નડાબેટ સીમા દર્શન | Nadabet Border Darshan

નડાબેટ સીમા દર્શન :-

  • મિત્રો આ આર્ટિકલ આપનું સ્વાગત છે. આજે આપણે આ આર્ટિકલ માં જ્યાં આઈ વરુવડીએ બેસણા કર્યા છે અને જ્યાં ભારત - પાકિસ્તાન બોર્ડર આવેલી છે તેવા જોવાલાયક સ્થળ નડાબેટ વિશે માહિતી મેળવીશું. 




  • નડાબેટના ખારા રણમાં મીઠી વીરડી સમાન બેટ પર બિરાજમાન ભગવતી વરૂવડી બોર્ડરની રક્ષા કરતી હોવાની લોકવાયકા છે. 
  • ભારત - પાકિસ્તાન બોર્ડર પર આવેલા બનાસકાંઠા જિલ્લાના સુઈગામથી 20 કિમી ના અંતરે રણમાં મીઠી વિરડી સમાન નડાબેટમાં આઈ વરૂડી ભગવતીનું અતિ પૌરાણિક ધામ આવેલું છે. આ ધામ અનેક ઇતિહાસો સાથે સંકળાયેલું છે.

  • ચારેબાજુ ખારા રણમાં આવેલ નડાબેટ ધામમાં રાજ્યના ખૂણે ખૂણેથી અને વિદેશમાંથી પણ શ્રધ્ધાળુઓ દર્શનાર્થે આવે છે. ભગવતી વરૂડીના ધામમાં શ્રદ્ધા સાથે આવતા ભક્તજનો આનંદિત થાય છે.




  •  500 વર્ષ પુરાણો ઈતિહાસ ધરાવતું આ ધામ લાખો લોકોનું આસ્થાનું કેન્દ્ર બન્યું છે. 

  • સરહદની રક્ષા કરતા વીર જવાનોને અનેક પરચાઓ આપ્યા હોવાની લોકવાયકા હોવાથી જવાનો પણ ભગવતીની પૂજા અર્ચના સાથે આજે પણ ફરજ પર જતાં પહેલાં માતાજીના ચરણોમાં શીશ નમાવીને જાય છે. 



  •   રણમાં મીઠી વિરડી સમાન નડાબેટ ધામમાં બિરાજમાન ભગવતી આઈ વરૂડીનો 1000 વર્ષ પુરાણો ઈતિહાસ હોવાની લોકવાયકા છે. કહેવાય છે કે પાટણના સોલંકીઓએ જૂનાગઢ સર કર્યું ત્યારે જૂનાગઢના રાજકુમાર નવઘણને તેમની નજરથી બચાવી આહીર કુળના ખમીરવંતા પરિવારે આશરો આપી પોતાના પુત્રનો ભોગ આપી બચાવી મોટો કર્યો હતો.

  • આહીર પરિવાર કુળની દીકરી જાહલ નવઘણને માડી જાયો ભાઈ માનતી હતી.



  • આહીરોએ નવઘણને ફરી જુનાગઢ ની ગાદી પર બેસાડતા નાનપણથી સાથે મોટા થયેલા ભાઈ બહેન છુટા પડ્યા.

  • ત્યારબાદ ગુજરાતમાં દુષ્કાળ પડતા પશુઓ બચાવવા જાહલ તેના પતિ સાથે સિંધ પ્રદેશમાં ગયા હતા. સિંધ પ્રદેશમાં હમીર સુમરાનું રાજ હતું.
 
  • જાહલ પર હમીર સુમરાની નજર પડતાં તેની સાથે લગ્ન કરવાના પ્રસ્તાવ સાથે જાહલને કેદ કરી હતી. અન્ય કોમથી બચવા બેની જાહલે છ માસના વ્રત હોવાનું કહી હમીર સુમરા પાસે છ માસનો સમય માંગ્યો.

  • જૂનાગઢના રાજવી એવા ભાઈ નવઘણને તેના પતિ મારફતે જાહલે ચિઠ્ઠી લખી.  

જેમાં લખ્યું હતું કે - 

  • "બેની જાહલ ચિઠ્ઠી મોકલે વાંચજે મારા નવઘણ વીર, 
  • મને સિંધમાં રોકી સુમારે હાલવા ન દે હમીર. "

  • આ જાણી ભાઈ નવઘણ બેન જાહલની વારે ચડવા જૂનાગઢ થી મોટા લશ્કર સાથે સિંધ પ્રદેશમાં નીકળ્યો. અને સુઈગામ નડાબેટ આવતા સામે દરિયો નજરે પડતાં નવઘણ મુંજાયો કે આ દરિયો કઈ રીતે પાર કરીને સિંધમાં જવું. મનમાં ભગવતી આઈ વરૂડી ને સમરતા  આઈ ભગવતી વરૂડી એક નાની દીકરીનું રૂપ લઈને આવીને નવઘણને વિસામો લેવાનું કહી આખા લશ્કરને નાની કુલડીમાંથી જમાડી ભગવતી એ નવઘણને દર્શન આપી વચન આપ્યું કે દરિયા કિનારે જતા જો તારા ભાલા પર કાળી દેવ ચકલી બેસે તો સમજજે કે આઈ વરૂડી બેઠી છે. અને પછી તારા ઘોડા દરિયામાં નાખજે અને ઘોડાના આગળના પગે પાણી હશે અને ઘોડાના પાછળના પગે ધૂળની ડમરીઓ ઊડતી હશે.  જેથી નવઘણને સિંધમાં જઈ હમીર સુમરાને પરાજિત કરી દુશ્મનોને હણીને બેની જાહલને છોડાવી પરત ફરતા આજનું જે નડાબેટ છે તે જગ્યાએ આઈ વરૂડીની નાની દેરી બનાવી બેસણા કર્યા હોવાની લોકવાયકા છે. 

  • જો કે આઈ વરૂડીના અનેક પરચા હોવાનું લોકો કહી રહ્યા છે. આજે આ ચારેબાજુ રણમાં મીઠી વિરડી સમાન મા ભગવતીનું ભવ્ય મંદિર શોભી રહ્યું છે. સુઈગામ ના પરમાર કુળના રાજપૂતો ટ્રસ્ટ થકી સંચાલન કરી રહ્યા છે.  દરરોજ અનેક શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન કરવા માટે આવે છે. અને આઈ વરૂડીના ચરણોમાં શીશ નમાવી ધન્યતા અનુભવે છે. 


દર વર્ષે ચૈત્ર માસમાં અહીં ત્રિદિવસીય લોકમેળો ભરાય છે. 


  • નડાબેટમાં બિરાજેલ આઈ વરૂડી સાથે સેકંડો ભક્તો આસ્થા ધરાવે છે. વર્ષોથી માતાજીના સાનિધ્યમાં દર વર્ષના ચૈત્ર સુદ સાતમ, આઠમ અને લોકમેળો ભરાય છે. માતાજીના પાટોત્સવ ની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. જેમાં સેકંડો માતાજીના ભક્તો માતાજીના ચરણોમાં શીશ નમાવી ધન્યતા અનુભવે છે.
 

માતાજીના પૂજારી તરીકે ફરજ બજાવે છે BSF ના જવાન 


  • ભારત પાકિસ્તાન ના ભાગલા બાદ સરહદની લકીરો ખેંચાતા સરહદની રક્ષા કાજે BSF ના જવાનોની ચોકીઓ બનાવવામાં આવી. આ નડાબેટ પર માતાજીનું સાનિધ્ય હોવાથી BSF ના જવાનોની શ્રધ્ધા સાથે આસ્થા બંધાઈ. BSF ના જવાનોને માતાજીએ અનેક પરચા આપ્યા હોવાથી આજે પણ માતાજીના પૂજારી તરીકે BSF ના જવાન ફરજ બજાવે છે. 


પાકિસ્તાનમાં ભુલા પડેલા જવાનોને માતાજીએ દીવડો બની દિશા બતાવી હતી. 


  • ઈ. સ. 1971 માં થયેલા ભારત પાકિસ્તાન યુદ્ધમાં ભારતીય સેના પાકિસ્તાનમાં ઘુસી જતા પરત આવવા રસ્તો ભૂલી જતા ભટકી પડ્યા હતા. રાત્રી દરમિયાન BSF ના કમાન્ડરે આઈ ભગવતી વરૂડીનો મનોમન યાદ કરી રસ્તો બતાવવા વિનંતી કરતા સપનામાં આવી દીવડાના સંકેત આપતા વહેલી સવારે દીવડા રૂપી આવેલા ભગવતીએ દિશા બતાવી BSF ના જવાનોને પરત ભારતની સીમમાં લાવી મદદ કરી હોવાની લોકવાયકા છે. 

  • આમ, નડાબેટમાં ભગવતી આઈ વરૂડીનું એક આસ્થાનું કેન્દ્ર બન્યું છે. અને અહીંયા અનેક ભક્તો માતાજીના દર્શન કરવા માટે આવે છે. અત્યારે નડાબેટમાં પણ જોવાલાયક સ્થળ તરીકે વિકાસ થયેલો છે. ચોમાસામાં નડાબેટ ના રણમાં પાણી ભરાતા બેટમાં ફેરવાઈ જાય છે. 

  આ પણ વાંચો :- 

Important Link



Homepage અહી ક્લિક કરો
Joine Whatsapp Channel અહી ક્લિક કરો
Joine Telegram Channel અહીં ક્લિક કરો

Post a Comment

1 Comments

आपको हमारी पोस्ट अच्छी लगी हो तो कॉमेंट जरूर करें।