💥 પ્રાચીન ભારતનું એક નગર હડપ્પા નો પરિચય
👉 ઈ. સ. 1921 માં સર જ્હોન માર્શલ અને કર્નલ મેકેના નેતૃત્વ હેઠળ દયારામ સહાની નામના ભારતીય પુરાતત્વવિદને પંજાબમાં મોન્ટેગોમરી જિલ્લામાં આવેલા હડપ્પા પાસેથી ખોદકામ દરમિયાન ભારતીય નગર સભ્યતા ના અતિ પ્રાચીન અવશેષો મળી આવ્યા હતા.
👉 સિંધુખીણ ની સંસ્કૃતિ ના અવશેષો સૌપ્રથમ હડપ્પા સ્થળેથી મળી આવ્યા હતા. તેથી તેને હડપ્પીય સંસ્કૃતિ પણ કહે છે.
👉 હડપ્પા પાસેથી પાષાણ અને તાંબાના ઓજારો અને અન્ય ચીજવસ્તુઓ મળી આવી છે. તેથી હડપ્પીય સંસ્કૃતિ ને તામ્ર - પાષાણ યુગની સંસ્કૃતિ પણ કહે છે.
👉 હડપ્પીય સમયની નગર રચના વ્યવસ્થિત અને આયોજન પૂર્વકની હતી.
👉 અહીંથી મળેલા મોટા કોથરો અને કિલ્લાઓ ખૂબ જ નોંધપાત્ર છે.
👉 હડપ્પીય સંસ્કૃતિ ના લોકો અલંકારો પહેરવાના શોખીન હશે , તેવા પુરાવા અહીંથી મળ્યા છે.
💥 પ્રાચીન ભારતનું એક નગર ધોળાવીરા નો પરિચય
👉 ધોળાવીરા ભુજથી લગભગ 140 કિલોમીટર દૂર ભચાઉ તાલુકાના મોટા રણનાં ખદીર બેટમાં આવેલું છે.
👉 તે હડપ્પા નગરનું સમકાલીન મોટું અને વ્યવસ્થિત નગર છે.
👉 ગુજરાત રાજ્યના પુરાતત્વ ખાતાએ અહીંના ટીમ્બાનું સર્વેક્ષણ કર્યું હતું. તે પછી આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઈન્ડિયાના અધિકારીઓએ અહીં સંશોધન કર્યું હતું. ત્યાર પછી ઈ. સ. 1990 માં પુરાતત્વવિદ રવિન્દ્રસિંહ બિસ્તના માર્ગદર્શન હેઠળ અહીં વિશેષ ખોદકામ કરવામાં આવ્યું હતું.
👉 ધોળાવીરાનો મહેલ, કિલ્લા અને દીવાલોને સફેદ રંગ કરવામાં આવ્યો હશે તેના અવશેષો અહીંથી મળ્યા છે.
👉 નગરની કિલ્લેબંધી ખૂબ મજબૂત અને સુરક્ષાની દ્રષ્ટિએ રક્ષણાત્મક દિવાલોવાળી છે. આ દીવાલો બનાવવામાં પથ્થર, ઈંટો અને માટીનો ઉપયોગ થયેલો છે.
👉 નગરમાં પીવાનું પાણી ગળાઈને શુદ્ધ બનીને આવે તેવી વ્યવસ્થા હતી.
👉 પાણીના શુદ્ધિકરણ ની આ વ્યવસ્થા અદ્દભુત છે.
💥 ભારતનું અગત્યનું બંદર લોથલ
👉 લોથલ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં ભોગાવો અને સાબરમતી નદીના વચ્ચેના પ્રદેશમાં આવેલું છે.
👉 લોથલ ખંભાતના અખાતથી 18 કિલોમીટર દૂર આવેલું છે.
👉 લોથલ ના મકાનોમાં ઉપરાઉપરી ત્રણ થર મળ્યા છે.
👉 લોથલ ના પૂર્વ છેડે નીચાણવાળા ભાગમાંથી ભરતીના સમયે વહાણ લાંગરવા માટેનો એક મોટો ધક્કો - ગોદી (ડોકયાર્ડ) મળી આવ્યો છે.આ ધક્કામાં - ગોદીમાં વહાણ સ્થિર રાખીને માલ ચડાવવા - ઉતારવામાં આવતો હતો.
👉 ગોદામોમાં - વખારોમાં પરદેશ મોકલવા માટેની અને પરદેશમાંથી આવતી ચીજવસ્તુઓ રાખવામાં આવતી હતી.
👉 લોથલ એ સમયે સિંધુખીણ ની સંસ્કૃતિ નું એક સમૃદ્ધ શહેર, અગત્યનું બંદર અને વેપારીમથક હતું.
💥 સ્તૂપની વ્યાખ્યા
👉 સ્તૂપ એટલે ભગવાન બુદ્ધના દેહાવશેષોને એક પાત્રમાં મૂકી તેના પર બનાવવામાં આવતી અર્ધગોળાકાર ઈમારતો.
👉🏼 સમ્રાટ અશોક ના સમયના જાણીતા પાંચ સ્તૂપો
- સાંચીનો સ્તૂપ
- સારનાથ નો ધર્મરાજિકા સ્તૂપ
- બેરતનો સ્તૂપ
- લોરીયા પાસે આવેલો નંદનગઢ નો સ્તૂપ
- ગુજરાતમાં આવેલો દેવની મોરીનો સ્તૂપ
👉 મૌર્ય યુગમાં રચાયેલ સાંચીનો સ્તૂપ મધ્યપ્રદેશ માં આવેલ છે.
👉 સાંચીનો અસલ સ્તૂપ ઈંટો નો બનાવેલો હતો.
👉 તે હાલના સ્તૂપ કરતાં કદમાં અડધો હતો.
👉 આ બૌદ્ધ સ્તૂપ સ્થાપત્ય કલાનો અમૂલ્ય વારસો અને નમૂનો છે.
💥 સ્તંભલેખો પરની કલા વિશેની માહિતી
👉 મૌર્ય સમ્રાટ અશોકે ધર્મના પ્રચાર માટે ધર્માજ્ઞાઓ કોતરેલા શિલ્પના ઉત્તમ નમૂનારૂપ સ્તંભલેખો ઉભા કરાવ્યા હતા.
👉 આ સ્તંભો સળંગ એક જ પથ્થર માંથી બનાવેલા છે.
👉 તે બ્રાહ્મી લિપિમાં કોતરેલા છે.
👉 સમ્રાટ અશોકના સ્તંભલેખો માં અંબાલા, મેરઠ, અલ્હાબાદ, સરનાથ, લોરીયા પાસે નંદનગઢ (બિહાર), સાંચી (મધ્યપ્રદેશ), કાશી, પટના, બુદ્ધગયા વગેરે સ્થળોના સ્થંભો મુખ્ય છે.


0 Comments
आपको हमारी पोस्ट अच्छी लगी हो तो कॉमेंट जरूर करें।