💥 Godown Yojana Gujarat - 2023 :-
ખેડૂતો માટે ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના બહાર પાડવામાં આવી છે. ખેડૂતો મહેનત કરીને પોતાના ખેતરમાં પાક વાવે છે. પાક તૈયાર થાય ત્યારે ખેડૂતો ને પાકને ચોમાસાની ઋતુ, વાવાઝોડા, કે માવઠું થાય ત્યારે પાક બગડવાની ચિંતા હોય છે. પાકને સંગ્રહ કરવાની ચિંતા હોય છે. પાકને સંગ્રહ કરી શકતા નથી.
ગુજરાત સરકારે ખેડૂતોની ચિંતા ને ધ્યાનમાં લઈને મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના અમલમાં મૂકી છે. આ યોજના ગુજરાત રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી દ્વારા ચાલુ કરવામાં આવી હતી. આજે આ આર્ટિકલ માં ગોડાઉન યોજના વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું.
ગુજરાત મુખ્યમંત્રી ગોડાઉન યોજના ગુજરાતના ખેડૂતોને ખૂબ જ લાભદાયક સાબિત થશે. આ યોજના ખેડૂતોએ તૈયાર કરેલ પાક સંગ્રહવા માટે અમલમાં મૂકવામાં આવી છે. ખેડૂતો તૈયાર થયેલ પાક સુરક્ષિત સાચવી શકે તે માટે ખેડૂતોને પાકને રાખવા માટે શેડ બનાવવા માટે ગુજરાત સરકાર રૂ. 30000/- ની સહાય આપે છે. ગુજરાત સરકારની આ યોજના હેઠળ સહાય મેળવીને શેડ તૈયાર કરે જેમાં ખેડૂત પાકને સાચવી શકે અને જ્યારે બજારમાં સાચવી રાખેલ પાકનો ઊંચો ભાવ આવે ત્યારે તે પાક બજારમાં વેચીને ઊંચી કિંમત મેળવી શકે.
💥 આપણે આ યોજના વિશે થોડી માહિતી મેળવીશું.
● યોજનાનું નામ :- મુખ્યમંત્રી પાક સંગ્રહ ગોડાઉન 2023
● અરજી કરવાની શરૂઆત ની તારીખ :- 01/04/2022
● અરજી કરવાની છેલ્લી તારીખ :- 31/03 2023
● આ યોજના કોના દ્વારા અમલમાં મૂકવામાં આવી :- ગુજરાત રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ના હસ્તે
● યોજનાના લાભાર્થીઓ :- ગુજરાત રાજ્યના ખેડૂતો
● રાજ્ય :- ગુજરાત
● લાભ :- પાકના રક્ષણ માટે
મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના હેઠળ એક શેડ દીઠ ખેડૂતને રૂપિયા 30000/- આપવામાં આવે છે.
ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને આ યોજના હેઠળ 1.25 લાખ કરોડ રૂપિયા ગોડાઉન સહાય માટે આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
આ યોજના હેઠળ ગુજરાત રાજ્યના ખેડૂતોને 2.32 લાખ ટન પાકનો સંગ્રહ થઈ શકશે.
💥 મુખ્યમંત્રી પાક સંગ્રહ ગોડાઉન યોજનાનો મુખ્ય હેતુ :-
આ યોજના દ્વારા ગુજરાત સરકાર પાકને થતું નુકસાન રોકવા માટે ગુજરાત સરકાર ખેડૂતોને આર્થિક સહાય આપે છે. આ યોજનાનો મુખ્ય હેતુ ખેડૂતોને આ આર્થિક સહાય આપીને ખેડૂતોને મજબૂત બનાવવા નો અને પાકનું રક્ષણ કરવાનો છે.
★ આ યોજનામાં અરજી કરતાં પહેલાં નીચે આપેલ દરેક સૂચના અને શરતો વાંચ્યા બાદ અરજી કરવા વિનંતી. ★
💥 પાક સંગ્રહ ગોડાઉન યોજના નો લાભ લેવા માંગતા ખેડૂતોની પાત્રતા અને તેની શરતો વિશે માહિતી :-
આ યોજનાની મુખ્ય શરતો નીચે મુજબ છે. જે ખેડૂત દ્વારા આ શરતોનું પાલન થતું હશે તે ખેડૂત આ યોજનાનો લાભ લેવા માટે હકદાર ગણાશે. અને તે ખેડૂતને ગોડાઉન બનાવવા માટે સહાય મળવાપાત્ર થશે.
👉 આ યોજનામાં અરજી કરનાર ખેડૂત ગુજરાત રાજયમાં નિવાસ કરતો હોવો જોઈએ.
👉 આ યોજનાનો લાભ ગુજરાત રાજ્યના તમામ ખેડૂત મિત્રો લઈ શકે છે.
👉 અરજી કરનાર ખેડૂત પોતાની જમીન ધરાવતો હોવો જોઈએ.
👉 ખેડૂત પોતાના જીવન દરમિયાન આ યોજનાનો લાભ એક જ વખત લઈ શકે છે. આ યોજનાની સહાય ખેડૂતને એક જ વખત મળે છે.
👉 આ ગોડાઉન યોજનાનો લાભ લેવા માટે ખેડૂતે ઓનલાઈન અરજી કરવાની રહેશે.
👉 અરજી કરવા માટે ખેડૂતે આઈ ખેડૂત પોર્ટલ ની સત્તાવાર વેબસાઈટ પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
💥 મુખ્યમંત્રી પાક સંગ્રહ ગોડાઉન યોજનાની અરજી કરવા માટે નીચે મુજબના ડોક્યુમેન્ટ ની જરૂર પડશે.
● આધાર કાર્ડ
● રહેઠાણ નો પુરાવો
● ખેડૂતના બેંક પાસબુક ની ઝેરોક્ષ
● પાસપોર્ટ સાઈઝ નો ફોટો
● મોબાઈલ નંબર
● ખેડૂતની જમીનના 7/12 , અને ૮ અ ના ઉતારા
● જો ખેડૂતની જમીનમાં ભાગીદારી હોય તો સંમતિ પત્ર
● રેશનકાર્ડ
💥 ઓનલાઈન અરજી કરવાની માહિતી
👉 સૌપ્રથમ આઈ ખેડૂત પોર્ટલ ની ઓફિશિયલ વેબસાઈટ પર જવાનું રહેશે.
👉 ઓફિશિયલ વેબસાઈટ નીચે આપેલ છે.
👉 ત્યારબાદ અન્ય યોજનાઓના વિભાગમાં 4 નંબર ના કોલમમાં ગોડાઉન સ્ક્રીમ - 25 % કેપિટલ સબસિડી વિકલ્પ પસંદ કરવાનો રહેશે.
👉 નવી અરજી કરવા ક્લિક કરો તેના પર ક્લિક કરવાનું રહેશે.
👉 ત્યારબાદ અરજીમાં સુધારા વધારા માટે અરજી અપડેટ કરવા ક્લિક કરો તેના પર ક્લિક કરવાનું રહેશે.
👉 અરજી બરાબર થયા બાદ તેને કન્ફર્મ કરો.
👉 કન્ફર્મ થયેલ અરજીની પ્રિન્ટ કાઢીને પોતાની પાસે રાખી લેવી.
💥 અરજી કરતા પહેલા મહત્વપૂર્ણ સૂચનાઓ :-
👉 જે વિગતો આગળ લાલ * છે તે વિગતો ફરજિયાત ભરવાની રહેશે.
👉 અરજી અપડેટ/કન્ફર્મ કરવા અરજી નંબર સાથે જિલ્લો, સહકારી મંડળી જે - તે અરજી કરતી વખતે આપેલ હશે તે પસંદ કરવાના રહેશે.
👉 અરજી કન્ફર્મ થઈ ગયા પછી અરજી અપડેટ થશે નહીં.
👉 અરજી કન્ફર્મ થઈ ગયા પછી જ અરજીની પ્રિન્ટ લઈ શકાશે.
👉 જો બેંકનું નામ લિસ્ટમાં ના મળે તો નજીકની જિલ્લા રજીસ્ટર કચેરીનો સંપર્ક કરવો.
👉 અરજી સેવ કરતા જો અરજી નંબર જનરેટ ના થાય તો સૂચનાઓની ઉપરની લાઈનમાં મેસેજ વાંચવો.
👉 વ્યક્તિગત લાભાર્થીના કેસમાં આધારકાર્ડ ની વિગત આપવી ફરજિયાત છે.
👉 આધારકાર્ડ નંબર બેંક ખાતા સાથે લિંક કરેલ હોવો જોઈએ.
Important Link
આ આર્ટિકલ વાંચવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર
0 Comments
आपको हमारी पोस्ट अच्छी लगी हो तो कॉमेंट जरूर करें।