પહેલા તો આપણે શિલ્પ અને સ્થાપત્ય એટલે શું તેના વિશે માહિતી મેળવીશું.
◆ શિલ્પકલા
👉 કુશળ શિલ્પી પોતાના મનમાં જાગતા વિવિધ ભાવોને છીણી હથોડી વડે પથ્થર , લાકડું કે ધાતુને કંડારીને જે આકાર તૈયાર કરે તેને શિલ્પ કહેવામાં આવે છે. આમ, વિવિધ આકાર બનાવવાની કલાને શિલ્પકલા કહેવામાં આવે છે.
◆ સ્થાપત્ય
👉 મકાનો નગરો કૂવાઓ કિલ્લાઓ મિનારા, મંદિરો, મકાબરાઓ, સ્મારકો સ્થંભો વગેરેના બાંધકામને સ્થાપત્ય કહેવામાં આવે છે.
★ પ્રાચીન ભારતના નગરોની વિશેષતા :-
👉 શાસક અધિકારીઓ નો ગઢ ઊંચાઈ પર બાંધવામાં આવતો હતો.
👉 અન્ય અધિકારીઓના ઉપલા નગરને રક્ષણાત્મક દિવાલોથી સુરક્ષિત બનાવેલું છે. આ નગરમાંથી બે-પાંચ ઓરડાવાળા મકાનો મળી આવ્યા છે.
👉 સામાન્ય નગરજનોના નીચલા નગરના મકાનો મુખ્યત્વે હાથે ઘડેલી ઈટોના બનાવેલા છે.
★ મોહે-જો-દડો ની નગર રચના :-
👉 નદીના પુર કે ભેજથી બચવા માટે લોકો પોતાના મકાનો ઊંચી પીઠીકા પર બાંધતા.
👉 શ્રીમંતોના મકાનો બે માળના અને પાંચ-સાત ઓરડાવાળા હતા.
👉 જ્યારે સામાન્ય વર્ગના લોકોના મકાનો એક માળના અને બે-ત્રણ ઓરડાવાળા હતા.
👉 આખા નગરની ચારેબાજુ દીવાલ બાંધવામાં આવી હતી. મકાનોના દરવાજા જાહેર રસ્તા પર પાડવાને બદલે અંદરની બાજુ શેરી કે ગલીમાં પડતા.
👉 મકાનમાં હવા ઉજાસ માટે બારી બારણાની વ્યવસ્થા પણ હતી.
★ મોહે-જો-દડો ની નગરરચનામાં રસ્તાઓ અને ગટર યોજના :-
◆ રસ્તાઓ
👉 રસ્તાઓ 9.75 મીટર જેટલા પહોળા હતા.
👉 નાના રસ્તાઓ મોટા રસ્તાઓને કાટખૂણે મળતા હતા. અને એકથી વધારે વાહનો પસાર થઈ શકે તેટલા તે પહોળા હતા.
👉 રસ્તાઓની બાજુમાં ચોક્કસ અંતરે આવેલા એકસરખા ખાડા રાત્રી પ્રકાશ માટે વપરાતા થાંભલાઓ ના હોવાનું મનાય છે.
👉 રાજમાર્ગો પહોળા અને સીધા હતા. તેમાં ક્યાંય વળાંકો આવતા ન હતા.
👉 બે મુખ્ય રાજમાર્ગો હતા. એક રાજમાર્ગ ઉત્તર થી દક્ષિણ તરફ અને બીજો રાજમાર્ગ પૂર્વથી પશ્ચિમ તરફ જતો હતો. બન્ને રાજમાર્ગો મધ્યમાં એકબીજાને કાટખૂણે છેદતા હતા.
ગટર યોજના
👉 મોહે-જો-દડો ની ગરટ યોજના એ હડપીય સંસ્કૃતિ ના નગર આયોજન ની આગવી વિશિષ્ટતા હતી.
👉 પ્રાચીન સમયમાં આ ગટર યોજના જેવી ગટર યોજના ભૂમધ્ય સમુદ્રમાં આવેલા કીટ ટાપુ સિવાય બીજે ક્યાંય નહોતી.
👉 નગરમાંથી ગંદા પાણીના નિકાલ માટે ગટર બનાવવામાં આવી હતી.
👉 મોહે-જો-દડોના દરેક મકાનમાં ખાળ કૂવો હતો. તે નાની ગટર દ્વારા શહેરની મોટી ગટર સાથે જોડાયેલો હતો.
👉 ખાળકૂવામાં અમુક હદ સુધી પાણી ભરાય એટલે તેનું પાણી આપોઆપ નાની ગટરમાંથી મોટી ગટરમાં ચાલ્યું જતું હતું.
👉 આવી સુંદર ગટર યોજના પરથી સ્પષ્ટ થાય છે કે તે સમયે સુધરાઈ જેવી કાર્યક્ષમ વ્યવસ્થા હશે.
👉 ગટરોની આ સુંદર રચના શહેરના લોકોની આરોગ્ય સ્વચ્છતા જાળવવાનો ઉત્તમ નમૂનો છે.
★ મોહે-જો-દડો ના જાહેર સ્નાનાગાર :-
👉 હડપ્પીય સંસ્કૃતિ ના લોકોએ જાહેર સ્નાનાગાર બાંધેલા હતા.
👉 સ્નાનાગારમાં સ્વચ્છ પાણી દાખલ કરવા માટેની અને ગંદા પાણીને બહાર કાઢવાની વ્યવસ્થા હતી.
👉 સ્નાનાગારમાં ગરમ પાણી ની વ્યવસ્થા હોવાનું મનાય છે.
👉 સ્નાનાગારના ચારેબાજુ કપડાં બદલવા માટેની ઓરડીઓ છે.
👉 ધાર્મિક પ્રસંગો અને ઉત્સવોએ લોકો સમૂહ સ્નાન કરી શકે એ આશયથી આવું સ્નાનાગાર બાંધવામાં આવ્યું હશે એમ મનાય છે.
● ભારતના સાંસ્કૃતિક વારસાની pdf Download
👇👇👇👇



0 Comments
आपको हमारी पोस्ट अच्छी लगी हो तो कॉमेंट जरूर करें।