આ યોજના દ્વારા ગુજરાત સરકાર દ્વારા જે પરિવારમાં દીકરીનો જન્મ થાય તેમણે ગુજરાત સરકાર દ્વારા આર્થિક સહાય આપવામાં આવે છે.
વહાલી દીકરી યોજના :-
👉 યોજનાનુ નામ :- વહાલી દીકરી યોજના ગુજરાત - 2023
👉 યોજનાના લાભાર્થીઓ :- ગુજરાતની દીકરીઓ
👉 યોજનાનો હેતુ :- ગુજરાતમાં દીકરીઓનું પ્રમાણ વધારવા અને દીકરીઓ શિક્ષણ પ્રાપ્ત કરે તે આ યોજનાનો હેતુ છે.
👉 મળવાપાત્ર રકમ :- 1,10,000 /- રૂપિયા
👉 યોજનામાં અરજી કરવાનો સમય :- દીકરીના જન્મ પછી એક વર્ષ દરમિયાન
યોજનાનો ઉદેશ્ય :-
● દીકરીઓનું જન્મ પ્રમાણ વધારવું.
● દીકરીઓનો શિક્ષણમાં ડ્રોપઆઉટ રેસીઓ ઘટાડવો.
● દીકરીઓનું / સ્ત્રીઓનુ સમાજમાં સર્વાંગી સશક્તિકરણ કરવું.
● બાળલગ્ન અટકાવવા.
વહાલી દીકરી યોજનાનુ અરજી પત્રક ક્યાથી મેળવવું :-
● વહાલી દિકરી યોજનાનુ અરજી પત્રક આંગણવાડી કેન્દ્ર / ગ્રામ પંચાયત / જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરીથી વિનામુલ્યે આપવામાં આવે છે.
અરજી કરવાની સમય મર્યાદા :-
● તા. 02/08/2019 બાદ જન્મેલ દીકરીઓના કુટુંબીજનો દ્વારા દિકરી જન્મના એક વર્ષ સમય મર્યાદામાં નિયત નમુનામાં આધાર પુરાવા સહિત અરજી કરવાની રહેશે.
● વહાલી દિકરી યોજનામાં લાભાર્થીની પાત્રતા :-
● 02/08/2019 કે ત્યારબાદ જન્મેલ દીકરીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે.
● દંપતિની વધુમાં વધુ બે દીકરીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે.
● દંપતિની પ્રથમ અને દ્વિતીય દિકરી બંનેને લાભ મળવાપાત્ર રહેશે. પરંતુ દ્વિતીય દિકરી પછી દંપતિએ સંતતિ નિયમનનું ઓપરેશન કરવેલું હોવું જોઈએ.
● પ્રથમ દિકરો અને બીજી દીકરી હોય તો બીજી દીકરીને સહાય મળવા પાત્ર રહેશે.
● દીકરીના જન્મ સમયે માતાની ઉમર 18 વર્ષ કે તેથી વધુ વર્ષની હોવી જોઈએ.
વહાલી દિકરી યોજનામાં આવક મર્યાદા :-
● વહાલી દિકરી યોજના અંતર્ગત લાભ મેળવવા માગતા દંપતિની વાર્ષિક આવક મર્યાદા ગ્રામીણ અને શહેરી વિસ્તાર માટે એક્સમાં રૂ. 200000/- કે તેથી ઓછી હોવી જોઈએ.
● આવક મર્યાદાની પાત્રતા લાભાર્થીના જન્મના તરત આગળના 31 મી માર્ચના રોજ પૂર્ણ થતાં વર્ષના સંદર્ભમાં લક્ષમાં લેવાની રહેશે.
મળવા પાત્ર લાભ :-
વહાલી દિકરી યોજનામાં -
👉 પ્રથમ હપ્તો
દીકરીઓને પહેલા ધોરણમાં પ્રવેશ વખતે રૂ. 4000 /- મળવાપાત્ર રહેશે.
👉 બીજો હપ્તો
નવમા ધોરણમાં પ્રવેશ વખતે રૂ. 6000 /- ની સહાય મળવાપાત્ર રહેશે.
👉 છેલ્લો હપ્તો
18 વર્ષની ઉમરે ઉચ્ચ શિક્ષણ / લગ્ન સહાય તરીકે કુલ રૂ. 100000 /- સહાય મળવાપાત્ર રહેશે. પરંતુ દીકરીના બાળલગ્ન થયેલ ન હોવા જોઈએ.
નોંધ :- આ યોજના અંતર્ગત લાભાર્થી દીકરી 18 વર્ષ પહેલા મૃત્યુ પામે તો તેને બાકીની કોઈપણ સહાય મળવાપાત્ર રહેશે નહિ.
વહાલી દીકરી યોજનામાં અરજી સાથે રજૂ કરવાના આધાર પુરાવા :-
● દીકરીના જન્મનું પ્રમાણપત્ર
● માતા-પિતાનું આધાર કાર્ડ
● માતાના જન્મનું પ્રમાણ પત્ર
● માતા-પિતાની વાર્ષિક આવકનું પ્રમાણપત્ર
● કુટુંબમાં જન્મેલા અને હયાત બાળકોના જન્મના દાખલા
સંતતિ નિયમનનું પ્રમાણપત્ર ( બીજું સંતાન હોય ત્યારે)
● નિયત નમુનાનું સક્ષમ અધિકારી સમક્ષ કરેલ દંપતીનું સોગંદનામું
આ યોજના અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 83,840 લાભાર્થીઓને આ યોજનાનો લાભ મળેલ છે.
0 Comments
आपको हमारी पोस्ट अच्छी लगी हो तो कॉमेंट जरूर करें।