👉 ભારતે 10 જાન્યુઆરી 2023 ના રોજ ઓડીસાના ચાંદીપુર ખાતેની ઈન્ટીગ્રેટેડ ટેસ્ટ રેંજથી સ્ટ્રેટેજિક બેલિસ્ટિક મિસાઈલ પૃથ્વી - 2 નું સફળ પરીક્ષણ કર્યું હતું.
👉 મિસાઈલ ના તમામ ઓપરેશનલ અને ટેક્નિકલ માપદંડોને માન્ય રાખવા તેમજ મિસાઈલ સિસ્ટમ ની તૈયારી સુનિશ્ચિત કરવા માટે યુઝર ટ્રેનિંગ લોન્ચ હાથ ધરવામાં આવ્યું હતું.
● પૃથ્વી - 2 મિસાઈલ ની વિશેષતા શું છે તેના વિશે માહિતી મેળવીએ.
👉 પૃથ્વી - 2 મિસાઈલ એ સ્વદેશી રીતે વિકસિત સરફેસ ટુ સરફેસ મિસાઈલ શોર્ટ રેન્જ બેલિસ્ટિક મિસાઈલ (SRBM) છે.
👉 તેની રેન્જ લગભગ 350 km છે અને તે એક ટન પેલોડ વહન કરી શકે છે.
👉 પૃથ્વી - 2 કલાસ એ સિંગલ સ્ટેજ લિક્વિડ ઈંધણવાળી મિસાઈલ છે.
👉 મિસાઈલ એક સાબિત પ્રણાલી છે અને તે ખૂબ જ ઉચ્ચ સ્તરની ચોકસાઈ સાથે લક્ષ્યો પર પ્રહાર કરવામાં સક્ષમ મિસાઈલ છે.
👉 જ્યારે આ મિસાઈલ ને 2003 માં પ્રથમ વખત ભારતના સ્ટ્રેટેજિક ફોર્સીસ કમાન્ડમાં સામેલ કરવામાં આવી હતી.
👉 ભારતનું સરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન તેના ઇન્ટિગ્રેટેડ ગાઈડેડ મિસાઈલ ડેવલપમેન્ટ પોગ્રામ હેઠળ વિકસાવવામાં આવેલી પ્રથમ મિસાઈલ હતી.
👉 ઈ. સ. 1988 માં શ્રીહરિકોટા સેન્ટર થી પૃથ્વી - 2 મિસાઈલ નું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું.
👉 પૃથ્વી - 1 મિસાઈલ ઈ. સ. 1994 થી ભારતીય સેનાની સેવામાં છે.
👉 પૃથ્વી - 2 મિસાઈલ ઈ. સ. 1996 થી સેવામાં છે.
💥 State Bank Of India એ ઈ-બેન્ક ગેરંટી સુવિધા શરૂ કરી
👉 State Bank of India એ નેશનલ ઈ-ગવર્નન્સ સર્વિસીસ લિમિટેડ ના સહયોગથી ઈ - બેન્ક ગેરંટી સુવિધા શરૂ કરી છે.
👉 NeSL ના પ્લેટફોર્મનો ઉપયોગ કરીને બેંકના ગ્રાહકો અને અન્ય લાભાર્થીઓને વધારાની ચકાસણી વિના તરત જ ઈ-બેન્ક ગેરંટી મળશે.
👉 નેશનલ ઈ-ગવર્નન્સ સર્વિસીસ લિમિટેડ (NeSL) વિશે થોડી માહિતી મેળવીએ.
👉 NeSL નું ડિજિટલ ડોક્યુમેન્ટ એક્ઝિક્યુશન પ્લેટફોર્મ કે ઈ-સ્ટેમ્પ અને ઈ-સાઈન કર્યો પુરા પાડે છે.
👉 તે ઈ - બેન્ક ગેરંટીની પ્રક્રિયાને સરળ બનાવશે.
👉 હાલમાં બેન્ક આ ગેરંટી ફિઝિકલ સ્ટમપિંગ જરૂરી સહીઓ સાથે જારી કરે છે.
● SBI ના અધ્યક્ષ :- દિનેશ કુમાર ખારા
● SBI ના મેનેજિંગ ડિરેક્ટર્સ :- પ્રવિણ કુમાર ગુપ્તા
● SBI ની સ્થાપના :- 1 જુલાઈ, 1955 ના રોજ
● SBI નું મુખ્ય મથક :- મુંબઈ
💥 નેશનલ સ્કાય ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ
👉 જમ્મુ અને કાશ્મીરની 11 વર્ષની છોકરી ફલક મુમતાઝે નેશનલ સ્કાય ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે.
👉 હાલમાં તે ફુલગામની આઈશા અલી એકેડેમીમાં છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરી રહી છે.
● 23 મી નેશનલ સ્કાય ચેમ્પિયનશીપ
👉 SQAY ફેડરેશન ઓફ ઈન્ડિયા દ્વારા 23 મી નેશનલ સ્કાય ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું હતું.
👉 આ આયોજન જમ્મુ કાશ્મીર SQAY એસોસિએશન દ્વારા ઈન્ડોર સ્ટેડિયમ ભગવતી નગર જમ્મુ ખાતે કરવામાં આવ્યું હતું.
👉 જેમાં આંધ્રપ્રદેશ બીજા સ્થાને અને ઓડીસા ત્રીજા સ્થાને રહ્યું હતું.
📳 દરરોજ નું કરંટ અફેર મેળવવા માટે અમારા વોટ્સએપ ગૃપમાં join થવા વિનંતી.
👇👇👇👇👇👇👇👇👇👇
0 Comments
आपको हमारी पोस्ट अच्छी लगी हो तो कॉमेंट जरूर करें।