પંડિત દિન દયાળ ઉપાધ્યાય આવાસ યોજના માં કોણ અરજી કરી શકે, અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ ની જરૂર પડશે, આ યોજનામાં કેટલી સહાય આપવામાં આવે છે, સહાય કેટલા હપ્તામાં મળવા પાત્ર રહેશે તેના વિશે આ પોસ્ટમાં માહિતી મેળવીશું.
💥 Pandit Din Dayal upadhyay Aavas Yojana :-
પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના નો લાભ ગુજરાત સરકાર એવા ગરીબ લોકોને આપવામાં આવે છે કે જેમની પાસે પ્લોટ છે પણ એ પ્લોટમાં મકાન કરવા માટે પૈસાની સગવડ નથી. વ્યક્તિ પોતાના માટે મકાન બનાવે તે માટે સરકાર થોડી આર્થિક સહાય કરે છે. વ્યક્તિ ને મકાન બનાવવા માટે મદદ મળી શકે. આ યોજના હેઠળ જેમને સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે તેમના ઘરમાં રૂમ, રસોડું, બાથરૂમ અને શૌચાલય ની પણ સુવિધા આપવામાં આવે છે. આ યોજના હેઠળ મકાન પૂર્ણ કરવા માટે 2 વર્ષનો સમય આપવામાં આવે છે.
💥 Pandit Din Dayal Aavas Yojana નો ઉદ્દેશ :-
આ યોજના ગુજરાત સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવી છે. પંડિત દીનદયાળ યોજના હેઠળ ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં જે ગરીબ પરિવારો છે કે જેમની પાસે રહેવા માટે પોતાનું મકાન નથી અથવા જેમની પાસે પ્લોટ છે અને રહેવા માટે કાચું મકાન છે તેવા ગરીબ લાભાર્થી લોકોને ગુજરાત સરકાર આર્થિક સહાય કરીને નવું પાકું મકાન બનાવવામાં મદદ કરે છે.
💥 Pandit Din Dayal Upadhyay Yojana હેઠળ મળવાપાત્ર લાભો :-
👉 આ યોજના હેઠળ લાભાર્થીઓને મળતી સહાય સીધી લાભાર્થીઓના બેંક ખાતામાં જમા કરવામાં આવશે.
👉 આ યોજના અંતર્ગત લાભાર્થીઓને ત્રણ હપ્તામાં સહાય આપવામાં આવે છે.
👉 આ યોજના અંતર્ગત લાભાર્થીઓને રૂ. 40000 /- નો પ્રથમ હપ્તો સીધો બેંક ખાતામાં જમાં કરવામાં આવશે. જે લાભાર્થીઓને ઘરના ડેમ (પાયા) નું કામ કરવા માટે આપવામાં આવે છે.
👉 આ યોજના અંતર્ગત રૂ. 60000 /- નો બીજો હપ્તો બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. આ હપ્તો મકાનના લિંટેલ સ્તરે પહોંચ્યા બાદ મળે છે.
👉 આ યોજનાનો ત્રીજો અને અંતિમ હપ્તો રૂ. 20,000 /- નો આપવામાં આવે છે. આ છેલ્લા હપ્તાની રકમ આખું મકાન પૂરું થાય ત્યારે મળે છે.
👉 Pandit Din Dayal Upadhyay Aavas Yojana અંતર્ગત શૌચાલય બનાવવા માટે અલગથી અરજી કરવાની હોય છે.
👉 શૌચાલય બનાવવા માટે ગુજરાત સરકાર દ્વારા મનરેગા માંથી રૂ. 16920 /- રૂપિયા અલગથી આપવામાં આવે છે.
💥 Pandit Din Dayal Upadhyay Aavas Yojana - 2023 નો લાભ કોને કોને મળી શકશે ?
👉 આ યોજના અંતર્ગત લાભ મેળવવા માંગતો લાભાર્થી ગુજરાત રાજ્યનો રહેવાસી હોવો જોઈએ.
👉 આ યોજના અંતર્ગત લાભ મેળવવા માંગતા લાભાર્થી પાસે પોતાનો પ્લોટ અથવા પોતાનું કાચું મકાન હોવું જોઈએ.
👉 જો કોઈ ગરીબ વ્યક્તિ ને ગુજરાત સરકાર દ્વારા મફત પ્લોટ આપવામાં આવે છે તો તે વ્યક્તિ આ યોજના અંતર્ગત લાભ મેળવવા માટે યોગ્ય ગણાવે છે.
👉 આ યોજના હેઠળ લાભ લેવા માંગતા લાભાર્થી ના પરિવારમાંથી કોઈપણ વ્યક્તિ પાસે બીજું મકાન કે બીજો પ્લોટ ના હોવો જોઈએ.
👉 આ યોજના હેઠળ લાભ લેવા માંગતા લાભાર્થી જો ગ્રામીણ વિસ્તાર નો હોય તો લાભાર્થી ના પરિવારની વાર્ષિક આવક 1 લાખ 20 હજાર થી વધુ ના હોવી જોઈએ.
👉 આ યોજના હેઠળ લાભ લેવા લાભાર્થીના પરિવારમાંથી કોઈ વ્યક્તિ સરકારી નોકરી કરતો ન હોવો જોઈએ.
👉 આ યોજનામાં BPL લાભાર્થીઓને પ્રાધાન્ય આપવામાં આવશે.
💥 Pandit Dinadayal Upadhyay Aavas Yojana માં લાભ લેવા માટે જરૂરી Document :
● અરજદારનો જાતિનો દાખલો
● આવકનો દાખલો
● અરજદારના રહેઠાણ નો પુરાવો (આધાર કાર્ડ, ચૂંટણીકાર્ડ, રેશનકાર્ડ)
● આ આવાસ યોજનાની સહાય મંજુર કરવા માટે અરજદારને તલાટી કમમંત્રી/શહેરી તલાટી કમમંત્રી /ગ્રામ પંચાયતના સર્કલ ઇન્સ્પેક્ટર દ્વારા આપવામાં આવતું પ્રમાણપત્ર
● મકાન બાંધકામ માટે રજા પત્ર
● BPL નો દાખલો
● પતિના મૃત્યુ નો દાખલો (જો વિધવા હોય તો )
● બેંકની પાસબુક
● અરજદારનો ફોટો
● તલાટી કમ મંત્રી શ્રીની સહી કરેલ જમીનનો વિસ્તાર દર્શાવતા નકશાની નકલ કે જે જમીન પર મકાન બાંધવાનું હોય.
💥 પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનાનું ફોર્મ ભરવાની માહિતી :
પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનાનું ફોર્મ નીચે આપેલ વેબસાઈટ પરથી ઓનલાઈન ફોર્મ ભરી શકાય છે.
0 Comments
आपको हमारी पोस्ट अच्छी लगी हो तो कॉमेंट जरूर करें।