બેંકમાં પણ 50000/- રૂપિયા થી વધુ રોકડ રકમ ઉપાડવા માટે પાનકાર્ડ ની જરૂર પડે છે. પાનકાર્ડ વગર અમુક નાણાંકીય વ્યવહારો પણ થતાં નથી. હાલમાં એવી સુવિધા કરવામાં આવી છે કે જેના દ્વારા તમે ઘરે બેઠા ફક્ત 10 મિનિટમાં ઓનલાઈન પાનકાર્ડ કઢાવી શકો છો.
પોસ્ટનું નામ :- પાનકાર્ડ મેળવો ઘરે બેઠા ફક્ત 10 મિનિટમાં
ઓર્ગેનાઈઝેશન :- ઈન્કમટેક્ષ ડિપાર્ટમેન્ટ
સત્તાવાર વેબસાઈટ :- incometax.gov.in
સુવિધા :- Apply for Pan card online
● પાનકાર્ડ ને આપણો મહત્વપૂર્ણ દસ્તાવેજ માનવામાં આવે છે. આપણે આપણા પાનકાર્ડ નો ઉપયોગ બેંકમાં, ઈન્કમ ટેક્ષ ના ઉપયોગ માં અને લૉન જેવા કામકાજ માં કરીએ છીએ. પાનકાર્ડ માં 10 આંકડાનો આલ્ફાન્યુમેરિક નંબર હોય છે. જે આવકવેરા વિભાગ દ્વારા ઉપલબ્ધ છે. પાનકાર્ડ એ ભારતના આવકવેરા અધિનિયમ 1961 હેઠળ બનાવવામાં આવે છે.
આ પણ વાંચો :-
● ઈન્કમટેક્ષ ડિપાર્ટમેન્ટ ના નિયમ અનુસાર એક વ્યક્તિ જીવનમાં એક જ વખત પાનકાર્ડ કઢાવી શકે છે. જો વ્યક્તિ પાસે એક કરતા વધારે પાનકાર્ડ હોય તો 10000/- રૂપિયા નો દંડ થઈ શકે છે.
પાનકાર્ડ નો ઉપયોગ :-
● પાનકાર્ડ માં નામ, સહી અને ફોટો હોય છે એટલે તેનો ઉપયોગ ઓળખકાર્ડ તરીકે થઈ શકે છે.
● પાનકાર્ડ નો મુખ્ય ઉપયોગ રિટર્ન ભરવા માટે થાય છે. તમારો પાનકાર્ડ નંબર બેંકમાં લિંક કરવામાં આવે છે.જેના દ્વારા બેંકમાં થતી તમામ લેવડ દેવડ ની નોંધ લઈ શકાય છે અને કરચોરી અટકાવી શકાય છે.
● પાનકાર્ડ નો બીજા વ્યવહારો માં પણ ઉપયોગ થાય છે. નોકરી કરનાર વ્યક્તિનો પગાર 50000/- રૂપિયા થી વધુ હોય તો તેને પાનકાર્ડ ની જરૂર પડે છે. કારણ કે પગાર બેંકમાં જમા થાય છે.
● હાલમાં બેંકમાં તમારી પાસે આધારકાર્ડ ની સાથે પાનકાર્ડ માંગવામાં આવે છે કારણ કે ભવિષ્યમાં તમે 50000/- રૂપિયા થી વધારે લેવડ દેવડ કરો તો કોઈ તકલીફ ના પડે.
● તમે મકાન કે મિલકત ખરીદતી વખતે અથવા વેચતી વખતે પાનકાર્ડ ને મહત્વપૂર્ણ દસ્તાવેજ માનવામાં આવે છે.
● જો તમે NRI હોય તો તમે પાનકાર્ડ ની મદદથી સરળતાથી પ્રોપર્ટી ખરીદી શકો છો.
પાનકાર્ડ કઈ રીતે બનાવવું તેની માહિતી :-
આપણે આ પોસ્ટમાં પાનકાર્ડ કઈ રીતે બનાવવું , ઓનલાઈન પાનકાર્ડ માટે અરજી કઈ રીતે કરવી તેની તમામ માહિતી આ પોસ્ટમાં આપવામાં આવેલી છે.તમે ઘરે બેઠા તમારા મોબાઈલ માંથી, લેપટોપ માંથી અથવા કમ્પ્યુટર માંથી તમે તમારો પાનકાર્ડ નંબર મેળવી શકો છો. પહેલા ફક્ત સરકારી કર્મચારી જ પાનકાર્ડ માટે અરજી કરી શકતા હતા. પરંતુ અત્યારે કોઈપણ વ્યક્તિ, કંપની, અથવા કોઈપણ સંસ્થા પાનકાર્ડ માટે અરજી કરી શકે છે.
E - Pan Card મેળવવા માટે ઓનલાઈન અરજી કરવા માટેની સ્ટેપ વાઈઝ માહિતી :-
સ્ટેપ - 1
● સૌપ્રથમ તો તમારે આવકવેરા ની સત્તાવાર વેબસાઈટ પર જવાનું રહેશે. જે સત્તાવાર વેબસાઈટ નીચે આપેલ છે.
સ્ટેપ - 2
● ત્યારબાદ Instant E Pan ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે.
સ્ટેપ - 3
● ત્યારબાદ તમારે Get New E Pan ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે.
સ્ટેપ - 4
● પછી તમારી સામે એક બોક્સ ખુલશે તેમાં તમારે તમારો 12 આંકડાનો આધારકાર્ડ નંબર નાખવાનો રહેશે. પછી આપેલ ચેક બોક્સમાં ટિક માર્ક કરી Continue બટન પર ક્લિક કરવાનું રહેશે.
સ્ટેપ - 5
● ત્યારબાદ OTP Validation બોક્સ ખુલશે જેમાં આપેલ સૂચના વાંચી ટિક માર્ક કરી Continue બટન પર ક્લિક કરવાનું રહેશે.
સ્ટેપ - 6
● પછી તમારા આધારકાર્ડ સાથે રજીસ્ટર મોબાઈલ નંબર પર એક OTP આવશે. તે OTP નાખીને Continue બટન પર ક્લિક કરવાનું રહેશે.
સ્ટેપ - 7
● ત્યારબાદ Validate Aadhaar Details બોક્સ ખુલશે. તેમાં તમારે માગેલ માહિતી નાખીને ચેક કરીને Continue બટન પર ક્લિક કરવાનું રહેશે.
સ્ટેપ - 8
● પછી Select & Update Pan Details બોક્સ ખુલશે. જેમાં તમને Successfully e Pan નો મેસેજ જોવા મળશે.
સ્ટેપ - 9
● તમારા મોબાઈલ પર આપવામાં આવેલી માહિતી તમારે સાચવીને રાખવાની રહેશે.
E Pan Card ડાઉનલોડ કઈ રીતે કરવું તેની માહિતી :-
સ્ટેપ - 1
● સૌપ્રથમ તમારે આવકવેરા ની ઓફિશિયલ વેબસાઈટ પર જવાનું રહેશે. જે વેબસાઈટ નીચે આપેલ છે.
સ્ટેપ - 2
● પછી તમારે Instant E Pan ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે.
સ્ટેપ - 3
● ત્યારબાદ તમારે Check Status / Download Pan Card ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે.
સ્ટેપ - 4
● પછી તમારે 12 અંકનો આધારકાર્ડ નંબર નાખીને Continue બટન પર ક્લિક કરવાનું રહેશે.
સ્ટેપ - 5
● પછી તમારા આધારકાર્ડ સાથે રજિસ્ટર મોબાઈલ નંબર પર એક OTP આવશે. તે OTP નાખીને Continue બટન પર ક્લિક કરવાનું રહેશે.
સ્ટેપ - 6
● પછી તમને પાનકાર્ડ જોવા મળશે. જે તમે જોઈ શકો છો અથવા પાનકાર્ડ ડાઉનલોડ પણ કરી શકો છો.
Important Link
| Technjcallynavin Homepage | અહી ક્લિક કરો |
|---|---|
| Pan Card Official website | અહી ક્લિક કરો |
| Pan Card Apply Online | અહી ક્લિક કરો |
| Online Pan Card Download | અહી ક્લિક કરો |

0 Comments
आपको हमारी पोस्ट अच्छी लगी हो तो कॉमेंट जरूर करें।