વિવિધ સરકારી યોજનાઓનો લાભ લેવા માટે જરૂરી ડોક્યુમેન્ટની યાદી

અત્યારે ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા વિવિધ યોજનાઓ બહાર પાડવામાં આવે છે. આ યોજનાનો લાભ લેવા માટે વિવિધ ડોક્યુમેન્ટની જરૂર પડતી હોય છે. આ આર્ટિકલમાં વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે તેના વિશે માહિતી મેળવીશું. 




વિવિધ સરકારી યોજનાઓનો લાભ લેવા માટે જરૂરી આધાર પુરાવાઓની યાદી નીચે પ્રમાણે આપેલ છે. 

નોન ક્રિમિલિયર સર્ટી મેળવવા માટે ડોક્યુમેન્ટની યાદી :- 

● ફોર્મ અને ફોટો
● રેશનકાર્ડની નકલ
● જાતિનો દાખલો(બક્ષીપંચ નો)
● આવકનો દાખલો
● સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ
● વાલીનું આવકનું સોગંદનામું (20 ના સ્ટેમ્પ પર)
● છેલ્લું લાઈટબીલ

જાતિનો દાખલો મેળવવા માટે ડોક્યુમેન્ટની યાદી :- 

● ફોર્મ અને ફોટો
● રેશનકાર્ડની નકલ
● સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ
● પિતા/ભાઈ/બહેનનું સ્કૂલ  લિવિંગ સર્ટિફિકેટ
● છેલ્લું લાઈટબીલ
● તલાટીનો જાતિનો દાખલો
● પર પ્રાંતના કિસ્સામાં જ SC/ ST માટે 10/08/50 થી 01/05/60 પહેલાથી ગુજરાતમાં રહેતા હોવા અંગેનું ડોમોસાઈલ પ્રમાણપત્ર
● બક્ષીપંચ માટે 01/04/78 પહેલાથી ગુજરાતમાં રહેતા હોવા અંગેનું ડોમોસાઈલ પ્રમાણપત્ર


આવકનો દાખલો મેળવવા માટે ડોક્યુમેન્ટની યાદી :- 

● ફોર્મ અને ફોટો
● રેશનકાર્ડ ની નકલ
● ચૂંટણી કાર્ડની નકલ
● આધારકાર્ડ ની નકલ
● 20 રૂ. નું સ્ટેમ્પ પેપર
● રૂ. 3 ની કોર્ટ ફી ની ટિકિટ
● તલાટી નો આવકનો દાખલો
● છેલ્લું લાઈટબીલ

ઈ. બી.સી. સર્ટિફિકેટ મેળવવા માટેના જરૂરી ડોક્યુમેન્ટ :- 

● શાળા છોડ્યાનું પ્રમાણપત્ર
● આવક અંગેનું પ્રમાણપત્ર
● અરજી સાથે રજૂ કરેલ સોગંદનામું
● તલાટીનો દાખલો
● જમીન હોય તો ૭/૧૨ , ૮ અ ઉતારા
● ચૂંટણી કાર્ડ, રેશનકાર્ડ

આવકનો દાખલો મેળવવા માટેના ડોક્યુમેન્ટ :- 

● ફોર્મ અને ફોટો
● ચૂંટણી કાર્ડની નકલ
● આધારકાર્ડ ની નકલ
● સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ
● તલાટીનો આવકનો દાખલો
● રેશનકાર્ડ ની નકલ
● રૂ. 20/- નો સ્ટેમ્પ પેપર
● બે સાક્ષીના ઓળખના પુરાવા

ડોમિસાઈલ સર્ટિફિકેટ મેળવવા માટેના ડોક્યુમેન્ટ :- 

● ફોર્મ અને ફોટો
● સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ
● રેશનકાર્ડ ની નકલ
● તલાટીનો 10 વર્ષનો રહેઠાણ નો દાખલો
● રૂ.  20 પર રહેઠાણ નું સોગંદનામું
● છેલ્લું લાઈટબીલ
● પોલીસ સ્ટેશનનો દાખલો
● રૂ. 3 ની કોર્ટ ફી ની ટિકિટ
● 10 વર્ષનો મિલકતનો પુરાવો
● બે સાક્ષીના ઓળખના પુરાવા
● આધારકાર્ડ ની નકલ

નવા રેશનકાર્ડ મેળવવા માટેના ડોક્યુમેન્ટ :- 

● ફોર્મ અને ફોટો
● ચૂંટણીકાર્ડ ની નકલ
● આધારકાર્ડ
● નામ કમીનો દાખલો
● બેંક પાસબુકની ઝેરોક્ષ
● તલાટી નો દાખલો
● લાઈટબીલ ની ઝેરોક્ષ
● ગેસ પાસબુક (જો હોય તો)
● રેશનકાર્ડ ધરાવતા નથી તેવું સોગંદનામું

રેશનકાર્ડ માં નામ ચઢાવવા માટેના જરૂરી ડોક્યુમેન્ટ :- 

● રેશનકાર્ડ ઝેરોક્ષ
● આધારકાર્ડ
● ચૂંટણીકાર્ડ
● બાળકના નામ ઉમેરવા માટે જન્મનો દાખલો
● 10 વર્ષથી વધુ ઉંમરના બાળક માટે સોગંદનામું
● પુત્રવધૂ તથા મોટી ઉંમરના વ્યક્તિઓના નામ માટે મામલતદારશ્રીનો"નામ કમીનો દાખલો"

મેરેજ સર્ટીફિકેટ મેળવવા માટેના જરૂરી ડોક્યુમેન્ટ :- 

● આધારકાર્ડ/ચૂંટણીકાર્ડ (બંનેના)
● પાસપોર્ટ સાઈઝના ફોટા 2-2 (બંનેના)
● લગ્નનો ફોટો (4*6 ની સાઈઝના)
● લગ્નની કંકોત્રી
● સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ (બંનેના)
● બે સાક્ષીના આધારકાર્ડ
● ગોરદાદા નું આધારકાર્ડ

મા વાત્સલ્ય કાર્ડ/ મા અમૃતમ કાર્ડ મેળવવા માટેના જરૂરી ડોક્યુમેન્ટ:- 

● ફોર્મ અને ફોટો
● ચૂંટણીકાર્ડ ની નકલ
● આધારકાર્ડ ની નકલ
● રેશનકાર્ડ ની નકલ
● આવકનો દાખલો (વાત્સલ્ય કાર્ડ માટે રૂ. 3 લાખ કે તેથી ઓછી આવકનો દાખલો)
● મહાનગરપાલિકા ના બીપીએલ (BPL)  કાર્ડની નકલ(મા અમૃતમ કાર્ડ માટે જ)


ફૂડ લાયસન્સ રેન્યુ માટેના જરૂરી ડોક્યુમેન્ટ :- 

● 3 ફોટો 
● આધારકાર્ડ
● ફૂડ લાયસન્સ કોપી / ઓરીજનલ
● પાણીનો ટેસ્ટિંગ રીપોર્ટ
● કારીગરના મેડિકલ સર્ટિફિકેટ
● નકશો MOP પ્રમાણે
● IMFECT FEE ની રસીદ આપવી
● FSSAI પર ઓનલાઈન પ્રોસેસ કરવી

 આ પણ વાંચો :- 






Post a Comment

0 Comments