ગૌણ સેવા પસંદગી મંડળ વર્ગ - 3 ભરતી લિસ્ટ 2024 જાહેર

● ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ વર્ગ - 3 ભરતી લિસ્ટ જાહેર :- 


આ આર્ટિકલ માં વર્ષ 2024 માં આવનાર ગૌણ સેવા પસંદગી મંડળ વર્ગ - 3 ભરતીનું લિસ્ટ ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.



કયા વિભાગમાં કેટલી જગ્યા પર ભરતી થવાની છે તેના વિશે માહિતી મેળવીશું. વર્ષ 2024 માં પાંચ હજારથી વધારે સરકારી જગ્યા પર  ભરતી કરવામાં આવશે. 
રાજ્યના સામાન્ય વહીવટ વિભાગે ગુરુવારે સાંજે વર્ગ -3 ની જગ્યાઓ માટે ભરતી પરીક્ષા માટેના નવા નિયમો પ્રસિદ્ધ કર્યા છે. 


● ગૌણ સેવા પસંદગી મંડળ વર્ગ - 3 પરીક્ષા નવો નિયમ :- 

નવા નિયમો મુજબ હવે વર્ગ - 3 ની ભરતી બે તબક્કામાં અર્થાત પ્રિલીમ્સ અને મુખ્ય એમ બે પરીક્ષા દ્વારા યોજવામાં આવનાર છે. જેમાં પ્રિલીમ્સ નું 100 માર્કસનું પેપર તમામ જગ્યાઓના ઉમેદવારો માટે વૈકલ્પિક પ્રશ્નો ધરાવતું સમાન સરખું રહેશે. જ્યારે મેઈન્સનું પેપર જુનિયર ક્લાર્ક સિવાયની જગ્યાઓ માટે વર્ણનાત્મક રહેશે તથા  જુનિયર ક્લાર્ક માટે એક થી વધુ વિકલ્પો ધરાવતા જવાબો સાથેનું પ્રશ્નપત્ર રહેશે. 

● વર્ગ - 3 પરીક્ષા પદ્ધતિ નો સિલેબસ :- 


Reasoning :- 40 marks

Quantitative Aptitude :- 30 marks

English :- 15 marks

Gujarati :- 15 marks

Total :- 100 marks


● પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર :- 


પરીક્ષા પદ્ધતિ માં ફેરફાર બાદ ગૌણ સેવા પસંદગી મંડળે શુક્રવારે સવારે વર્ષ 2024 ના આરંભે પાંચ હજાર થી વધારે જગ્યાઓ ભરવા માટે જાહેરાત પ્રસિદ્ધ કરવાની તૈયારી બહાર પાડી હતી. જેમાં જુનિયર અને સિનિયર કલાર્કની ત્રણ હજારથી વધારે જગ્યાઓ ઉપરાંત રાજ્યભરમાં કલેકટરોની કચેરીમાં હાલમાં આઉટસોર્સીગ કે પછી કરાર આધારિત કર્મચારીઓ થી જે જગ્યાઓનું સંચાલન થઈ રહ્યું છે તેવી 600 જેટલા કલાર્કની ભરતી માટેની જાહેરાત નો પણ સમાવેશ થાય છે. 


● Holding of Examination :- 

The Board on receiving the requisition from the Government shall hold a combined competitive examination for the selection of candidates for recruitment to the posts  specified in Appendix - A. 


● વર્ષ 2024 માં વિવિધ વિભાગોમાં ભરવાપાત્ર જગ્યાઓનું લિસ્ટ :- 



પોસ્ટનું નામ ભરવાપાત્ર જગ્યા
● જુનિયર ક્લાર્ક 2500
● સિનિયર ક્લાર્ક 550
● કલેક્ટર કચેરી ક્લાર્ક 600
● ઓફીસ આસિસ્ટન્ટ 200
● હેડ ક્લાર્ક 150
● સંશોધન અધિકારી 100
● સબ રજીસ્ટ્રાર 100
● સમાજ કલ્યાણ નિરીક્ષક 160
● આસિસ્ટન્ટ TDO 60
● આંકડા મદદનીશ 90
● મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી 09
● નાગરિક પુરવઠા નિગમ ડેપો મેનેજર 370
Click Now

Post a Comment

0 Comments