તમે e kyc મોબાઈલ માંથી પણ કરી શકો છો. મોબાઈલમાંથી e kyc કરવા માટે તમારા આધારકાર્ડ ની સાથે મોબાઈલ નંબર લિંક હોવો જરૂરી છે.
જો તમે ekyc કરાવેલ નહિ હોય તો તમને આ યોજનાનો 13 મો હપ્તો મળવાપાત્ર રહેશે નહીં.આ યોજનામાં તમારું નામ છે કે નહીં તે તમે PM કિસાનની સત્તાવાર વેબસાઈટ પર જઈને જોઈ શકો છો.
PM kisan yojana નો લાભ મેળવવા માટે 28 ફેબ્રુઆરી પહેલા ખેડૂત લાભાર્થીઓએ આધાર લિંક અને સેન્ડિંગ ફરજીયાત કરાવવાનું રહેશે. નહીંતર આ યોજનાનો લાભ મળશે નહીં.
આ યોજના અંતર્ગત ખેડૂતોને આર્થિક મદદ આપવામાં આવે છે. અને આગામી ટુક સમયમાં સરકાર 13 મો હપ્તો આપવાનું વિચારી રહી છે.
👉 આ યોજનાનો લાભ મેળવવા માંગતા ખેડૂત ખાતેદારોએ પોસ્ટ ઓફીસ મારફતે તારીખ 28/02/2023 સુધીમાં આધાર લિંક અને આધાર સિડિંગ કરાવવા સરકાર દ્વારા તાકીદ કરવામાં આવી છે. નહિતર યોજનાનો લાભ મળશે નહીં.
ભારત દેશના કેટલાય ખેડૂતો PM કિસાનના 13 માં હપ્તાની આતુરતા થી રાહ જોઇને બેઠા છે.
PM કિસાન યોજના અંતર્ગત આ રૂપિયા DBT દ્વારા ટ્રાન્સફર કરવામાં આવશે.
PM કિસાનનો 13 મો હપ્તો ક્યારે જમા થશે ?
● PM કિસાનનો 13 મો હપ્તો ફેબ્રુઆરી મહિનામાં ટુક સમયમાં ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવી શકે છે.
● PM કિસાન યોજનાનો 13 મો હપ્તાની જાહેરાત 27 ફેબ્રુઆરી, 2023 ની બપોરે 3:00 વાગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કર્ણાટક રાજ્યના બેલગાવી થી કરવામાં આવશે.
PM કિસાન યોજના અંતર્ગત દેશના તમામ ખેડૂતોને વર્ષે 2000 ના 3 હપ્તા કરીને કુલ 6000 રૂપિયા ખેડૂતના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે.
આગામી હપ્તાઓ જોવા માટે PM કિસાન યોજનાની ઓફિશિયલ વેબસાઈટ ની મુલાકાત લેવા વિનંતી.
જે ખેડૂતોને આજ સુધી કુલ 12 હપ્તા પોતાના બેંક ખાતામાં જમા થઈ ગયા છે અને આગામી હપ્તા લેવા માટે ખેડૂતોને સતત ekyc કરવા માટે કહેવામાં આવી રહ્યું છે. જો તમે ekyc કરાવેલ નહિ હોય તો તમને આગામી હપ્તા મળશે નહીં.
આગામી હપ્તા તમને મળશે કે નહીં તે જાણવા માટે સૌપ્રથમ તો તમારે PM કિસાન યોજનાની સત્તાવાર વેબસાઈટ પર જઈને લાભાર્થી યાદીમાં તમારું નામ છે કે નહીં તે જોવાનું રહેશે.
જો PM કિસાન યોજનાના સ્ટેટ્સ ની બાજુમાં YES લખેલું હશે તો તમને આગામી હપ્તા તમારા ખાતામાં જમા કરવામાં આવશે. અને જો સ્ટેટ્સ માં કોઈપણ જગ્યાએ NO લખેલું હશે તો તમને આગામી હપ્તા મળવાપાત્ર રહેશે નહીં.
PM કિસાન યોજના વિશે વધુ માહિતી ઓફિશિયલ વેબસાઈટ પર અથવા તો ટોલ ફ્રી નંબર પર કોલ કરીને વધુ માહિતી ઘરે બેઠા મેળવી શકો છો.
● PM કિસાન સમ્માન નિધિ યોજના E mail Id :-
pmkisanict@gov.in
● PM કિસાન યોજના હેલ્પલાઈન નંબર :-
● 1800115526
● 011 - 23381092
ઉપર આપેલ ટોલ ફ્રી નંબર પર કોલ કરીને આ યોજનાની વિસ્તૃત માહિતી મેળવી શકો છો.
PM કિસાન સમ્માન નિધિ યોજનાના કેટલા હપ્તા તમારા બેંક ખાતામાં જમા થયા તે જાણવા માટે નીચે પ્રમાણે પ્રોસેસ કરવાથી જાણી શકશો.
● સૌપ્રથમ તમારે PM કિસાન ની ઓફિશિયલ વેબસાઈટ પર જવાનું રહેશે. જે વેબસાઈટ નીચે આપેલ છે.
● ત્યારબાદ તમારે Know your Registration No. પર ક્લિક કરવાનું રહેશે.
● પછી તમારી સામે એક પેજ ખુલશે જેમાં તમારે તમારો ચાલુ હોય તે મોબાઈલ નંબર અને Captcha નાખીને Get Mobile OTP પર ક્લિક કરવાનું રહેશે.
● ત્યાં ક્લિક કરશો એટલે તમારા મોબાઈલ નંબર પર એક 4 અંકનો OTP આવશે.જે OTP નાખીને નીચે આપેલ Get Details બટન પર ક્લિક કરવાનું રહેશે.
● ત્યાં ક્લિક કરશો એટલે તમારી સામે તમારો રજીસ્ટ્રેશન નંબર અને નામ બંને દેખાશે.
● આ રજીસ્ટ્રેશન નંબર અને કેપ્ચા કોડ નાખીને તમે તમારા ખાતામાં કેટલા હપ્તા જમા થયા તે જોઈ શકો છો. અને ekyc નું સ્ટેટ્સ પણ ચેક કરી શકો છો.
આ પણ વાંચો :- GPCL ભરતી 2023 ઓનલાઈન અરજી માટે અહીં ક્લિક કરો
*****મહત્વપૂર્ણ પ્રશ્ન******
● PM કિસાન સમ્માન નિધિ યોજનાનો 13 મો હપ્તો ક્યારે જમા કરવામાં આવશે ?
> 27 ફેબ્રુઆરી, 2023 બપોરે 3:00 કલાકે નરેન્દ્ર મોદી દ્વારા કર્ણાટક રાજ્યના બેલગાવીથી જમા કરવામાં આવશે.
નોંધ
અમારો હેતુ આ આર્ટિકલ દ્વારા તમને માહિતી પહોંચાડવાનો છે. આ આર્ટિકલ વાંચવા બદલ તમારો આભાર.
Technically navin Homepage | અહી ક્લિક કરો |
---|---|
Official website | અહી ક્લિક કરો |
Beneficiary Status | અહી ક્લિક કરો |
Beneficiary List | અહી ક્લિક કરો |
0 Comments
आपको हमारी पोस्ट अच्छी लगी हो तो कॉमेंट जरूर करें।