LIC ની આ યોજના જેમાં તમને મળશે જીંદગીભર પેંશન જાણો તમામ માહિતી

આજે આપણે LIC પેંશન Yojana વિશે માહીતી મેળવીશું. અત્યારે લગભગ દરેકના ઘરે LIC નો વીમો હશે.  LIC ના આ  પ્લાનના લોન્ચિંગ વખતે LIC ના અધ્યક્ષ V. K. Sharma એ જણાવ્યું હતું કે LIC ની Jivan Shanti Yojana એક નોન લિંકડ પ્લાન છે. તે એકલ પ્રીમિયમ વાર્ષિક યોજના છે. તેમાં વીમા ધારક તાત્કાલિક વાર્ષિક અથવા સ્થગિત વાર્ષિકની પસંદગી કરવાનો વિકલ્પ મળે છે. 




LIC ની આ યોજનામાં  એક  50 વર્ષીય કોઈ એક વ્યક્તિ 10,18,000 /- રૂપિયા આ પોલિસીમાં લગાવે છે. તો તેને તાત્કાલિક 65,600 /- વાર્ષિક રૂપિયા પેંશન મળવાની શરૂઆત થઈ જશે. પરંતુ તેની સાથે અમુક શરતો પણ છે. તે શરતો પણ આપણે જોઈ લઈએ. 

💥 આ પ્લાન શુ છે તેના વિશે માહિતી મેળવીએ :- 

👉 LIC ની આ એક સિંગલ પ્રિમિયમ yojana છે. જેમાં એક સાથે રકમ જમા કર્યા પછી પેંશન મળવાનું શરૂ થઈ જશે. 

👉 અહીં તમારી પાસે બે પ્રકારના વિકલ્પો હશે. જો તમે ઈચ્છો તો, તમે તરત જ તમારું પેંશન શરૂ કરી શકો છો.  અને જો તમે ઈચ્છો તો તમે તેને પછી થી પણ શરૂ કરી શકો છો. 

👉 ધારો કે તમે 40 વર્ષના છો , જો તમે યોજનામાં 10 લાખનું રોકાણ કરો છો , તો તમારી પાસે 10, 15 અથવા 20 વર્ષ પછી પેંશન શરૂ કરવાનો વિકલ્પ હશે. 

👉 LIC ની આ પોલિસી   તમે ઓનલાઈન અથવા ઓફલાઈન બંને રીતે ખરીદી શકો છો. 

💥 આ યોજનામાં કઈ ઉંમરના લોકો લાભ લઈ શકે ? :- 

👉 LIC ની આ યોજનામાં લાભ લેનાર વ્યક્તિ ની ઉમર ઓછામાં ઓછી 30 વર્ષ અને વધારેમાં વધારે 85 વર્ષ હોવી જોઈએ. 

💥 આ યોજનામાં મળવાપાત્ર પેંશન :- 

👉 આ યોજના હેઠળ પેંશન ની રકમ કોઈ નક્કી હોતી નથી. તે તમારા રોકાણ, ઉંમર અને વિલંબિત સમયગાળા ઉપર આધાર રાખે છે.  અહીં બે બાબતો ધ્યાનમાં રાખવા જેવી છે ;- 

👉 ડીફરમેન્ટ પિરિયડ ( રોકાણ અને પેંશન ની શરૂઆત વચ્ચેનો સમયગાળો ) અથવા વધારે વય વચ્ચેનો તફાવત જેટલો વધુ હશે તમે એટલું વધુ પેંશન મેળવશો. 

👉 LIC તમને આ રોકાણ પર તમારા રોકણનું ટકાવારી પર પેંશન આપે છે. 
દા. ત. :- જો તમે 10 લાખના રોકાણ પર 5 વર્ષ પછી પેંશન શરૂ કરો છો તો તેના પર 9.18 ટકા વળતર ના આધારે વાર્ષિક 91,800 /- રૂપિયા નું પેંશન મળે છે.

👉 જો તમે 20 વર્ષના રોકાણ પછી પેંશન શરૂ કરો છો તો તમને 19.23 ટકાના વળતર મુજબ તમને વાર્ષિક 1,92,300 /- રૂપિયા મળે છે.  આ પેંશન અથવા વળતર તમને જીવનભર મળતું રહે છે. 

👉 એ જ રીતે જો તમે 5 લાખની એકંદરે ચૂકવણી કરો છો તો પછી પેંશન શરૂ કરો છો, તો તમે દર વર્ષે આશરે 96,150 રૂપિયા મેળવશો. 

👉 તમે આ રિટર્ન માસિક, ત્રિમાસિક, અર્ધ વાર્ષિક કે વાર્ષિક ધોરણે  પણ મેળવી શકો છો. 


💥 આ પોલીસી ની વિશેષતા :- 

👉 ત્રણ મહિના પછી કોઈપણ સમયે કોઈ તબીબી દસ્તાવેજ વગર શરણાગતી

👉 ત્રણ મહિના પછી તમને કોઈપણ જાતના મેડિકલ ડોક્યુમેન્ટ વગર લોન

👉 તરત અથવા 1 થી 20 વર્ષ વચ્ચે કોઈપણ સમયે પેંશન

👉 સયુંકત જીવન વિકલ્પ માં કોઈ નજીકના સંબંધીનો સમાવેશ કરી શકો છો. 

👉 5 થી 20 વર્ષની વચ્ચે પેંશન દર 9.18 ટકાથી 19.23 ટકા વચ્ચે
આવકવેરામાંથી મુક્તિ 

💥 LIC ની આ Policy માટે આ રીતે ગણિત સમજો. 

👉 જો 50 વર્ષનો વ્યક્તિ 10,18,000/- રૂપિયા પોલિસીના ભરે છે તો તેને તાત્કાલિક 65,600 /- રૂપિયા લેખે વાર્ષિક પેંશન મળશે. 

પરંતુ Deferred ઓપ્શન અંતર્ગત  તેને નિમ્ન ધનરાશી મળશે. 

👉 1 વર્ષ બાદ રૂપિયા 69,300 /- વાર્ષિક
👉 5 વર્ષ બાદ રૂપિયા 91,800 /- વાર્ષિક
👉 10 વર્ષ બાદ રૂપિયા 1,28,300 /- વાર્ષિક
👉15 વર્ષ બાદ રૂપિયા 1,69,500 /- વાર્ષિક
👉 20 વર્ષ બાદ રૂપિયા 1,92,300 /- વાર્ષિક 



આ પણ વાંચો :- 



Post a Comment

0 Comments