આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા પ્રેરિત ભારત સરકાર દ્વારા બેટી બચાઓ બેટી પઢાઓ અભિયાન અંતર્ગત દીકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટેની આ અભૂતપૂર્વ યોજના છે.
આપણે પરા પૂર્વથી ઘરમાં બાળકોને માટીના ગલ્લા આપી નાની રકમો ભેગી કરવા પ્રોત્સાહન આપતા હતા. ભવિષ્ય માટે બચતની કલ્પના અહીંથી શરૂ થાય છે. બેટી બચાવો બેટી પઢાઓ યોજના અંતર્ગત દીકરીઓના લાભાર્થે આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આવી જ બચતની કલ્પના ને સુવ્યવસ્થિત સ્વરૂપમાં સાકાર કરી છે. સુકન્યા સમૃદ્ધિ યોજના દ્વારા સમગ્ર પોસ્ટલ પરિવાર આપણી દીકરીઓના અભ્યાસ તથા લગ્નના ઉત્કૃષ્ઠ આયોજન માટેની આ યોજના આપના સુધી પહોંચાડવામાં ખૂબ જ આનંદ અને ગર્વની લાગણી અનુભવું છું.
આ યોજનાની મુખ્ય વિશેષતા
● આ યોજનામાં ખાતું કોણ ખોલાવી શકશે ?
દીકરીના નામે 10 વર્ષની ઉંમર સુધી
કન્યાના કાયદેસર ના /કુદરતી વાલી
માત્ર રૂ. 250 થી ખાતું ખોલાવી શકાશે
દીકરીનો જન્મ તારીખનો દાખલો અને વાલીના કે.વાય.સી. આધાર
● સુકન્યા સમૃદ્ધિ યોજના રોકાણ :-
👉 વાર્ષિક રૂ. 250 /- જમા રકમ
ત્યારબાદ જમા રકમ રૂ. 50/- ના ગુણાકમાં
👉 એક નાણાકીય વર્ષમાં વધુમાં વધુ રૂ. 1.50 લાખ જમા કરી શકાશે.
👉 વર્ષમાં ગમે તેટલી વખત રકમ જમા કરી શકાશે.
👉 અન્ય બચત યોજનાઓ કરતાં મહત્તમ વ્યાજદર
● ખાતાની પરિપક્વતા
👉 ખાતું ખોલ્યા પછી 21 વર્ષ અથવા દીકરીના લગ્ન બાદ ખાતું બંધ કરી શકાશે.
👉 કન્યાને 18 વર્ષ પૂર્ણ થયે આંશિક ઉપાડ (50%) કરી શકાશે.
● સુકન્યા સમૃદ્ધિ યોજના વ્યાજદર
👉 સુકન્યા સમૃદ્ધિ યોજના માં વાર્ષિક વ્યાજદર 7.6% આપવામાં આવે છે.
● સુકન્યા સમૃદ્ધિ યોજના ખોલવા માટે જરૂરી ડોક્યુમેન્ટ
👉 10 વર્ષથી નાની દીકરીનું આધારકાર્ડ અને જન્મનો દાખલો
👉 માતા અથવા પિતા ના આધારકાર્ડ/ચુંટણી કાર્ડ/પાનકાર્ડ
👉 2 પાસપોર્ટ સાઈઝના ફોટા
નોંધ :-
સુકન્યા સમૃદ્ધિ યોજના માં ખાતું ખોલાવવાની જો કોઈને ઈચ્છા હોય તો વધુ માહિતી માટે પોસ્ટ ઓફીસ નો સંપર્ક કરવો.
અમારું લક્ષ્ય ભારતની દરેક દીકરી બને સશક્ત
આ પણ વાંચો
તમારા વિસ્તારમાં જો કોઈ 10 વર્ષથી નાની દીકરી હોય તો આ યોજના નો લાભ લેવા વિનંતી છે. આ યોજના દ્વારા તમે દીકરી માટે બચત કરી શકો છો. આ યોજનામાં બચત કરવાથી દીકરીના લગ્ન સમયે 18 વર્ષે 50 % રકમ ઉપાડી શકો છો.
● સુકન્યા સમૃદ્ધિ યોજના ની વધુ માહિતી માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો
👇👇👇👇👇
0 Comments
आपको हमारी पोस्ट अच्छी लगी हो तो कॉमेंट जरूर करें।