તમે whatsapp દ્વારા ગેસ સિલિન્ડર કઈ રીતે બુક કરવો તે જાણો

મિત્રો આ આર્ટિકલ માં તમારું સ્વાગત છે. આજે આપણે આ આર્ટિકલ માં તમારા ફોન માં whatsapp દ્વારા ગેસનો બાટલો કઈ રીતે બુકીંગ કરાવવો તેના વિશે માહિતી મેળવીશું.
 


અત્યારે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત મહિલાને  રેશનકાર્ડ દીઠ ગેસ કનેક્શન મફત આપવામાં આવે છે. તમે ઘરે બેઠા ગેસ સિલિન્ડર બુક કરી શકો છો. અને ઓનલાઈન પેમેન્ટ પણ કરી શકો છો. તમારે ગેસની ઓફિસે જઈને લાઈનમાં ઊભા રહેવાની જરૂર રહેતી નથી. 
તમે ગેસના બાટલાનું પેમેન્ટ ઓનલાઈન કરી શકાય છે.  

તમારો ગેસ સિલિન્ડર ઓનલાઈન કઈ રીતે બુકીંગ કરવો તેના વિશે માહિતી મેળવીએ. 

👉 તમે નીચે આપેલ ઓપ્શન દ્વારા ગેસ સિલિન્ડર બુકીંગ કરી શકો છો. 

ફોન દ્વારા
વેબસાઈટ દ્વારા
એપ દ્વારા
SMS દ્વારા
Whatsapp massengar દ્વારા

તમે ઈન્ડેન ગેસ, ભારત ગેસ અને HP ગેસ નો સિલિન્ડર વોટ્સએપ દ્વારા બુકીંગ કરી શકો છો. 

👉 Whatsapp દ્વારા ઈન્ડેન ગેસ સિલિન્ડર બુક કરવા માટેની પ્રક્રિયા :-

જો તમે ઈન્ડેન ગેસ સિલિન્ડર નો ઉપયોગ કરતા હોય તમારે સૌપ્રથમ 7718955555 પર કોલ કરીને LPG ગેસ સિલિન્ડર બુક કરી શકો છો. 
Whatsapp દ્વારા તમે REFILL ટાઈપ કરીને અને તેને whatsapp પર 7588888824 પર સેન્ડ કરીને whatsapp દ્વારા ગેસ સિલિન્ડર બુક કરી શકો છો. જેતે ગ્રાહકે રજીસ્ટ્રેશન મોબાઈલ નંબર પરથી sms મોકલવાનો રહેશે. 

તમે નીચે આપેલ લિંક પરથી ઈન્ડેન ગેસ સિલિન્ડર બુક કરી શકો છો. 



👉 Whatsapp દ્વારા ભારત ગેસ સિલિન્ડર બુક કરવા માટેની પ્રક્રિયા :- 

જે ગ્રાહકોને ભારત ગેસ માં કનેક્શન હોય તેમણે નીચે આપેલ માહિતી મુજબ ગેસ સિલિન્ડર બુક કરી શકે છે.

ભારત ગેસનું કનેક્શન ધરાવતા ગ્રાહકોએ તેમના રજીસ્ટર મોબાઈલ નંબર પરથી BOOK અથવા 1 લખીને 1800224344 પર મેસેજ મોકલવાનો રહેશે. ત્યારબાદ તમે બુકીંગ કરેલ ગેસની વિનંતી ગેસ એજન્સી દ્વારા સ્વીકારવામાં આવશે અને તમને whatsapp નંબર પર મેસેજ મળશે. 

તમે નીચે આપેલ લિંક પરથી Bharat Gas Silynder book કરી શકો છો. 


👉 Whatsapp દ્વારા HP ગેસ સિલિન્ડર બુકીંગ કરવા માટેની પ્રક્રિયા :- 

જો તમારે HP ગેસનું કનેક્શન હોય તો તમે 9222201122 whatsapp નંબર પર મેસેજ મોકલી ને ગેસ સિલિન્ડર બુક કરી શકો છો. 

તમે નીચે આપેલ લિંક પરથી HP Gas Silynder Book કરી શકો છો. 


અમારો આ આર્ટિકલ વાંચવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર ! 

આ પણ વાંચો :- 


મિત્રો તમે ઉપર મુજબ પ્રોસેસ કરીને ઘરે બેઠા ગેસ સિલિન્ડર બુક કરાવી શકો છો. આવી માહિતી મેળવવા માટે અમારી આ વેબસાઈટ ની મુલાકાત લેતા રહેશો. 

Post a Comment

0 Comments