પંચમહાલ જિલ્લો

          પંચમહાલ એટલે 'પાંચ મહાલનો પ્રદેશ.' સિંધિયાકાળથી ગોધરા , કાલોલ, હાલોલ, દાહોદ અને ઝાલોદ એમ પાંચ મહાલોનો સમૂહ પંચમહાલ તરીકે ઓળખાય છે. આધશક્તિ પીઠધામ પાવાગઢની પાવન ભૂમિના લીધે ભારતભરમાં શ્રદ્ધાળુઓ માટે આદરભર્યું સ્થાન ધરાવે છે. 


         સિંધિયાના રાજ્ય શાસનકાળમાં સિંધિયાના સુબા જે મહાલોનો વહીવટ કરતાં હતા તેનું મુખ્ય મથક પાવાગઢ હતું. તેથી પંચમહાલ જિલ્લાના મધ્યકાલીન ઈતિહાસમાં ચાપાનેરશહેર અને પાવાગઢ ડુંગર કેન્દ્ર સ્થાને હતા. અણહીલવાડના પ્રથમ રાજા વનરાજ ચાવડાના સમયમાં સાતમી સદીમાં ચાંપાનેરની સ્થાપના થઈ હોવાનું મનાય છે.
પ્રાચીન ચાંપાનેર ચાલુક્ય શાસનનું પાટનગર હતું. મોગલ સામ્રાજ્ય દરમિયાન ઈ.સ. 1573 થી 1727 ના સમયગાળામાં ગોધરા પંચમહાલનું વડુ મથક બન્યું હતું. આ એક સમયે પુષ્કળ પ્રમાણમાં ચંદનના વૃક્ષો અને જંગલી હાથીઓના પ્રદેશ તરીકે પંકાયેલો આ જિલ્લો બ્રિટિશ સલ્તનત સમયે મુંબઈ પ્રાંતનો એક ભાગ ગણાતો હતો. 

💥 સાત કમાનો :- 

      તળેટીથી માંચી સુધી અને માંચીથી મૌલિયાટૂક સુધીના પર્વતીય વિસ્તારમાં પ્રાચીન કાળની ભવ્ય જાહોજલાલી પ્રતીતિ કરાવતા કિલ્લેબંધ કમાનાકારેદરવાજા , ટંકશાળ, ખંડેર, મહેલાતો અને વિશાળ ગિરિદર્ગ ભગ્નાવશેષરૂપે  પથરાયેલા પડ્યા છે. અટક દરવાજાથી શરૂ થઈ બુઢિયા દરવાજા સુધીની કિલ્લેબંધી ધરાવતી હારમાળાની સૌથી ઊંચે દુર્ગની રાંગમાં દૂરથી રળિયામણી કમાનો જોવા મળે છે. સાત કમાન તરીકે ઓળખાતી આ ઇમારત સફાઈદાર પથ્થરોની બનેલી છે. વિશાળ મંડપ સ્વરૂપે રચાયેલ સાત કમાનોમાં તત્કાલિન શાસનકર્તાઓ ગુપ્ત બેઠક યોજના તથા રાજવી પરિવાર આનંદ - પ્રમોદ માટેના સ્થળ તરીકે ઉપયોગ કરતાં હોવાનું માનવામાં આવે છે. 

💥 લકુલીશ મંદિર :- 

          પાવાગઢ ડુંગર ઉપર છાસિયા તળાવની મધ્યે દક્ષિણ દિશાએ આવેલ સૌથી પ્રાચીન ગણાતું લકુલીશ મંદિર ગિયારમાં સૈકાના શિલ્પ સ્થાપત્યની સાક્ષીરૂપે છે. જેને શ્રી મહાકાળી માતાજીના પ્રમુખ ભૈરવ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ લકુલીશ મંદિરની દીવાલો પર મનોહર શિલ્પોની કોતરણી કરવામાં આવી છે.  આ શિવ મંદિર ખંડિત હાલતમાં છે. 

💥 નવલખા કોઠાર :- 

         પાવાગઢ પર્વતના સૌથી ઊંચા શિખરની ઉતરે મૌલિયાટૂંકના મેદાની ભાગમાં વિસ્તરેલ ખીણ  'નવલખી ખીણ' તરીકે ઓળખાય છે. અહી નવલખા કોઠાર નામે ખ્યાતિ પામેલ પ્રાચીન ઇમારત મોગલકાળની સ્થાપત્ય કલાની ઝાંખી કરાવે છે. નવલખી ખીણની ધાર ઉપર પ્રસ્થાપિત વિશાળ ગુંબજ ધરાવતા સાત ખંડોની ટી આકારની  આ ઈંટેરી ઈમારત પ્રાચીન કાળમાં અનાજ સંગ્રહ માટેના કોઠાર તરીકે ઉપયોગમાં લેવામાં આવતી હોવાનું માનવામાં આવે છે.
 
💥 કુંડ :- 

        નવલખા કોઠારની ઉત્તર દિશાએ આગળ વધતી ખીણની ધારે પ્રાચીન સમયના ત્રણ વિશાળ કુંડ આવેલા છે. આ ત્રણેય કુંડ ગંગા, જમુના અને સરસ્વતીના નામથી ઓળખવામાં આવે છે. આ પૈકી પ્રથમ બે કુંડ પથ્થરના ચણતરવાળા લંબચોરસ આકારના છે. જ્યારે ત્રીજો કુંડ ચોરસ આકારનો ઈંટ અને ચુનાથી બંધાયેલ હોવાનું જણાય છે. આ ત્રણેય કુંડનો ઉપયોગ વિપુલ પ્રમાણમાં શુદ્ધ પાણીનો સંગ્રહ કરવા થતો હતો.  

💥 ખાપરા - ઝવેરીનો મહેલ :- 

           માંચીની જૂની પગદંડી તરફ આગળ જતાં માર્ગ ઉપર પાંચ સાત મિનિટના અંતરે વિશ્વામિત્રી નદીની ઊંડી ખીણની કિનારા પર બંધાયેલ પ્રાચીન મહેલ ખાપરા ઝવેરીના મહેલ તરીકે ઓળખાય છે. પ્રાચીન કાળમાં સાત માળ ધરાવતાં 'અદ્ધર ઝરૂખા મહેલ' તરીકે ખ્યાતી પામેલ આ ભવ્ય ઈમારત પ્રવાસીઓમાં ભારે આકર્ષણ જન્માવેલ છે. કુદરતે અહીંયા મનભરીને સૌંદર્ય પાથર્યું છે. જો કે આ સાત માળ પૈકીનો ભોંયતળિયાનો એક ખંડ માત્ર અવશેષરૂપે નિહાળી શકાય છે. અહીં પહોંચવા માટે સીધા અને કપરા ચઢાણવાળા પગથિયાંનો ઉપયોગ કરવામાં આવે છે. 

💥 વૈશ્વિક વિરાસત - ચાંપાનેર :- 

             રમણીય પાવાગઢ પર્વતની તળેટીમાં વસેલુ અનેક શિલ્પ સ્થાપત્યો અને જાહોજલાલીપૂર્ણ ઈમારતોનો  ભવ્ય ઐતિહાસિક વારસો ધરાવતું નગર એટલે ચાંપાનેર , ભારતીય પુરાતત્વીય સર્વેક્ષણ અનુસાર ખડચંપાના રંગની આ ભૂમિ પર વનરાજ ચાવડાના મંત્રી ચાંપાએ ચાંપાનેર નગર વસાવ્યું હોવાનું મનાય છે. ઇ.સ. ની પ્રથમ સહશ્ત્રાબ્દીમાં અહી માનવ વસવાટ થયો હતો. અને આશરે ઈ.સ. 1300 માં ચૌહાણ કુળના રાજવીઓએ ચાંપાનેર નગરીને રાજધાની તરીકે સ્થાપના કરી હતી. આ રાજવીઓની સ્વતંત્રતા ઈ.સ. 1484 સુધી ટકી હોવાનો ઉલ્લેખ છે. 184 વર્ષ સુધી સ્વતંત્ર રહેલા પાવાગઢ ચાંપાનેરમાં વિજેતા મહેમુદ બેગડાએ પોતાની રાજધાની બનાવી તેને મહમ્મદબાદ નામ આપ્યું. 

💥 બુઢીયો દરવાજો :-
 
       પાવાગઢ પર્વત ઉપર વિશાળ હારમાળામાં નજરે પડતાં જુદા - જુદા પ્રાચીન દરવાજાઓ અહી પ્રાચીન નગરી હોવાનું પ્રસ્થાપિત કરે છે. તળેટીથી પાવાગઢ પર્વત ઉપર જતાં વ્યૂહાત્મક રીતે સંરક્ષણ બક્ષતા અને ઊંચા ઊંચા અભેદ ગણાતા દુર્ગમાં અટક દરવાજા , બુઢીયા દરવાજા અને લાલી દરવાજાના નામથી પ્રચલિત મજબૂત દરવાજા પ્રવાસીઓ માટે ભારે આકર્ષણરૂપ બની રહ્યા છે. માંચી તરફ આગળ વધતાં દુર્ગનો છેલ્લો દરવાજો લાલી દરવાજા તરીકે ઓળખાય છે. આ લાલી દરવાજાની પાસે આવેલ પ્રાચીન ઇમારત ટંકશાળ તરીકે ઓળખાય છે. આ દુર્ગ  અને અભેદ દરવાજા તત્કાલિન રાજ્યશાસનને તેમજ પ્રાચીન નગરીને દુશ્મનોના લશ્કરી આક્રમણ સામે અભેદ સુરક્ષા કવચ પૂરું પાડતાં હોવાનું માનવમાં આવે છે. 
ગુજરાતનાં જિલ્લા  જિલ્લાની માહિતી 
બનાસકાંઠા જિલ્લો  Click Hare
પાટણ જિલ્લો  Click hare
જુનાગઢ જિલ્લો  Click Hare
દેવભૂમિ દ્વારકા જિલ્લો  Click hare 
મહીસાગર જિલ્લો  Click Hare 
અમદાવાદ જિલ્લો  Click Hare 
અમરેલી જિલ્લો  Click Hare 

Post a Comment

0 Comments