ગાડીનું ચલણ ઓનલાઈન ચેક કઈ રીતે કરવું અને કઈ રીતે ચૂકવવું

આ આર્ટિકલ માં તમારું હાર્દિક સ્વાગત છે. આજકાલ દરેક પાસે વાહન હોય છે. અત્યારે મોટા શહેરોમાં વાહન ચલાવતી વખતે ઘણાં લોકો જાણતા કે અજાણતા ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરે છે. ઘણી વખત આપણને ઓનલાઈન ચલણ જારી કરવામાં આવે છે. પણ આપણને ખબર રહેતી નથી. 




પહેલા તમારે ગાડીનું ચલણ ભરવા માટે પરિવહન કાર્યાલય ની જરૂર પડે છે. પણ અત્યારે તો ઘરે બેઠા ઓનલાઇન ચલણ તમારા મોબાઈલ માંથી ભરી શકો છો. તમારા વાહનનું ચલણ ઓનલાઈન ઘરે બેઠા ચકાસી શકો છો. તમારા વાહનનું ચલણ ઓનલાઈન કઈ રીતે ભરવું તેની માહિતી આ લેખમાં આપવામાં આવી છે. જે નીચે પ્રમાણે છે. 



વાહનનું ચલણ ઓનલાઈન ચેક કરવાની રીત :- 


● તમારા વાહનનું ચલણ ઓનલાઈન ચેક કરવા માટે સૌપ્રથમ તમારે સત્તાવાર વેબસાઈટ પર જવાનું રહેશે. જે સત્તાવાર વેબસાઈટ નીચે આપેલ છે. તમે સત્તાવાર વેબસાઈટ તમારા મોબાઈલ, લેપટોપ બ્રાઉઝરમાં માં ખોલી શકો છો. 

● ત્યારપછી એક પેજ ખુલશે તેમાં તમારે 'ચેક ચલણ સ્ટેટસ' પર ક્લિક કરવાનું રહેશે. 



આ પણ વાંચો :- 





● ત્યારપછી તમારી સામે એક પેજ ખુલશે તેમાં તમને ત્રણ વિકલ્પો દેખાશે. ચલણ નંબર, વાહન નંબર અને DL નંબર આ ત્રણ વિકલ્પો જોવા મળશે. તેમાં તમારે વાહન નંબર પર ક્લિક કરવાનું રહેશે. 

● વાહન નંબર પર ક્લિક કરશો એટલે તમારે તમારો વાહન નંબર નાખવાનો રહેશે. પછી તમારે તમારા વાહનનો ચેસીસ નંબર અથવા એન્જીન નંબર સાથે કેપચા કોડ દાખલ કરવાનો રહેશે. ત્યારબાદ તમારે Get Detail પર ક્લિક કરવાનું રહેશે.  

● પછી એક પેજ ખુલશે તેમાં તમને તમારા વાહન પર કોઈ ચલણ છે કે નહીં તે જોવા મળશે. આ ઉપરાંત તમે તમારા DL (ડ્રાઈવિંગ નંબર) અથવા ચલણ નંબર દાખલ કરીને ચલણ ચેક કરી શકો છો.  



સત્તાવાર વેબસાઈટ પરથી વાહનનું ઈ ચલણ કઈ રીતે ચૂકવવું તેની માહિતી :- 


● સત્તાવાર વેબસાઈટ પરથી વાહનનું ઈ ચલણ ચૂકવવા માટે નીચે આપેલ પગલાંને અનુસરવા પડશે. 

● તમારા વાહનનું ઈ ચલણ ઓનલાઈન ચૂકવવા માટે સૌપ્રથમ તમારે સત્તાવાર વેબસાઈટ પર ક્લિક કરવાનું રહેશે. જે સત્તાવાર વેબસાઈટ નીચે આપેલ છે. 

● ત્યારબાદ તમારે ચલણ નંબર, DL નંબર, વાહન નંબર માંથી એક ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે. જરૂરી વિગતો દાખલ કર્યા પછી કેપ્ચા કોડ દાખલ કરવાનો રહેશે. પછી તમારે Get Detail પર ક્લિક કરવાનું રહેશે. 

● પછી તમારે Pay Online ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે. ચલણ ભરવા માટે પેમેન્ટ મોડ પર ક્લિક કરવાનું રહેશે. 

● ચુકવણી કર્યા પછી તમને એક ID જોવા મળશે જે તમારે સાચવીને રાખવાની રહેશે જે ભવિષ્યમાં કામ લાગે.

Important Link :- 



Homepage અહીં ક્લિક કરો
Official website અહીં ક્લિક કરો
Joine Newspaper Whatsapp Group અહીં ક્લિક કરો

Post a Comment

1 Comments

आपको हमारी पोस्ट अच्छी लगी हो तो कॉमेंट जरूर करें।