સફળ કારકિર્દી માટે યોગ્ય માર્ગદર્શનની જરૂરિયાત

મિત્રો આપના જીવનમાં આપણે અભ્યાસ કરતાં હોઈએ ત્યારે અભ્યાસને લગતી અનેક પરીક્ષાઓ આવે છે. જેમાં ઘણા વિધાર્થીઓ ખુબ જ સારા માર્ક સાથે પાસ થાય છે. અમુક વિધાર્થીઓ નાપાસ પણ થાય છે. અમુક ને ખુશી પણ થાય છે અને અમુકને દુ;ખ પણ થાય છે.

 
આવી રીતે જીવનમાં પણ અનેક પરીક્ષાઓ આવ્યા કરે છે. જીવનમાં ડગલે ને પગલે મુશ્કેલીઓ આવે છે જેનો આપણે સામનો કરીએ છીએ. જીવનમાં આવેલ મુશ્કેલીઓનો સામનો કરવા માટે જીવનમાં આપણને કોઈકના માર્ગદર્શનની જરૂર પડતી હોય છે. દુનિયાની દરેક વ્યક્તિને પોતાના જીવનમાં ક્યારેક ને ક્યારેક તો યોગ્ય માર્ગદર્શન કે સલાહ સૂચનની જરૂર પડતી હોય છે. જેમાં કે , રણભૂમિમાં ઊભેલા શ્રેષ્ઠ ધનુર્વીર અર્જુન પણ પોતાના સબંધીઓ સામે યુદ્ધ કરતાં વિષાદ અનુભવતા હતા. ત્યારે અર્જુનને પણ યોગ્ય માર્ગદર્શનની જરૂર પડી હતી અને તેમણે આ વિષાદમાંથી બહાર નીકળવા માટે ભગવાન શ્રીકૃષ્ણએ જ અર્જુનને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. 
👉 મહાન ક્રિકેટર સચિન તેંડુલકરને પણ પોતાનું ઉત્તમ કેરિયર બનાવવા માટે માર્ગદર્શનની જરૂર પડતી હતી. અને તેઓ પોતાના ગુરુ એવા રમાકાંત આચરેકર પાસેથી માર્ગદર્શન મેળવતા હતા.
 
👉 આપના જીવનમાં માર્ગદર્શક કોઈપણ હોઈ શકે ? માર્ગદર્શકના રૂપમાં તે તમારા માતા-પિતા હોઈ શકે, તમારા શિક્ષક કે ગુરુ હોઈ શકે, કોઈ પુસ્તક હોઈ શકે , કે પછી કોઈ મિત્ર કે સબંધી પણ હોઈ શકે છે. તમારા જીવનમાં માર્ગદર્શક કોને બનાવવા તે દ્વિધામાં છો તો તેનો ઉકેલ પણ છે. - તમારા જીવનમાં માર્ગદર્શક એ છે કે જેના વિચાર , વાણી, વર્તન, અને વ્યવહારમાં સાતત્ય હોય.
 
👉 તમે જરા કલ્પના કરી જુઓ , કે તમે કાર ચલાવી રહ્યા છો અને તમે કોઈ અજાણી જગ્યાએ જઈ રહ્યા છો. તો વિચારો કે તમે શું કરશો ? એજ કે તમે કોઈને પૂછી પૂછીને આગળ વધતાં રહેશો અને છેવટે તમે તમારા નિશ્ચિત સ્થાન પર પહોચી જશો. કે પછી તમારી પાસે સ્માર્ટ ફોન હશે તો તમે તેમાં ગૂગલ મેપમાં જી.પી.એસ. ચાલુ કરીને તમે તમારા નિશ્ચિત સ્થાન પર પહોચી જશો. બસ આજ પ્રમાણે તમારે તમારા જીવનમાં કોઈપણ ધ્યેય પ્રાપ્ત કરવો હોય તો તમારા જીવનમાં યોગ્ય માર્ગદર્શન ખૂબ જ જરૂરી છે. 

👉 તમે જીવનમાં યાદ રાખો , યોગ્ય માર્ગદર્શન એ એક એવું પ્રેરણાત્મક પરિબળ છે જેના દ્વારા કોઈપણ વ્યક્તિ પોતાની ઉત્તમાં કારકિર્દી બનાવી જ શકે છે. 

👉 દુનિયાની દરેક સફળ વ્યક્તિએ યોગ્ય માર્ગદર્શન દ્વારા જ ઉત્તમ સફળતા મેળવી હોય છે. જેમ કે આપણે અગાઉ ચર્ચા કરી તેમ મહાન બેટ્સમેન એવા સચિન તેંડુલકરે પોતાના ગુરુ એવા રમાકાંત આચરેકર પાસેથી ક્રિકેટનું માર્ગદર્શન મેળવ્યું.
 
👉 સ્વામી વિવેકાનંદ પોતાના બાળપણમાં ખૂબ જ તેજસ્વી હતા છતાં પોતાના ભવિષ્યને લઈને તેઓ અનેક મુઝવણોથી ઘેરાયેલા હતા પણ શ્રી રામકૃષ્ણપરમહંસ પાસેથી મેળવેલ આદ્યાત્મિક જ્ઞાનરૂપિ માર્ગદર્શનથી જ તેમના જીવનમાં એક સકારાત્મક વળાંક આવ્યો. 
ભારતીય ક્રિકેટ ટીમના સૌથી સફળ કપ્તાન એવા મહેન્દ્રસિંહ ધોનીએ કેશવ રંજન બેનર્જી પાસેથી ક્રિકેટના પાઠ શીખ્યા. 

👉 છત્રપતિ શિવાજી મહારાજને તો આપણે સૌ જાણીએ છીએ તેઓએ પોતાના ગુરુ એવા સ્વામી રામદાસ પાસેથી જ એક ઉત્તમ યોદ્ધા બનવાનું માર્ગદર્શન અને તાલીમ મેળવી અને તે દ્વારા જ તેઓ એક મહાન યોદ્ધા અને ખૂબ જ લોકપ્રિય રાજા બન્યા. 

હવે આપણે પણ જીવનમાં કોઈ એક માર્ગદર્શક નક્કી કરી લો અને તમને સતાવતી સમસ્યાઓ વિશે ચર્ચા કરી જુઓ, તમને જીવનમાં સતાવતી સમસ્યાનો ઉકેલ મળી જશે. પણ આપના જીવનમાં યોગ્ય માર્ગદર્શક શોધવો જોઈએ જેથી આપના જીવનમાં આવેલી સમસ્યાનો ઉકેલ શોધવામાં આપણને યોગ્ય માર્ગદર્શન પૂરું પડે, નહિતર અત્યારે એવા માર્ગદર્શકો જોવા મળે છે જે આપની સમસ્યાઓને બીજાઓ પાસે આપની નિંદા કરતાં હોય છે. આપણને જીવનમાં નીચે પાડવા માટે પીઠ પાછળ ઘા કરતાં હોય છે. આપના જીવનમાં વિશ્વાશુ માર્ગદર્શક હોવો જોઈએ.     
અહી જીવન પરિવર્તક માર્ગદર્શન રૂપી કેટલીક શ્રેષ્ઠ બાબતો દર્શાવી છે. જે આપણને આપના જીવનમાં સફળ કારકિર્દી ઘડવા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે.
 
👉 જે વિદ્યાર્થીઓએ ધોરણ- 10 અને 12 ની પરીક્ષા પાસ કરી છે એવા વિદ્યાર્થીઓ માટે આગળ કયો અભ્યાસ કરવો તે માટેની સંપૂર્ણ માહિતી આપતી બુક નીચે આપેલ લિંક પરથી ડાઉનલોડ કરી શકો છો.


તમે તમારા જીવનમાં એક ઉત્તમ ગુરુ -માર્ગદર્શક રાખો, નિષ્ફળતાને પચાવતા શીખો, પોતાની જાતને પ્રેમ કરો, વિનમ્ર વ્યક્તિત્વ કેળવો, તમારું ધ્યેય નક્કી કરો, કયાં શિખતા રહો, જીવનમાં એક વિધાર્થી બનીને રહો, વધારે સાંભળો, આતુરતા કેળવો અને પ્રશ્નો પુછો તેમજ જીવનમાં પુસ્તકો વાંચવાની ટેવ પાડો. 

💥 આ પણ વાંચો :- 

Post a Comment

0 Comments