LRD પોલીસ કોસ્ટેબલ નવા નિયમો જાહેર : LRD પોલિસ કોસ્ટેબલ સિલેબસ

LRD Gujarat Police Constable પરીક્ષા પદ્ધતિ માં ફેરફાર :- 

શારીરિક કસોટીમાં પાસ થયેલા તમામ ઉમેદવારો Objective MCQ Test માં ભાગ લઈ શકશે. 100 ગુણની MCQ ટેસ્ટને બદલે હવે 200 ગુણનું Objective MCQ Test નું પેપર લેવામાં આવશે. આ પરીક્ષા માં પાસ થવા માટે ઉમેદવારે ઓછામાં ઓછા 40 % ગુણ ફરજિયાત લાવવાના રહેશે. 



સ્પર્ધાત્મક પરીક્ષા ની તૈયારી કરતા તમામ ઉમેદવારો માટે ગુજરાત સરકારે લોકરક્ષક ના વિવિધ સંવર્ગોની સયુંકત સીધી ભરતીની પરીક્ષા પદ્ધતિ માં ફેરફાર કરવામાં આવ્યો છે. લોકરક્ષક ની અગાઉ ભરતીમાં શારીરિક કસોટી લેવામાં આવતી હતી તેમાં દોડના ગુણ આપવામાં આવતા હતા જેના બદલે દોડ ફક્ત નિયત સમયમાં પુરી કરવાની રહેશે. આ દોડના કોઈપણ ગુણ આપવામાં આવશે નહીં. 


LRD ના નવા નિયમો 2024 Details :-


● પોસ્ટનું નામ : LRD પોલીસ કોસ્ટેબલ નવા નિયમો અને સિલેબસ

● ભરતી સંસ્થા : ગુજરાત પોલીસ

● વર્ષ : 2024




LRD Police Constable Objective MCQ Test :- 


પહેલા શારીરિક કસોટીમાં પાસ થયેલા ઉમેદવારોની 100 ગુણની MCQ Test લેવામાં આવતી હતી. પરીક્ષા નો સમય 2 કલાકનો હતો. તેના બદલે 200 ગુણનું પેપર લેવામાં આવશે. જેનો સમય 3 કલાકનો રહેશે. આ પેપર ભાગ - A અને ભાગ - B એમ બે ભાગમાં લેવામાં આવશે.  આ પરીક્ષા માં પાસ થવા માટે દરેક ઉમેદવારે ઓછામાં ઓછા 40 ટકા ગુણ ફરજીયાત લાવવાના રહેશે. શારીરિક કસોટી માં પાસ થયેલા તમામ ઉમેદવારો Objective MCQ TEST માં ભાગ લઈ શકશે. 

જુના પરીક્ષા નિયમોના વિષયો પૈકી સોશ્યોલોજી, સાયકોલોજી, આઈ. પી.સી. ,  સી.આર.પી.સી. જેવા વિષયો રદ કરીને નીચે પ્રમાણે ના વિષયો રાખવામાં આવ્યા છે.


 

LRD Police Constable  પરીક્ષા પદ્ધતિ માં થયેલ ફેરફાર અને સિલેબસ ની pdf ડાઉનલોડ કરવા માટે નીચે ક્લિક કરો 


31 seconds to Wait.

Post a Comment

0 Comments