અભ્યાસ કરતાં વિધાર્થીઓ ઘરે બેઠા પણ અભ્યાસ કરી શકે છે. અત્યારે શિક્ષણ ક્ષેત્રે દરેક પ્રકારની માહિતી ઓનલાઈન અપલોડ કરવી પડે છે. બાળકો મોબાઈલ ફોન દ્વારા ઘરે બેઠા અભ્યાસ કરી શકે છે. શાળામાં આવતા વિધાર્થીઓ માટે શિક્ષકે ફક્ત એક માર્ગદર્શક બનવાનું હોય છે. બાળક અત્યારે સોશિયલ માધ્યમ દ્વારા ઘરેથી અભ્યાસ કરીને આવતા હોય છે.
અત્યારે ઓનલાઈન અભ્યાસ કરવા માટે અનેક પ્રકારની એપ્લિકેશન ઉપલબ્ધ છે. અત્યારે ઓનલાઈન દરેક ધોરણના પાઠ્યપુસ્તકો પણ ડાઉનલોડ કરી શકાય છે. બાળકો પાઠ્યપુસ્તકો ડાઉનલોડ કરીને ઘરે અભ્યાસ કરી શકે છે.
બાળકને અભ્યાસમાં ખૂબ જ ઉપયોગી થાય તેવી શિક્ષણ સાગર નામની એક એપ્લિકેશન ની માહિતી મેળવીશું. શિક્ષણ સાગર એ શિક્ષણ જગતનો અરીસો અને દરિયો છે. હવે દરેક બાળક ગુજરાતી અને અંગ્રેજી બે મિક્સ એપનો ઉપયોગ પણ કરી શકો છો.
આ એપ્લિકેશન પ્રાથમિક શિક્ષકો , વિધાર્થીઓ અને ઉચ્ચપ્રાથમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષકો અને વિધાર્થીઓ માટે પણ ખૂબ જ ઉપયોગી છે.
આ એપ્લિકેશનમાં એક જ જગ્યાએ ઘણીબધી વસ્તુઓ મૂકવામાં આવેલ છે તે વસ્તુઓ દરેકને ખૂબ જ ઉપયોગી થશે. જેમાં પરીપત્રો, ઉપયોગી પરીપત્રો, Exale ફાઈલો, Word ફાઈલો, ક્વિઝ વગેરે નો સમાવેશ થાય છે.
જ્યારે તમે પહેલીવાર શિક્ષણ સાગર એપ્લિકેશન ખોલો છો ત્યારે તમારે ઇન્ટરનેટની જરૂર પડશે. પછી તમે ઇન્ટરનેટ વગર પણ આ એપ્લિકેશનનો ઉપયોગ કરી શકો છો.
એજ્યુકેશન કેટેગરી માટે ગુજરાતી ભાષાની આ એપ્લિકેશન સર્વશ્રેષ્ઠ છે. આ એપ માં મહત્વપૂર્ણ માહિતી અપડેટ કરવામાં આવે છે. તેથી આ એપ્લિકેશન પર જોડાયા પછી તમે સીધા નવા સંદેશા મેળવી શકો છો. કારણ કે જ્યારે નવી માહિતી અપડેટ થાય ત્યારે તમને તમારા મોબાઈલ , એંદ્રોઇડ ડિવાઇસ પર સૂચના મળે છે.
જો તમે કોઈ વિષય અથવા શ્રેણીને સ્પર્શ કરશો તો એક સૂચિ ખુલશે અને તે સૂચિ પર ક્લિક કર્યા પછી સંદેશાઓ ખુલશે.
💥 ઓનલાઇન હાજરી :-
આ એપ્લિકેશન દ્વારા તમે નીચે પ્રમાણેની ઓનલાઈન પ્રક્રિયા કરી શકો છો.
👉 શિક્ષક ઓનલાઇન હાજરી
👉 વિધાર્થી ઓનલાઈન હાજરી
👉 શિક્ષકની હાજરીનો અહેવાલ
👉 વિધાર્થીની હાજરીનો અહેવાલ
👉 શિક્ષક સહાયક ડેસ્ક
👉 MDM ઓનલાઈન હાજરી
💥 ઉપયોગના મુખ્ય વિષયો :-
👉 આ એપની મદદથી પરિક્ષાના માર્કસની ઓનલાઇન એન્ટ્રી કરી શકાય છે.
👉 સ્કોલરશીપની ઓનલાઈન એન્ટ્રી કરી શકાય છે.
👉 ગુણોત્સવ , જ્ઞાનકુંજ પ્રોજેકટને લગતી તમામ માહિતી ઓનલાઈન મેળવી શકાય છે.
આમ, આ એપ્લિકેશન શિક્ષણ ક્ષેત્રે ખૂબ જ ઉપયોગી થશે. તમે આ એપ્લિકેશન નીચે આપેલ લિન્ક પરથી ડાઉનલોડ કરી શકો છો.
0 Comments
आपको हमारी पोस्ट अच्छी लगी हो तो कॉमेंट जरूर करें।