મિત્રો આ લેખમાં તમારું હાર્દિક સ્વાગત છે. અત્યારે દરેક પરિવાર પાસે રેશનકાર્ડ હોય છે. આપણે રેશનકાર્ડ નો મુખ્ય ઉપયોગ તો સસ્તા અનાજની દુકાનેથી રાશન લેવા માટે કરીએ છીએ.
પરંતુ રેશનકાર્ડનો ઉપયોગ રાશન લેવા પૂરતો મર્યાદિત નથી. આપણે રેશનકાર્ડ નો ઉપયોગ વિવિધ હેતુ માટે વિવિધ જગ્યાએ કરવામાં આવે છે. આપણે કોઈપણ કારણસર ઘરેથી બહાર ગયા હોઈએ અને આપણને ઓચિંતા રેશનકાર્ડ નંબરની અથવા તો રેશનકાર્ડ ને લગતી માહિતી ની જરૂર પડે છે પરંતુ આપણે આપણું રેશનકાર્ડ ઘરે ભૂલી ગયા હોઈએ અથવા તો આપણા મોબાઈલ ફોનમાં ના હોવાથી અને ઓનલાઈન માહિતી ના અભાવે આપણી પાસે રેશનકાર્ડ નો ડેટા હોતો નથી. તો આપણે આ આર્ટિકલ માં આપણા મોબાઈલ માં રેશનકાર્ડ નો ડેટા અને રેશનકાર્ડ લિસ્ટ કઈ રીતે જોવું તેના વિશે માહિતી મેળવવા નો પ્રયાસ કરીશું તો આ આર્ટિકલ અંત સુધી વાંચવા વિનંતી છે.
Gujarat Ration Card List 2024 (ગુજરાત રેશનકાર્ડ લિસ્ટ 2024 :-
આપણે આ લેખમાં રેશનકાર્ડ લિસ્ટ કઈ રીતે જોવુ તેના વિશે વિગતવાર માહિતી મેળવવા પ્રયત્ન કરીશું. તમે તમારું નવું રેશનકાર્ડ કઢાવવા માટે અરજી કરી હોય અથવા તો તમે અરજી કર્યા પછી તમારું રેશનકાર્ડ યાદીમાં આવ્યું છે કે નહીં તે જોવા માટેની સ્ટેપ બાય સ્ટેપ માહિતી આપેલ છે તે માહિતી પ્રમાણે રેશનકાર્ડ લિસ્ટમાં તમારું નામ ચેક કરી શકો છો. આ લેખમાં આપવામાં આવેલ માહિતી ને અનુસરીને તમે તમારું રેશનકાર્ડ AAY, APL કે BPL છે તે ઓનલાઈન તમારા મોબાઈલ માં જોઈ શકો છો. આ લેખમાં આપેલ માહિત ને અનુસરીને તમે રેશનકાર્ડને લગતી તમામ માહિતી તમારા મોબાઈલ માં જોઈ શકો છો.
Gujarat Ration Card List 2024 (ગુજરાત રેશનકાર્ડ લિસ્ટ 2024 ) કઈ રીતે ચેક કરવું તેની સ્ટેપ બાય સ્ટેપ માહિતી :-
- તમારે તમારા ગામનું રેશનકાર્ડ લિસ્ટ ચેક કરવું હોય તો સૌપ્રથમ તમારે ઓફિશિયલ વેબસાઈટ પર જવાનું રહેશે.
Latest યોજનાની માહિતી માટે અહીં ક્લિક કરો
- રેશનકાર્ડ લિસ્ટ જોવાની ઓફિશિયલ વેબસાઈટ નીચે આપેલ છે. જેના પર ક્લિક કરીને રેશનકાર્ડ ની વેબસાઈટ ઓપન કરી શકો છો.
- સત્તાવાર વેબસાઈટ ઓપન કર્યા પછી તમારે વર્ષ , મહિનો સિલેક્ટ કરી કેપ્ચા કોડ નાખીને Go બટન પર ક્લિક કરવાનું રહેશે.
- પછી તમારી સામે એક પેજ ખુલશે જેમાં તમામ જિલ્લાનું લિસ્ટ જોવા મળશે. તેમાંથી તમારે જે જિલ્લો લાગુ પડતો હોય તે જિલ્લાના નામ પર ક્લિક કરવાનું રહેશે.
- પછી તમારા જિલ્લામાં આવેલા તમામ તાલુકાનું લિસ્ટ જોવા મળશે. તેમાંથી તમારે જે તાલુકો લાગુ પડતો હોય તે તાલુકાના નામ પર ક્લિક કરવાનું રહેશે.
- પછી તમારી સામે એક પેજ ખુલશે. જેમાં તમારા તાલુકામાં આવેલ તમામ ગામના નામનું લિસ્ટ જોવા મળશે.
- પછી તમારા ગામના વિભાગની લાઈનમાં તમારું રેશનકાર્ડ જે વિભાગમાં આવતું હોય તે વિભાગમાં બ્લુ કલરના આંકડા જોવા મળશે તેના પર ક્લિક કરવાનું રહેશે.
- તમે આંકડા પર ક્લિક કરશો એટલે તમારા ગામના તમામ વ્યક્તિ ના રેશનકાર્ડ લિસ્ટ જોવા મળશે.
- આ રેશનકાર્ડ લિસ્ટમાં તમારું રેશનકાર્ડ કોના નામે છે, રેશનકાર્ડ નંબર, તમારા રેશનકાર્ડ કેટલા નામ છે, તમારા રેશનકાર્ડ ની Category કઈ છે, તમારા રેશનકાર્ડ પર ગેસ કનેક્શન છે કે નહીં તે, તમારા રેશનકાર્ડ માં તમારું એડ્રેસ વગેરે તમામ માહિતી જોવા મળે છે.
- પછી તમે તમારા રેશનકાર્ડ વિશે વધુ માહિતી મેળવવા માંગતા હોય તો તમે તમારા રેશનકાર્ડ નંબર પર ક્લિક કરશો એટલે તમારા રેશનકાર્ડ ની તમામ વિગતો જોઈ શકો છો.
આવી માહિતી મેળવવા માટે અમારી વેબસાઈટ ની મુલાકાત લેતા રહેવા વિનંતી છે.
અમારો આ આર્ટિકલ તમને કેવો લાગ્યો Comment કરવા વિનંતી છે.
Important Link (મહત્વપૂર્ણ લિંક) :-
Homepage | અહી ક્લિક કરો |
---|---|
Gujarat Ration Card List Official Website | અહી ક્લિક કરો |
0 Comments
आपको हमारी पोस्ट अच्छी लगी हो तो कॉमेंट जरूर करें।