👉 ધોરણ - 1 થી 12 માં ખાલી જગ્યાના આધારે નિયત વેતનથી પ્રવાસી શિક્ષકોની ભરતી કરવામાં આવશે.
જે ઉમેદવાર પ્રવાસી શિક્ષક માં સેવા આપવા માંગતા હોય તે ઉમેદવાર તમારી નજીકની શાળાના આચાર્ય શ્રી નો સંપર્ક કરીને અરજી કરી શકે છે. અરજી સાથે કયા ડોક્યુમેન્ટ જોડવાના તેની માહિતી નીચે આપેલ છે.
💥 પ્રવાસી શિક્ષક માટે જે વેતન નક્કી કરાયું છે તેમાં -
👉 પ્રાથમિકમાં :- રૂ.10,500 /-
👉 માધ્યમિકમાં ;- રૂ. 16,500 /-
👉 ઉચ્ચતર માધ્યમિક માં :- રૂ. 16,700 ચુકવવામાં આવશે.
👉માધ્યમિકમાં તાસ દીઠ રૂ. 175 અને દિવસના વધુમાં વધુ 5 તાસ લઈ શકાશે અને દૈનિક મહત્તમ રૂ. 875 ચૂકવી શકાશે.
👉 ઉચ્ચતર માધ્યમિક માં તાસ દીઠ રૂ. 200/- અને દિવસના 4 તાસ અને દૈનિક મહત્તમ વેતન રૂ. 800 /- ચૂકવી શકાશે.
👉 પ્રાથમિક માં તાસ પદ્ધતિ ન હોવાથી દૈનિક રૂ. 510 /- અને માસિક રૂ. 10,500/- ચૂકવી શકાશે.
💥 પ્રાથમિક શિક્ષક માટેની શરતો અને ફરજો :-
👉 પ્રવાસી શિક્ષકે તાસ દીઠ માનદ વેતનથી માત્ર શિક્ષણ કાર્ય કરવાનું રહેશે. અન્ય કોઈ કામગીરી કરવાની રહેશે નહિ.
👉 ફરજ દરમિયાન લીધેલ તાસ દીઠ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ ના તારીખ 20/12/2021 ના ઠરાવને આધીન માનદ વેતન/મહેનતાણું SMC મારફત ચુકવણું (માનદ દૈનિક 6 તાસ= 510 અને માસિક રૂ. 10500 થી વધુ નહિ).
👉 પ્રવાસી શિક્ષક માટેની કમિટીમાં શાળાના મુખ્ય શિક્ષકશ્રી સભ્ય સચિવ રહેશે. તે સિવાય SMC અધ્યક્ષ , SMC ના તમામ સભ્યો રહેશે.
👉 તારીખ 21/08/2021 ના રોજ મંજુર કરેલ મહેકમ કરતા પ્રવાસી શિક્ષકો મુકાતા શિક્ષકોની સંખ્યા વધવી જોઈએ નહીં.
👉 ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં ગણિત વિષયના શિક્ષકોને પ્રાથમિકતા આપવાની રહેશે. (સ્નાતક પાસ જરૂરી)
👉 પ્રાથમિક શાળામાં પ્રવાસી શિક્ષક મેળવવા માટે નિવૃત પ્રાથમિક શિક્ષકો કે જેઓ નજીકમાં રહેતા હોય અને શિક્ષણ કાર્ય કરવામાં ઉપલબ્ધ હોય તેવા શિક્ષકોને પ્રાથમિકતા આપવાની રહેશે.
👉 પ્રવાસી શિક્ષકને કામ સોંપવા માટે કોઈ લેખિત હુકમ કરવાના રહેશે નહીં.
👉 પ્રવાસી શિક્ષકને વાઉચરથી મળવાપાત્ર મહેનતાણું SMC એ ચૂકવવાનું રહેશે.
👉 પ્રવાસી શિક્ષકને માત્ર શાળામાં બાળકોને શૈક્ષણિક કાર્ય ચાલુ હોય તેટલા દિવસ કામગીરી કરવાની રહેશે અને તેટલા દિવસનું ચુકવણું કરવાનું રહેશે.
👉 પ્રવાસી શિક્ષકને ચાલુ શૈક્ષણિક કામગીરી દરમિયાન કોઈ રાજા કે છૂટ આપી શકાશે નહી.
👉 ધોરણ 1 થી 5 ની શાળામાં વિદ્યાર્થી સંખ્યા ને ધ્યાનમાં રાખીને 60 સુધીની વિદ્યાર્થી સંખ્યા હોય તો વધુમાં વધુ એક જ પ્રવાસી શિક્ષક રાખી શકાશે.
👉 જે તાલુકામાં જે શાળામાં આવા પ્રવાસી શિક્ષક મુકવાના થાય છે તે માટે અરજી ઉમેદવારો એજે તે SMC / શાળા કક્ષાએ 7 દિવસમાં કરવાની રહેશે.
👉 ધોરણ 1 થી 5 અને ધોરણ 6 થી 8 ની ખાલી જગ્યાઓ પર નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો ની નિમણુંક કરવાની રહેશે.
👉 પ્રવાસી શિક્ષકોને ચૂકવવાના થતા માસિક પગારની રકમ જિલ્લા કક્ષાએથી ફાળવણી કરી શાળા કક્ષાએથી જે તે શિક્ષક ને RTGS મારફતે ચૂકવવાનો રહેશે.
👉 પસંદ થયેલ ઉમેદવારો સેવા વિષયક હક્ક દવાઓ કરી શકશે નહી.
💥 અરજી સાથે જોડવાના ડોક્યુમેન્ટ :-
👉 આધાર કાર્ડ ની સ્વ પ્રમાણિત નકલ
👉 શૈક્ષણિક પ્રમાણપત્ર ની સ્વ પ્રમાણિત નકલ
👉 બેંક પાસબુકની પ્રથમ પાનાની નકલ
1 Comments
Good
ReplyDeleteआपको हमारी पोस्ट अच्छी लगी हो तो कॉमेंट जरूर करें।