મિત્રો સામાન્ય રીતે દેશમાં રહેતા દરેક નાગરિકને રેશનકાર્ડ મેળવવાનો અધિકાર છે. તેથી કુટુંબના વડાએ જેતે વિસ્તારના તાલુકા મામલતદાર કે ઝોનલ કચેરીમાં આધાર પુરાવાઓ સાથે નિયત કરેલા ફોર્મમાં જરૂરી વિગતો ભરીને પોતાનું રેશનકાર્ડ મેળવી શકે છે. રેશનકાર્ડ અત્યારે એક સરકારી ડૉક્યુમેન્ટ બની ગયું છે.
આજે આપણે રેશનકાર્ડ પર કેટલું અનાજ મળવાપાત્ર છે.તેના વિશે માહિતી પ્રાપ્ત કરિશી. APL, BPLકે અંત્યોદય હેઠળનું રેશનકાર્ડ હોય તો તેમને કેટલું અનાજ મળવા પાત્ર છે તે આપણે જાણીશું. રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ લાભાર્થીઓને આ મહિનામાં પોતાનો આધાર નંબર લિન્ક કરીને ગુજરાતમાં આવેલ તમામ રેશનિંગ દુકાનો પર મળતી વસ્તુઓ કેટલી મળશે તેનું લિસ્ટ સરકારે બહાર પાડી દીધું છે.
● તમને તમારા રેશનકાર્ડ પર વ્યક્તિદીઠ કેટલું અનાજ મળવાપાત્ર તે જાણવા માટે નીચે આપેલી લિન્ક પર ક્લિક કરીને જાની શકો છો.
● તમે ઉપરની લિન્ક પર ક્લિક કરશો એટલે એક પેજ ખુલશે.
● જેમાં સૌથી ઉપરના ખાનામાં રેશનકાર્ડ નંબર નાખવાનો રહેશે.
● પછી તેની નીચે ચાર આંકડાનો Captcha Code બાજુના ખાનામાં નાખવાનો રહેશે.
● Captcha Code નાખીને તેની નીચે View / જુઓ બટન પર ક્લિક કરવાનું રહેશે.
● બટન પર ક્લિક કરશો એટલે તમને મળવા પાત્ર જથ્થો દેખાશે.
આમ તમે તમારા રેશનકાર્ડ પર દર મહિને વ્યક્તિદીઠ કેટલું અનાજ મળવાપાત્ર છે. તે તમે ઘરે બેઠા જાણી શકો છો.
આ પણ વાંચો :-
1 Comments
Good
ReplyDeleteआपको हमारी पोस्ट अच्छी लगी हो तो कॉमेंट जरूर करें।