તમે તમારા ગામમાં કેટલા રેશનકાર્ડ ધારકો છે તેની માહિતી પણ ઓનલાઈન મેળવી શકો છો. તમે તમારા ગામના LPG કનેક્શન રેશનકાર્ડ ધારકોની યાદી, PNG રેશનકાર્ડ ધારકોની યાદી તથા રેશનકાર્ડની તમામ માહિતી ઘરે બેઠા ઓનલાઈન મેળવી શકો છો.
આ લેખ વાંચવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર .
તમારા રેશનકાર્ડ ને લગતી માહિતી
● તમારા રેશનકાર્ડ ને લગતી માહિતી મેળવવા માટે પ્રથમ તો તમારે ઓફિશિયલ વેબસાઈટ પર જવું પડશે.
● ઓફિશિયલ વેબસાઈટ પર ગયા પછી રેશનકાર્ડ વિભાગમાં
તમારા રેશનકાર્ડ વિગતોની ઓનલાઈન તાપસ/ખાતરી કરો
પર ક્લિક કરવાનું રહેશે.
● પછી તમારે
તમારા રેશનકાર્ડ ની વિગત
પર ક્લિક કરવાનું રહેશે.
● પછી તમારે બારકોડ રેશનકાર્ડ નંબર દાખલ કરવાનો રહેશે.
● પછી નીચે ચકાસણી કોડ દાખલ કરવાનો રહેશે.
● ચકાસણી કોડ દાખલ કરીને પછી નીચે આપેલ Search બટન પર ક્લિક કરવાનું રહેશે.
● Search બટન પર ક્લિક કરશો એટલે તમારું રેશનકાર્ડ કોના નામે છે. તમારા રેશનકાર્ડ ની કેટેગરી કઈ છે ,તમારા રેશનકાર્ડ માં કેટલા સભ્યોના નામ છે, તમારા રેશનકાર્ડ પર LPG ગેસ કનેક્શન છે કે નહીં તેની માહિતી, તમને રેશનકાર્ડ પર કેરોસીન મળવાપાત્ર છે કે નહીં તેની માહિતી મેળવી શકાય છે.
● પછી તમે રેશનકાર્ડ ધારકના નામ પર ક્લિક કરશો એટલે તમારા રેશનકાર્ડ માં કેટલા સભ્યોના નામ છે , સભ્યોની તમામ વિગત તમને ઓનલાઈન જોવા મળશે.
ઘરે બેઠા તમે વિસ્તાર મુજબ તમારા જિલ્લામાં કેટલા રેશનકાર્ડ ધારકો છે. તેની માહિતી જાણી શકો છો.
● પ્રથમ તો તમારે નીચે આપેલ ઓફિશિયલ વેબસાઈટ પર જવાનું રહેશે.
● વિસ્તાર મુજબની રેશનકાર્ડ વિગતો - એન. એફ. એસ. એ.
પર ક્લિક કરવાનું રહેશે.
● પછી વર્ષ સિલેક્ટ કરવાનું રહેશે.
● વર્ષ સિલેક્ટ કર્યા પછી ચકાસણી કોડ દાખલ કરવાનો રહેશે.
● ચકાસણી કોડ દાખલ કરીને Search પર ક્લિક કરવાનું રહેશે.
● Search પર ક્લિક કરશો એટલે જિલ્લા વાઇઝ રેશનકાર્ડ ની યાદી તમારી સામે દેખાશે.
● પછી તમે તમારા જિલ્લા પર ક્લિક કરશો એટલે તાલુકા વાઇઝ લિસ્ટ તમારી સામે દેખાશે.
● તમે તમારા તાલુકા પર ક્લિક કરશો એટલે તાલુકાના તમામ ગામના લિસ્ટ જોવા મળશે.
● તેમાં તમારા ગામમાં કેટલા રેશનકાર્ડ APL, કેટલા રેશનકાર્ડ BPL, કેટલા રેશનકાર્ડ AAY છે તે જાણી શકો છો.
આ પણ વાંચો ;-
ગુજરાત રેશનકાર્ડ લિસ્ટ 2023 માં તમારું નામ છે કે નહી ચેક કરો
તમારા રેશનકાર્ડ પર મળવાપાત્ર જથ્થો જાણો

0 Comments
आपको हमारी पोस्ट अच्छी लगी हो तो कॉमेंट जरूर करें।