વિલેજ પણ બનાવ્યું છે. જેમાં ખેલાડીઓ અને અધિકારીઓ ને રહેવા માટે 225 રૂમ છે.
ICE ના દરેક WEEK ના કરંટ અફેર્સ આ વેબસાઈટ પર મુકવામાં આવશે.
અમારી વેબસાઈટ પર મુકવામાં આવેલ Letest માહિતી તમને જરૂર ઉપયોગી થશે.
ICE week - 1 (01/01/2024 To 07/01/2023) ડાઉનલોડ કરવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક ડાઉનલોડ કરી શકો છો.
28 seconds to Wait.
0 Comments
आपको हमारी पोस्ट अच्छी लगी हो तो कॉमेंट जरूर करें।