આ લેખમાં આ યોજના નો લાભ લેવા માટેની પાત્રતા, આ યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ, આ યોજના નો ઉદ્દેશ અને અરજી કરવાની પ્રક્રિયા વિશે માહિતી મેળવીશું.
★ ફ્રી સિલાઈ મશીન યોજના 2023 ની વિગતવાર માહિતી
● યોજના નું નામ :- ફ્રી સિલાઈ મશીન યોજના 2023
● યોજના નો ઉદ્દેશ :- આ યોજના નો ઉદ્દેશ મહિલાઓને રોજગારી ની તકો પુરી પાડવી અને રૂપિયા કમાવવાનું માધ્યમ પ્રદાન કરવાનો.
● અરજી કરવાનો પ્રકાર :- ઓનલાઈન
● ફ્રી સિલાઈ મશીન યોજના મહિલાઓ ને સશક્ત બનાવવા અને સ્વરોજગાર માં જોડાવા પ્રોત્સાહન આપવા બનાવવામાં આવી છે.
● આ યોજના દ્વારા મહિલાઓ સ્વ રોજગાર દ્વારા ઘરમાં આવક મેળવીને ઘરનું સંચાલન યોગ્ય રીતે કરી શકે.
● ફ્રી સિલાઈ મશીન યોજના આ એક સરકારી યોજના છે કે જે મહિલાઓ આર્થિક રીતે વંચિત કામ કરવા ઈચ્છતી મહિલાઓ ને મફત સિલાઈ મશીન આપવામાં આવે છે.
● આ યોજના અંતર્ગત મહિલાઓ ફ્રી સિલાઈ મશીન મેળવીને ઘરકામ કરતાં કરતાં સિલાઈ મશીન દ્વારા ઘરમાં આવક મેળવી શકે છે.
● આ યોજનાનો લાભ ગામડામાં રહેતી મહિલા અને શહેરમાં રહેતી મહિલા મેળવી શકે છે.
● આ યોજનાનો લાભ મેળવવા માટે અરજી કરવા માટે ઉમેદવારે આધારકાર્ડ, જન્મ પ્રમાણપત્ર, આવકનો દાખલો, પાસપોર્ટ સાઇઝનો ફોટો, અને મોબાઈલ નંબર આપવાનો રહે છે.
● જો આ યોજના માટે અરજી કરનાર ઉમેદવાર વિકલાંગ અથવા તો વિધવા હોય તો તેમને તેમના સબંધિત ડોક્યુમેન્ટ આપવાના રહેશે.
★ ફ્રી સિલાઈ મશીન યોજના 2023 માટેની પાત્રતા
👉 ફ્રી સિલાઈ મશીન યોજનાનો લાભ લેવા માટે ઉમેદવાર નીચે પ્રમાણે ની પાત્રતા ધરાવતો હોવો જોઈએ.
👉 આ યોજનાનો લાભ લેવા માટે ઇચ્છતી મહિલાની ઉંમર 20 વર્ષથી 40 વર્ષ સુધીની હોવી જોઈએ.
👉 આ યોજનાનો લાભ લેવા માટે મહિલા ના પતિની વાર્ષિક આવક રૂ. 1,20,000 થી વધુ ના હોવી જોઈએ.
👉 દેશમાં રહેતી વિકલાંગ અને વિધવા મહિલા પણ આ યોજનાનો લાભ લઈ શકે છે.
★ ફ્રી સિલાઈ મશીન યોજનાનો લાભ મેળવવા માટેના જરૂરી ડોક્યુમેન્ટ
આ યોજનાનો લાભ લેવા માટે અરજદાર પાસે નીચે મુજબ ના ડોક્યુમેન્ટ હોવા જરૂરી છે.
● આધારકાર્ડ
● જન્મનું પ્રમાણપત્ર
● આવકનો દાખલો
● વિકલાંગતા માટેના જરૂરી ડોક્યુમેન્ટ (જો લાગુ પડતું હોય તો)
● નિરાધાર અથવા તો વિધવા સ્થિતિ નું પ્રમાણપત્ર (જો લાગુ પડતું હોય તો)
● ચાલુ હોય તેવો મોબાઈલ નંબર
● પાસપોર્ટ સાઇઝનો ફોટો
● સમુદાય સ્થિતિ નું પ્રમાણપત્ર
આ પણ વાંચો
આ લેખ તમને ફક્ત માહિતી આપવાનો છે વધુ માહિતી માટે સત્તાવાર વેબસાઈટ જોવા વિનંતી.
★ ફ્રી સિલાઈ મશીન યોજના 2023 માટે ઓનલાઈન અરજી કરવા માટેની વિગતવાર માહિતી
👉 ફ્રી સિલાઈ મશીન યોજના 2023 માટે અરજી કરવા માંગતા ઉમેદવાર ઉપર દર્શાવેલ માપદંડ ને પૂર્ણ કરતો હોવો જોઈએ. પછી ઓનલાઈન અરજી કરવા માટે યોગ્ય ગણાશે.
👉 સૌપ્રથમ ફ્રી સિલાઈ મશીન યોજના ની સત્તાવાર વેબસાઈટ ની મુલાકાત લેવાની રહેશે. સત્તાવાર વેબસાઈટ નીચે આપેલ છે.
👉 હોમપેજ પર યોગ્ય મેનુ પસંદ કરવાના રહેશે.
👉 પછી અરજદારે પોતાનું પૂરું નામ, પિતાનું નામ, જન્મ તારીખ વગેરે માહિતી ભરવાની રહેશે.
👉 માગેલ દસ્તાવેજો ની ફોટો કોપી સબંધિત જે તે વિભાગને સબમિટ કરવાના રહેશે.
👉 ત્યારબાદ અરજદારે pdf ફોર્મેટમાં આપેલ ફોર્મની પ્રિન્ટ લઈ લેવાની રહેશે.
👉 ત્યારબાદ તમારે તમારી અરજીની સમીક્ષા કરવા માટે વહીવટી અધિકારી ની રાહ જોવાની રહેશે. જો વહીવટી અધિકારી તમારી અરજીને મંજુર કરે ત્યારે તમને સિલાઈ મશીન પ્રાપ્ત થશે.
👉 સત્તાવાર વેબસાઈટ નીચે આપેલ છે. તેના પર ક્લિક કરીને વધુ માહિતી મેળવી શકો છો.
Important Link
આ લેખ વાંચવા બદલ તમારો ખૂબ આભાર !
0 Comments
आपको हमारी पोस्ट अच्छी लगी हो तो कॉमेंट जरूर करें।