GUJCET EXAM HALL TICKET 2023 : ગુજકેટ પરીક્ષા ની હોલ ટિકિટ જાહેર

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની અખબાર યાદી જણાવે છે કે  3 એપ્રિલ, 2023 સોમવાર ના રોજ લેવામાં આવનાર ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (ગુજકેટ) 2023 ની પરીક્ષા નું એડમિશન કાર્ડ/પ્રવેશપત્ર/હોલ ટિકિટ ફક્ત ઓનલાઈન માધ્યમ પર મુકવામાં આવેલ છે. જેની ગુજકેટ ની પરીક્ષા આપનાર તમામ ઉમેદવારે નોંધ લેવી. 



ગુજકેટ પરીક્ષા હોલ ટિકિટ જાહેર :- 

ગુજકેટ 2023 ની પરીક્ષા આપનાર ઉમેદવારે પોતાની હોલ ટિકિટ બોર્ડની ઓફિશિયલ વેબસાઈટ  gujcet.gsebht.in અથવા gsebht.in અથવા www.gseb.org  પરથી ડાઉનલોડ કરવાનું રહેશે . જેમાં ઉમેદવારોએ ગુજકેટ પરીક્ષા 2023 માં ભરેલ આવેદનપત્ર માં નોંધાવેલ મોબાઈલ નંબર અથવા ઈ મેઈલ આઈ ડી અને જન્મ તારીખ અથવા એપ્લિકેશન નંબર દાખલ કરીને એડમિશન કાર્ડ એટલે કે હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકાશે. 

ગુજકેટ ની પરીક્ષા આપનાર ઉમેદવાર માટે ખાસ નોંધ :- 

👉📢 ગુજકેટ - 2023 ની પરીક્ષા આપનાર ઉમેદવારો એ પરીક્ષા દરમિયાન એડમિશન કાર્ડ/હોલ ટિકિટ સાથે કોઈપણ એક ફોટો આઈડી પ્રુફ (આધારકાર્ડ/ડ્રાઇવિંગ લાયસન્સ/ધોરણ 12 ની પરીક્ષા ની હોલ ટિકિટ) સાથે લઈને જવાનું રહેશે. જેની દરેક પરીક્ષાર્થી એ નોંધ લેવી. 


Gujcet Exam Hall Ticket 2023 Details :- 

● પોસ્ટનું નામ :- GUJCET EXAM HALL TICKET 2023

● સંસ્થાનું નામ :- ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર

● ગુજકેટ પરીક્ષા તારીખ :- 03/04/2023

● ઓફિશિયલ વેબસાઈટ :- www.gseb.org


Gujcet Exam Syllabus 2023 :- 

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા દર વર્ષે ગુજકેટ ની પરીક્ષા લેવામાં આવે છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં ભૌતિક વિજ્ઞાન, જીવ વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, અને ગણિત વિષયમાં NCERT ના પુસ્તકોનો અમલ કરવામાં આવ્યો છે. આ પુસ્તકો આધારિત ગુજકેટ ની પરીક્ષા નો અભ્યાસક્રમ રહેશે. 


ગુજકેટ ની પરીક્ષા માળખું :- 

● ગુજકેટ ની પરીક્ષામાં બહુ વૈકલ્પિક એટલે કે હેતુલક્ષી પ્રશ્નો ધરાવતું પ્રશ્નપત્ર હશે. 


આ પણ વાંચો :- 




ભૌતિક વિજ્ઞાન :- 40 પ્રશ્નો - 40 ગુણ

જીવ વિજ્ઞાન :- 40 પ્રશ્નો - 40 ગુણ

રસાયણ વિજ્ઞાન :- 40 પ્રશ્નો - 40 ગુણ

ગણિત :- 40 પ્રશ્નો - 40 ગુણ

વિજ્ઞાન :- 40 પ્રશ્નો - 40 ગુણ

● ભૌતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાનનો પરીક્ષા સમય 120 મિનિટનો રહેશે. 

● જીવ વિજ્ઞાનનો પરીક્ષા સમય 60 મિનિટ નો રહેશે.

● ગણિત નો પરીક્ષા સમય 60 મિનિટનો રહેશે. 



Important Link (મહત્વપૂર્ણ લિંક) :- 


ગુજકેટ પરીક્ષા હોલ ટિકિટ ડાઉનલોડ અહી ક્લિક કરો
Technicallynavin Homepage અહી ક્લિક કરો

Post a Comment

0 Comments