ખેતીમાં ડિજિટલ ટેકનોલોજી નું મહત્વ

મિત્રો આજે આપણે ખેતીમાં વિવિધ ટેકનોલોજીના ઉપયોગ વિશે ચર્ચા કરીશું. 
એગ્રીબોન્ડ દ્વારા આયોજિત ડિજિટલ ખેડૂત તાલીમ માટે એક પુસ્તક તૈયાર કરવામાં આવ્યું છે. જેનું નામ છે - "ખેતીના નવ રત્નો". આ પુસ્તકનું વિમોચન પણ કરવામાં આવે છે. આ પુસ્તકમાં ખેતીને લગતી તમામ માહિતી આપવામાં આવેલ છે. આ પુસ્તકમાં વિવિધ અનાજ, ફળ ફળાદી, શાકભાજી વગેરે ને લગતી માહિતી આપવામાં આવેલ છે. 



ભારત દેશ આઝાદ થયો ત્યારે ખેતી ઉત્તમ ગણાતી હતી પરંતુ સમય જતાં અન્ય ઉધોગોનો વિકાસ બહોળા પ્રમાણમાં થયો અને તેના પ્રમાણમાં ખેતીનો વિકાસ ઓછો થતો ગયો. અત્યારના આધુનિક યુગમાં કોઈપણ ક્ષેત્રે વિકાસ કરવા માટે શૈક્ષણિક તાલીમની જરૂર પડે છે. જો તાલીમ ન આપવામાં આવે તો જે તે ક્ષેત્રનો વિકાસ અટકી જાય છે અથવા તો ધીમી ગતિએ થાય છે આ એક સત્ય હકીકત છે. 
સમય જતાં પરંપરાગત રીતે ખેતી કરનાર ખેડૂત ખોટમાં જાય છે. તેથી આજના જમાનામાં  ખેડૂતોને ખેતી પરવડે તેમ નથી. જે વાસ્તવિક અત્યારે દરેક ગામડામાં જોવા મળે છે. આ તમામ કારણોને ધ્યાનમાં લઈને પહેલાં તો ખેતીને સામાજિક ઉચ્ચકોટી નો દરજ્જો તેમજ ખેડૂતોને જરૂરી શૈક્ષણિક કૃષિ તાલીમ આપીને ખેતીને વ્યાપારી ધોરણે સફળ કરાવવાની જરૂર છે. 



એગ્રીબોન્ડ ખેડૂત તાલીમ :-  

આપણાંમાં એક કહેવત છે કે  "ખેડ, ખાતર ને પાણી , નસીબને લાવે તાણી." 

ખેડૂતો ને તાલીમ શા માટે આપવી જરૂરી છે ? આજે તમામ ક્ષેત્રમાં તાલીમ આપવામાં આવે છે. અને નવી નવી ટેક્નિક અપનાવવામાં આવે છે. ખેતી એક એવો વ્યવસાય છે જે નિરંતર ચાલે છે અને નિરંતર ચાલતો રહેશે. ખેડૂત પાસે જે અનુભવ છે તે અનુભવ અને આ અનુભવમાં થોડું જ્ઞાન ભળે અને આજે ખેતી ક્ષેત્રે અવનવી ટેકનોલોજી ભળે તો સોનામાં સુગંધ ભળે. 
જેમ રાજાના દરબારમાં નવ રત્નો હોય તો દરબાર ને સુશોભિત કરે છે તેમ આપણી ખેતીના નવ રત્નો ખેડૂત અને ખેતીને સમૃદ્ધ બનાવશે. 

ખેડૂત તાલીમ પરીક્ષા :- 

1 જાન્યુઆરી, 2023 થી ખેડૂત તાલીમ પરીક્ષા પણ શરૂ થઈ ગઈ છે. પહેલા ખેડૂતો આખી બૂકનું વાંચન કરે ત્યારે પછી જ પરીક્ષા આપે. આ પરીક્ષા 2023 આખું વર્ષ ચાલવાની છે. પરીક્ષા આપતા પહેલા આપેલ બુક અને યુટ્યૂબ પર મૂકેલ વિડિઓ જોઈને પરીક્ષા આપવી. 

ખેડૂત તાલીમના પ્રશ્નપત્ર વિશે જાણો :- 

👉 ખેડૂત તાલીમનું પ્રશ્નપત્રમાં કુલ 50 પ્રશ્નો હશે અને આ પ્રશ્નોના જવાબ આપવા માટેનો સમય 60 મિનિટ એટલે કે 1 કલાકનો રહેશે. 

👉 બધા પ્રશ્નો બુક અને વિડીયોમાંથી પૂછવામાં આવશે. અને અભ્યાસક્રમ બહારનો એકપણ પ્રશ્ન પૂછવામાં આવશે નહીં. 

👉 આ પરીક્ષા ડિજિટલ સિસ્ટમ દ્વારા લેવામાં આવશે જેથી કોઈપણ પ્રકારની ભૂલ થવાની સંભાવના રહેશે નહી.

👉 આ પરીક્ષામાં માર્કસના આધારે A+,A, B, અને C ગ્રેડનું સર્ટિફિકેટ સિસ્ટમ દ્વારા તૈયાર થઈને જ આપણને મળશે. 

👉 આ તાલીમમાં ભાગ લેતા પહેલા તમારે તમારું પ્રોફાઈલ બનાવવાનું રહેશે. 

ખેડૂત તાલીમ આપવા માટે ખાસ ધ્યાનમાં રાખવાના મુદા :- 

👉 પ્રથમ તો માહિતી પુસ્તિકા ડાઉનલોડ કરીને વાંચી લેવી.

👉 Yutube પર આપેલ કૃષિ નિષ્ણાત દ્વારા આપવામાં આવેલ દરેક વિડીઓનો અભ્યાસ કરી લેવો. 

👉 તમે ખેડૂત તાલીમ માટેના વીડિયો જોશો તો ખેતીને લગતી ઘણી માહિતી મળી શકે છે. 

👉 ખેડૂત તાલીમ માટે વિડિઓ જોવા માટે નીચે આપેલ લિંક ક્લિક કરો 


👉  દરેક પ્રશ્નનો જવાબ આપીને સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે. અને તરત જ આપને પરિણામ સ્વરૂપ મળેલ સર્ટિફિકેટ ડાઉનલોડ કરીને રાખવું. 

નોંધ :- 
ફક્ત A+ ગ્રેડ લાવનાર ખેડૂતોમાંથી જે લક્કી વિજેતા જાહેર થશે તેને 5 ગ્રામ સોનાનો સિક્કો ઇનામ સ્વરૂપે મળશે. 

પરીક્ષા આપતા પહેલા તમારે તમારો મોબાઈલ નંબર નાખીને પ્રોફાઈલ બનાવવાની રહેશે. અને લોગીન કરવાનું રહેશે. 

નીચે આપેલ લિંક પરથી તમે વિડિઓ જોઈ શકશો, માહિતી પુસ્તિકા ડાઉનલોડ કરી શકશો અને પરીક્ષા પણ આપી શકશો. 


Post a Comment

0 Comments