ગુજરાત સરકાર દ્વારા Gujarat Gyan Guru Quiz Competition સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છતા ઉમેદવાર ને પ્રથમ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવું પડશે.
💥 ક્વિઝ નું માળખું :-
👉 ધોરણ - 9 થી 12 માં અભ્યાસ કરતાં વિધાર્થીઓ તેમજ ગુજરાત રાજ્યની ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણની તમામ સરકારી અનુદાનિત અને સ્વ નિર્ભર કોલેજો અને અને રાજ્યની સરકારી અને ખાનગી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતાં તમામ વિધાર્થીઓ અને રાજ્યના પ્રજાજનો આ Quiz સ્પર્ધામાં ભાગ લઈ શકશે.
👉 7 જુલાઇ , 2022 ના રોજ સાયન્સ સિટી અમદાવાદ ખાતે માન. મુખ્યમંત્રીશ્રીના વરદહસ્તે અને માન. મંત્રીશ્રીઓની પ્રેરક ઉપસ્થિતિમાં "ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ (G3Q) " નો શુભારંભ કરવામાં આવ્યો છે.
👉 આ Quiz દરરોજ યોજવામાં આવશે. આ Quiz સ્પર્ધા સતત 15 અઠવાડિયા સુધી ચાલશે. આ Quiz સ્પર્ધામાં વિદ્યાર્થીઓ તથા અન્ય નાગરિકો પણ ભાગ લઈ શકશે. જેમને અલગથી પ્રોત્સાહિત કરવામાં આવશે.
👉 આ Quiz અઠવાડિયા દરમિયાન દર રવિવારથી શરૂ થઈને શુક્રવારે સમાપ્ત થશે. અને શનિવારે વિજેતા જાહેર કરવામાં આવશે.
👉 દર અઠવાડિયે તાલુકા (નગરપાલિકા સમાવિષ્ટ) વોર્ડ કક્ષાના શાળા અને કોલેજ તથા યુનિવર્સિટી વિભાગના ઉમેદવાર દીઠ Quiz નો સમયગાળો 20 મિનિટનો રહેશે.
👉 આ 20 Quiz સામાન્ય રીતે બહુવિકલ્પ તથા ઓડિયો - વિડિઓ સ્વરૂપે રહેશે.
👉 દરરોજ 250 Quiz ની ડિજિટલ પુસ્તિકા સ્પર્ધકોને માર્ગદર્શિકા સ્વરૂપે ઓનલાઈન પ્રાપ્ત થશે.
💥 ઈનામની વિગતો :-
💥 તાલુકા (નગરપાલિકા સમાવિષ્ટ) કક્ષાએ Quiz ના ઇનામ અઠવાડિયા દીઠ :-
👉 શાળા કક્ષાના પ્રથમ ક્રમના વિજેતા (કુલ -01) :- રૂ. 2100 /-
👉 દ્વિતીય ક્રમના વિજેતા (કુલ - 04) :- રૂ. 1500 /-
👉 તૃતીય ક્રમના વિજેતા (કુલ -5):- રૂ. 1000 /-
👉 આમ, કુલ 10 ઇનામો આપવામાં આવશે.
👉 કોલેજ કક્ષાના પ્રથમ ક્રમના વિજેતા (કુલ 01) :- રૂ. 3100/-
👉 દ્વિતીય ક્રમના વિજેતા (કુલ - 04) :- રૂ. 2100/-
👉 તૃતીય ક્રમના વિજેતા (કુલ 05) :- રૂ. 1500/-
💥 અન્ય કક્ષાના સ્પર્ધકો માટે ક્વિઝના ઈનામ :-
👉 સતત 75 દિવસ સુધી ચાલનારી ક્વિઝમાં ભાગ લીધેલ સ્પર્ધકોમાંથી કુલ 75 વિજેતાઓ જાહેર કરવામાં આવશે.
👉 ક્વિઝની અન્ય કક્ષાના આ 75 વિજેતાઓ 02 દિવસની પરિવારના કુલ 04 સદસ્યો સાથેની ટુર ઈનામ સ્વરૂપે પ્રાપ્ત થશે.
💥 ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ ના ઉદેશો / Objectives of the GUJARAT GYAN GURU QUIZ (G3Q) :-
👉 An activity that combines education, fun and competition.
👉 It has been designed keeping in mind to inculcate informal and learning.
👉 It also adds significant educational value to each students education.
👉 The vision of GUJARAT GYAN GURU QUIZ (G3Q) is to provide an intensified impetus towards enthusiasm in students.
👉 It will improve and promote participation , knowledge and awareness.
💥 ક્વિઝના સામાન્ય નિયમો :-
👉 ક્વિઝના સાચા જવાબ માટે 01 ગુણ મળશે. તથા ખોટા જવાબ માટે 0.33 ગુણ કપાશે. વિજેતાની પસંદગી ઓછા સમયમાં સૌથી વધુ ગુણ ધરાવનારને વિજેતા ઘોષિત કરવામાં આવશે.
👉 જ્યાં તમામ મેરીટ સરખા થતાં ટાઈ પડે ત્યારે સ્પર્ધકના રજીસ્ટ્રેશનના સમય અને સ્પર્ધક દ્વારા ક્વિઝ શરૂ કરેલ સમય વચ્ચેના તફાવતને ધ્યાને રાખીને લઘુતમ સમય તફાવત ધરાવતા ઉમેદવારને વિજેતા ઘોષિત કરવામાં આવશે.
👉 ક્વિઝના પરિણામ માટે ઓનલાઈન ક્વિઝ દરમિયાન ક્વિઝના દરેક સ્પર્ધકે ક્લિક કરેલા જવાબોના આધારે સર્વરને મળેલા ડેટાના કમ્પ્યુટર એનાલિસિસ દ્વારા મળેલા ગુણને ધ્યાનમાં લેવામાં આવશે.
👉 ક્વિઝના દરેક સ્પર્ધકે રજીસ્ટ્રેશન માટે પોતાની સાચી વિગતો આપવી અનિવાર્ય છે. વિજેતા થનારે આયોજકો સમક્ષ પોતાનું પ્રમાણભૂત અને માન્ય ઓળખપત્ર રજૂ કરવાનું રહેશે.
👉 રજીસ્ટ્રેશનની વિગતો અને ઓળખપત્ર વચ્ચે વિસંગતતા હશે તો જે - તે ઈનામનો લાભ જે - તે સ્પર્ધકને મળવાપાત્ર થશે નહિ.
👉 આ ક્વિઝ મોબાઈલ ફોન, સ્માર્ટ ફોન, આઈ ફોન. કમ્પ્યુટર , લેપટોપ, ટેબ્લેટ, i-pad જેવા ઈલેક્ટ્રોનિક ઉપકરણોથી કોઈપણ સ્થળેથી રમી શકશે.
👉 જે ઉમેદવાર આ ક્વિઝ સ્પર્ધામાં ભાગ લેવા માગતા હોય તેઓ નીચે આપેલ લિન્ક પરથી રજીસ્ટ્રેશન કરી શકે છે.
👉 આ ક્વિઝમાં ભાગ લેવા ઇચ્છતા ઉમેદવાર નીચે આપેલ લિંક પર રજીસ્ટ્રેશન કરાવીને ભાગ લઈ શકશે.
👉 User Id અને Password તમે રજીસ્ટ્રેશન કર્યા પછી તમારા ફોન પર text મેસેજ આવેલ હશે.
👉 તે યુઝર આઈડી અને પાસવર્ડ નાખીને તમે કવિઝ આપી શકશો.
👉 સ્પર્ધાના નિયમો અને વિજેતાઓની સંખ્યા અને અન્ય જરૂરી વિગતો www.G3Q.CO.IN ડોમેઈન પર ઉપલબ્ધ કરવામાં આવશે.
👉 આ કવિઝમાં વિજેતા થયેલ સ્પર્ધકો એ બેંક ડિટેઇલ પર ક્લિક કરીને વિગતો ભરવાની રહેશે.
👉 પ્રથમ અઠવાડિયાનું Result જાહેર થઈ ગયું છે.
👉 તમે આ કવિઝ રવિવારથી શુક્રવાર સુધી આપી શકો છો.
👉 આ કવિઝમાં દર શનિવારે પુરા અઠવાડિયામાં રમાતી કવિઝનું પરિણામ જાહેર કરવામાં આવે છે.
ત્રણ Week ની કવિઝ સ્પર્ધા પુરી થઈ ગયેલ છે.
ચોથા week ની કવિઝ સ્પર્ધા તારીખ 31/07/2022 ના રોજ ચાલુ થશે.
👉 ત્રીજા અઠવાડિયાનું Result નીચે આપેલ લિંક પર ક્લિક કરીને જોઈ શકો છો.


0 Comments
आपको हमारी पोस्ट अच्छी लगी हो तो कॉमेंट जरूर करें।