આ કાર્ડ ધરાવનારને સરકારી લાભો અને સહાય આપવામાં આવશે. આ કાર્ડ દ્વારા સરકાર પાસે દરેક કામદારોનો રેકોર્ડ હશે.ભારત દેશના કરોડો કામદારોની ઓળખ પણ મળશે.
ઈ - શ્રમ કાર્ડના કઈ રીતે બનાવવું અને આ કાર્ડના ફાયદા વિશે માહિતી મેળવીએ.
ઈ - શ્રમ પોર્ટલ શું છે તેના વિશે પણ જાણો
ભારત સરકારના ઈ - શ્રમ પોર્ટલ વિભાગ દ્વારા અસંગઠિત ક્ષેત્રના લગભગ 38 કરોડ કામદારોને 12 અંકનો યુનિવર્સલ એકાઉન્ટ નંબર અને ઈ - શ્રમ કાર્ડ આપવામાં આવશે. જે દેશભરમાં માન્ય ગણાશે. આ કાર્ડ દ્વારા મજૂરોની ડેટા અને માહિતી એકત્રિત કરવામાં પણ આવશે.
ભારત સરકાર દ્વારા દેશના તમામ મજૂરોને ઓળખકાર્ડ અને આધારકાર્ડ ની તર્જ પર તેમના કામના આધારે તેમને અલગ અલગ કેટેગરીમાં વહેંચવામાં આવશે. આ માધ્યમ દ્વારા તેમને સરકારી યોજનાઓનો લાભ મળશે અને રોજગારી ની નવી તકો પણ મળશે.
ઈ - શ્રમ કાર્ડ દ્વારા 2 લાખના મફત આકસ્મિક વિમાની સુવિધા મળશે.
જો કોઈ કામદારે ઈ - શ્રમ પોર્ટલ પર નોંધણી કરાવેલ હોય તો તે કામદારને 2 લાખ નો આકસ્મિક વીમો મળે છે.
આ પોર્ટલમાં સરકાર દ્વારા એક વર્ષનું પ્રીમિયમ પણ આપવામાં આવે છે.
જો રજીસ્ટર્ડ કામદાર અકસ્માતનો ભોગ બને તો તેના મૃત્યુ અથવા તો જો કામદાર સંપૂર્ણ અપંગ થઈ જાય તો તેને 2 લાખ રૂપિયા મળવાપાત્ર રહે છે. અથવા અંશત વિકલાંગોને 1 લાખ રૂપિયા આપવામાં આવે છે.
ઈ - શ્રમ કાર્ડ માટે નોંધણી કઈ રીતે કરવી તે જાણીએ.
● સૌપ્રથમ તો ઈન્ટરનેટ ના બ્રાઉઝરમાં સર્ચ બારમાં જઈને ઈ - શ્રમ પોર્ટલની સત્તાવાર વેબસાઈટ પર જવાનું છે.
● સત્તાવાર વેબસાઈટ નીચે આપેલ છે.
● તમે સત્તાવાર વેબસાઈટ પર જશો એટલે તમારી સામે નીચે પ્રમાણેનું પેજ ખુલશે.
● જેમાં તમારે સેલ્ફ રજીસ્ટ્રેશન નો વિકલ્પ પસંદ કરવાનો રહેશે.
● સિલેક્ટ કર્યા પછી તમારી સામે એક પેજ ખુલશે.
● તેમાં તમારે આધારકાર્ડ સાથે લિંક હોય તે મોબાઈલ નંબર દાખલ કરવાનો રહેશે.
● તે પછી તમારે નીચે આપેલ કેપચા કોડ ભરવાનો રહેશે.
● કેપચા કોડ ભર્યા પછી તમારે નીચે આપેલ EPFO અને ESIC માટે Yes/No નો વિકલ્પ પસંદ કરવાનો રહેશે.
● ત્યારબાદ તમારે Send OTP પર ક્લિક કરવાનું રહેશે.
● તમારા મોબાઈલ પર એક OTP આવશે તે OTP તમારે દાખલ કરવાનો રહેશે.
● પછી તમને તમારો આધારકાર્ડ નંબર દાખલ કરવાનું કહેવામાં આવશે.
● નિયમો અને શરતો સ્વીકારો અને પછી Submit બટન પર ક્લિક કરવાનું રહેશે.
● પછી એપ્લિકેશન ફોર્મ તમારી સામે ખુલશે.
● પછી તમારે ફોર્મમાં માંગેલી માહિતી ભરવાની રહેશે.
● ત્યારબાદ તમારા તમામ ડોક્યુમેન્ટ ભર્યા બાદ તેને અપલોડ કરવાના રહેશે.
● ત્યારબાદ તમારે Submit બટન પર ક્લિક કરવાનું રહેશે. અને ભવિષ્યના સંદર્ભ માટે તમારે હાર્ડ કોપી તમારે લેવાની રહેશે.
● આ રીતે તમામ પ્રોસેસ કર્યા પછી તમારું રજીસ્ટ્રેશન ઈ - શ્રમ પોર્ટલ પર પૂર્ણ થઈ જશે.
ઈ - શ્રમ કાર્ડ માટે કોણ અરજી કરી શકશે. અરજી કરવા માટેની પાત્રતા
● અરજી કરવા માંગતા કામદારની ઉંમર 15 વર્ષથી 59 વર્ષ વચ્ચે હોવી જોઈએ.
● કામદાર સરકારનો કોઈપણ આવકવેરો ભરતો ન હોવો જોઈએ.
● કામદાર EPFO અથવા ESIC નો સભ્ય ન હોવો જોઈએ.
ઈ - શ્રમ નોંધણી માટેની ફી/ ચાર્જ
● ઈ - શ્રમ કાર્ડ રજીસ્ટ્રેશન માટે કોઈપણ પ્રકારની ફી કે ચાર્જ ભરવાનો હોતો નથી.
ઈ - શ્રમ કાર્ડ નોંધણી માટે જરૂરી ડોક્યુમેન્ટ
જે કામદાર ઈ - શ્રમ માં નોંધણી કરાવવા માગે તેમને માટે નીચેના ડોક્યુમેન્ટ ની જરૂર પડે છે. -
1.નામ
2.વ્યવસાય
3.કાયમી સરનામું
4.શૈક્ષણિક લાયકાતની વિગતો
5.કુટુંબ ના સભ્યોની વિગતો
6.આધારકાર્ડ નંબર
7.બેંક એકાઉન્ટ નંબર
8.IFSC કોડ
9.આધારકાર્ડ સાથે લિંક હોય તે મોબાઈલ નંબર
ઈ-શ્રમ કાર્ડના ફાયદા/લાભ
● જો કામદારનું આકસ્મિક મૃત્યુ થાય તો તેને 2 લાખ રૂપિયા આપવામાં આવે છે.
● આંશિક વિકલાંગતાના કિસ્સામાં એક લાખ રૂપિયા આપવામાં આવે છે.
● નોંધણી કર્યા પછી કામદારને એક વર્ષ માટે પ્રીમિયમ વેવ આપવામાં આવે છે.
● ઈ-શ્રમ પોર્ટલ પર નોંધણી કરીને કામદારને સામાજિક સુરક્ષા યોજનાના લાભ મળે છે.
● જો તમે આ યોજનામાં લોગીન થશો તો તમને નોકરીમાં લાભ મળે છે.
● ઈ -શ્રમ કાર્ડ દ્વારા તમને આર્થિક સહાય આપવામાં આવે છે.
આ પણ વાંચો :-
આમ, ઈ-શ્રમ કાર્ડ યોજનાના અનેક ફાયદા છે.



2 Comments
Lalji bhai
ReplyDeleteGood post chhe bhai
ReplyDeleteआपको हमारी पोस्ट अच्छी लगी हो तो कॉमेंट जरूर करें।