Daily Current Affairs 2

Daily Current Affairs  માં તમારું સ્વાગત છે. Letest Current Affairs વાંચવા માટે અમારી વેબસાઈટ ની મુલાકાત લેતા રહેશો. 

💥 ભારતનું નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશન 


👉 વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્ર સરકારે 19,744 કરોડના નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશનને મંજૂરી આપી છે. 

👉 આ મિશનનો હેતુ ભારતને ગ્રીન હાઈડ્રોજન ના ઉપયોગ, ઉત્પાદન અને નિકાસ માટે  ગ્લોબલ હબ બનાવવાનો છે. 

👉 તે ગ્રીન હાઈડ્રોજન ના વ્યાપારી ઉત્પાદન ને પ્રોત્સાહન આપવા અને ભારતને ઈંધણ નો ચોખ્ખો નિકાસકાર બનાવવાનો કાર્યક્રમ છે. 

👉 આ મિશન ગ્રીન હાઇડ્રોજન ની માંગ નિર્માણ , ઉત્પાદન, ઉપયોગ અને નિકાસને  સરળ બનાવશે. 

👉 હરિયાળા ભવિષ્ય તરફ આગળ વધી રહેલા ભારત સરકારે ભારતને ગ્રીન હાઈડ્રોજન ના ઉત્પાદન માટે વૈશ્વિક કેન્દ્ર બનાવવાનાં લક્ષ્ય સાથે નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશનની જાહેરાત કરી છે. 

● નેશનલ ગ્રીન હાઈડ્રોજન મિશનનો ઉદ્દેશ 

👉 આ મિશનનો ઉદ્દેશ વર્ષ 2030 સુધીમાં દર વર્ષે 50 લાખ મેટ્રિક ટન હાઈડ્રોજન ની ઉત્પાદન ક્ષમતા હાસલ કરવાનો છે. 

👉 તેમજ તેની દેખરેખ મુખ્ય સરકારી અધિકારીઓ અને ઉધોગ નિષ્ણાતો ધરાવતા સશક્ત જૂથ દ્વારા કરવામાં આવશે. 

💥 Paytm Bank ને RBI દ્વારા મળી મંજૂરી 

👉 Paytm payments બેંકને ભારત બિલ પેમેન્ટ ઓપરેટિંગ યુનિટ તરીકે કામ કરવા માટે  ભારતીય રિઝર્વ બેન્ક તરફથી અંતિમ મંજૂરી મળી છે. 


👉 ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ હેઠળ BBPOU ને DTH, પાણી, ફોન, વીજળી, લોનની ચુકવણી, ગેસ વીમો,  FASTag રિચાર્જ, શિક્ષણ ફી, ક્રેડિટ કાર્ડ બિલ અને મ્યુનિસિપલ ટેક્સની બિલ ચુકવણી સેવાઓની સુવિધા આપવા માટે મંજૂરી આપવામાં આવે છે. 

👉 Paytm Application દ્વારા વપરાશકર્તાઓ તેમના બિલ માટે અનુકૂળ ચુકવણી કરી શકે છે અને સ્વયંસંચાલિત ચુકવણી અને રિમાઈન્ડર સેવાઓનો લાભ મેળવી શકે છે. 


● Paytm બેંકના સ્થાપક અને CEO :- વિજય શેખર શર્મા

● Paytm બેંકની સ્થાપના :- ઈ. સ. 2010

● Paytm બેંકનું મુખ્ય મથક :- નોઈડા , ઉત્તરપ્રદેશ

💥 ભારતનું પહેલું 5G ડ્રોન 

👉 ઓડીસાના સબલપુરમાં વીર સુરેન્દ્રસાઈ ટેકનોલોજીકલ યુનિવર્સિટી કેમ્પસથી શરૂ થયેલી સ્ટાર્ટઅપ કંપની આઈજી ડ્રોન્સે વર્ટિકલ ટેક ઓફ અને લેન્ડિંગ માટે 5G સ્કાયહોક સક્ષમ ડ્રોન વિકસાવ્યું છે. 

👉 સ્કાયહોક નામના ડ્રોનનો ઉપયોગ સરક્ષણ અને તબીબી એપ્લિકેશન્સમાં અન્ય ક્ષેત્રોની સાથે કરી શકાય છે.

👉 સ્કાયહોક ડ્રોન 10 કિલોનો પેલોડ વહન કરી શકે છે અને લગભગ 5 કલાક સુધી કામ કરી શકે છે. 

💥 એક્ઝામ વોરીઅર્સ પુસ્તક 

👉 વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એકઝામ વોરીઅર્સ પુસ્તક માંથી  તમારી પરીક્ષા, તમારી પદ્ધતિઓ, તમારી પોતાની શૈલી પસંદ કરો શીર્ષક ના સ્નિપેટ્સ શેર કર્યા હતા. 

👉 વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના સંદેશામાં શેર કર્યું કે એક્ઝામ વોરીઅર્સ પુસ્તક માં એક મંત્ર છે  "તમારી પરીક્ષા, તમારી પદ્ધતિઓ, તમારી પોતાની શૈલીઓ પસંદ કરો." 

● એક્ઝામ વોરીઅર્સ પુસ્તક 

👉 એક્ઝામ વોરીઅર્સ પુસ્તક એ 2018 માં નરેન્દ્ર મોદી દ્વારા પ્રકાશિત પુસ્તક છે.

👉 તે પુસ્તક બ્રેઈલ લિપિમાં પણ પ્રકાશિત થયું છે. જે નરેન્દ્ર મોદી દ્વારા વિશ્વ બ્રેઈલ દિવસ પર લોન્ચ કરવામાં આવ્યું હતું. 

👉 આ પુસ્તક બાળકો અને વાલીઓ માટે લખવામાં આવ્યું છે અને પુસ્તકમાં નવા વિભાગો ઉમેરવામાં આવ્યા છે જે ખાસ કરીને માતા પિતા અને શિક્ષકો ને રુચિ ધરાવે છે. 

👉 પુસ્તકમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે ઘણી સંવાદ આધારિત પ્રવૃતિઓ પણ આપવામાં આવી છે. 

Post a Comment

0 Comments