ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ ભરતી 2022, વન રક્ષક ની 823 જગ્યા માટે સીધી ભરતી

ગુજરાત વનરક્ષક માં જોડાવા માંગતા ઉમેદવારો માટે ગુજરાત સરકારે વનરક્ષક માં 823 જગ્યા માટે સીધી ભરતીની જાહેરાત બહાર પાડી છે. ઉમેદવારો એ નીચે આપેલ વેબસાઈટ પર તા. 01/11/2022 (15:00 કલાક) થી તા. 15/11/2022 (સમય રાત્રીના 23:59 કલાક) સુધી ઓનલાઈન અરજી કરી શકશે.


ઉમેદવારે કોઈપણ એક જિલ્લા માટે એક જ અરજી કરવાની રહેશે. ઉમેદવાર એક કરતા વધુ જિલ્લાઓ માટે અરજી કરી શકશે નહી. 

સંસ્થાનું નામ :-   ગુજરાત વન વિભાગ

પોસ્ટનું નામ  :-  ફોરેસ્ટ ગાર્ડ - વનરક્ષક

ફોર્મ ભરવાની શરૂઆત ની તારીખ :-  01/11/2022

ફોર્મ ભરવાની છેલ્લી તારીખ  :-  15/11/2022



પરીક્ષા ફી :- 

બિન અનામત વર્ગના ઉમેદવારોએ પરીક્ષા ફી પેટે   રૂ. 100/-  સર્વિસ ચાર્જીસ ભરવાના રહેશે. 

અરજી ફોર્મમાં નીચે મુજબ ની કેટેગરી પસંદ કરનાર ઉમેદવારે કોઈપણ પ્રકારની પરીક્ષા ફી ભરવાની રહેશે નહી. 

અનુસૂચિત જાતિ (SC)

અનુસૂચિત જનજાતિ (ST)

સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ (SEBC)

આર્થિક રીતે નબળા વર્ગ (EWS)
માજી સૈનિક તમામ કેટેગરીના

વય મર્યાદા :- 

● ઉમેદવારની ઉંમર જાહેરાતમાં દર્શાવેલ ઓનલાઈન અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ ના  રોજ ગણવામાં આવશે. 
આ તારીખે ઉમેદવાર ની ઉંમર 18 વર્ષથી ઓછી ના હોવી જોઈએ. અને 34 વર્ષથી વધુ ના હોવી જોઈએ. 

શૈક્ષણિક લાયકાત :- 

ધોરણ 12 પાસ કરેલ હોવું જોઈએ. 

પસંદગી ની પ્રક્રિયા :- 

ઉમેદવારો ની પસંદગી ની પ્રક્રિયા ક્રમાનુસાર બે તબક્કામાં યોજવામાં આવશે. 

પ્રથમ તબક્કો હેતુલક્ષી પ્રશ્નોવાળી OMR પદ્ધતિથી લેવાનાર પરીક્ષા રહેશે.

બીજો તબક્કો શારીરિક ક્ષમતા કસોટીનો રહેશે. 

બંને તબક્કામાં સફળ થયેલ ઉમેદવારો એ વોકિંગ ટેસ્ટ પાસ કરવાનો રહેશે. 

લેખિત પરીક્ષા નું માળખું :- 

સામાન્ય જ્ઞાન   :-  25%

સામાન્ય ગણિત   :-  12.5%

ગુજરાતી ભાષા  :-  12.5%

કુદરતી પરિબળો જેવા કે, પર્યાવરણ તથા ઈકોલોજી, વનસ્પતિ વિષયક જ્ઞાન, વનયજીવ, જળ, જમીન, ઔષધીય વનસ્પતિ, લાકડું, તથા લાકડા આધારિત ઉધોગો , ભુ ભૌગોલિક પરિબળો   :-   50%

આ પણ વાંચો :- 


ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ - વનરક્ષક ની નોટિફિકેશન બહાર પાડવામાં આવી છે. નોટિફિકેશન ડાઉનલોડ કરવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો. 


● ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ - વનરક્ષક માં ઓનલાઈન અરજી કરવા માટે નીચે આપેલ વેબસાઈટ પર ક્લિક કરીને અરજી કરી શકો છો. 

આ પોસ્ટ વાંચવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર !

Post a Comment

0 Comments