મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના 2023: ગર્ભવતી મહિલાઓ અને તેમના બાળકોને મળશે લાભ

ગર્ભાવસ્થાનો સમયગાળો એ સ્ત્રીઓના સ્વાસ્થ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. તેમને યોગ્ય પોષણ મળી રહે તેની ખાતરી કરવી એ  માતા અને બાળકના સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે.


 

મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના (MMY): 

● યોજનાનું નામ :- Mukhyamantri Matrushakti yojana

● જાહેરાત કોના દ્વારા કરવામાં આવી :- વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા

● રાજ્ય :- ગુજરાત

● લાભાર્થી :- સગર્ભા મહિલા અને તેમના બાળકો

● યોજનાનો હેતુ :- પૌષ્ટિક આહાર

● હેલ્પલાઇન નંબર :- Nill

● સત્તાવાર વેબસાઈટ :- https://1000d.gujarat.gov.in/


માતાનું નબળું પોષણ સ્તર ગર્ભમાં રહેલ બાળકના વિકાસને અવરોધે છે. જે આગળ જતાં બાળકના નબળા આરોગ્ય માં પરિણમે છે. માતા અને બાળકના પોષણ સ્તરમાં સુધારો લાવવા માટે મહિલા ગર્ભ ધારણ કરે તે 270 દિવસ અને બાળકના જન્મથી બે વર્ષ સુધીના 730 દિવસના સમયગાળાને 1000 દિવસ First Window of Opportunity તરીકે ઓળખાય છે. આ બાબતના મહત્વને સમજી ભારત સરકાર દ્વારા પોષણ અભિયાન ના મહત્વના ધ્યેય અને કામગીરીમાં 1000 દિવસ ઉપર ફોકસ કરવા જણાવેલ છે.




આ તબક્કા દરમિયાન તેમના આહારમાં અન્ન સાથે પ્રોટીન, ફેટ તેમજ સૂક્ષ્મ પોષકતત્વો પણ ઉપલબ્ધ થાય તે પણ ખૂબ જ અગત્યનું છે. આ બાબતને ધ્યાનમાં લઈને ગુજરાત સરકાર દ્વારા  1000 દિવસ માટે મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનાને મંજૂરી આપેલ છે.

મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનાના લાભાર્થી ની પાત્રતા :- 

● વર્ષ 2022 - 23 માં તમામ પ્રથમ સગર્ભા અને પ્રથમ પ્રસુતા માતા તથા આરોગ્ય વિભાગના સોફ્ટવેર માં સગર્ભા તરીકે અથવા જન્મથી 2 વર્ષના બાળકની માતા તરીકે નોંધાયેલ છે. તે લાભાર્થી તરીકે આ યોજનાનો લાભ લઈ શકશે.  

મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનાનો મુખ્ય ઉદ્દેશ :-

● મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે ગુજરાત રાજ્ય ની સગર્ભા મહિલાઓને  ગર્ભાવસ્થા દરમિયાન પૌષ્ટિક આહાર મળી રહે તે છે. સરકારે ચાલુ વર્ષે આ યોજના માટે 811 કરોડ રૂપિયા નું બજેટ ફાળવ્યું છે. 

● મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના અંતર્ગત ગુજરાત સરકાર સગર્ભા મહિલાઓને ગર્ભાવસ્થા દરમિયાન દર મહિને તેલ,  ચણા અને તુવેરદાલ આપવામાં આવે છે. 

● આ પૌષ્ટિક ખોરાક દરરોજ લેવાથી સગર્ભા મહિલાઓ તંદુરસ્ત ગર્ભાવસ્થા માટે જરૂરી પોષકતત્વો મેળવી શકે છે. આ યોજનાનો ઉદ્દેશ સગર્ભા મહિલાઓ અને તેમના બાળકોમાં કુપોષણ ઘટાડવાનો છે. 

મળવાપાત્ર લાભ :- 

● દરેક લાભાર્થી ને દર મહિને આંગણવાડી કેન્દ્ર પરથી આંગણવાડી ની વિવિધ સેવાઓની સાથે સાથે રો- રાશનમાં 2 કિલો ચણા, 1 કિલો તુવેરદાલ, અને 1 લીટર સિંગતેલ આપવામાં આવે છે. 

નાણાંકીય જોગવાઈ :- 

● આ યોજના અંતર્ગત ચાલુ વર્ષે રૂ. 811 કરોડની જોગવાઈ કરેલ છે. તેમજ આગામી 5 વર્ષ માટે રૂ. 4000 કરોડથી વધુ રકમની જોગવાઈ કરવામાં આવનાર છે. 

યોજનાના અપેક્ષિત પરિણામો :- 

● માતા અને બાળકના પોષણની સ્થિતિ માં સુધારો.

● અપૂરતા મહિને જન્મ કે ઓછું વજનવાળા બાળકોના જન્મનો વ્યાપ ઓછો કરવો. 

● IMR અને MMR માં ઘટાડો.

મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના માટેના જરૂરી દસ્તાવેજો (Document) :- 

● અરજી કરનાર મહિલા ગુજરાત રાજયમાં વસવાટ કરતી હોવી જોઈએ. 

● અરજી કરનાર મહિલા ગર્ભવતી હોવી જોઈએ. 

● રહેઠાણ નો પુરાવો

● આધારકાર્ડ

● આવકનો દાખલો

● તાજેતરમાં પડાવેલ પાસપોર્ટ સાઇઝનો ફોટો

● ચાલુ હોય તેવો મોબાઈલ નંબર

મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના માટે અરજી કરવાની પ્રોસેસ :- 

● ગુજરાત સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવેલા online પોર્ટલ દ્વારા આ યોજનાનો લાભ ગુજરાત રાજ્યના નાગરિકો લઈ શકે છે.
 
 આ યોજનાનો લાભ લેવા માટે બે પ્રકારે અરજી કરી શકાય છે. 
1. ઓફલાઇન
2. ઓનલાઈન

● ઑફલાઈન માં તમારે તમારા ગામની ગ્રામ પંચાયતમાં જઈને અરજી કરવાની રહેશે. 

● આ યોજના નો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરવાની તમામ પ્રોસેસ નીચે પ્રમાણે આપેલ છે. 

● સૌપ્રથમ તો તમારે google માં જઈને https://1000d.gujarat.gov.in/ પર ક્લિક કરવાનું રહેશે. અથવા તો નીચે આપેલ લિંક પર ક્લિક કરીને ઓનલાઈન અરજી કરવાની રહેશે. 




● આમ તમે આપેલ તમામ પગલાઓને અનુસરીને તમે મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરી શકો છો. 

***મહત્વપૂર્ણ પ્રશ્નો*** 

● મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના શું છે ?

> વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગુજરાત રાજ્ય ની સગર્ભા મહિલાઓ માટે આ યોજના શરૂ કરવામાં આવી છે.

● મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના માટે કોણ પાત્રતા ધરાવે છે ?

> ગુજરાત રાજ્ય ની આદિવાસી મહિલાઓ

● મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના માટે અરજી કરવા માટેની પ્રોસેસ શુ છે ?

> હજી સુધી અરજી કરવાની પ્રક્રિયા ની જાહેરાત કરવામાં આવી નથી.


Technicallynavin Homepage Click Hare
Official website Click Hare
Telegram Channel Joine અહીં ક્લિક કરો

Post a Comment

0 Comments