ગુજરાતમાં હવે 1000 ની વસ્તી હશે તો અલગ ગ્રામ પંચાયત મળશે

ગુજરાત સરકારે લીધો મહત્વપૂર્ણ નિર્ણય. જાણો શુ લીધો છે નિર્ણય ?

મિત્રો અમારા આ આર્ટિકલ માં તમારું હાર્દિક સ્વાગત છે. હાલમાં ગુજરાત સરકારે નિર્ણય લીધો છે કે જે ગામમાં 1000 ની વસ્તી હશે તે ગામને અલગ ગ્રામ પંચાયત આપવામાં આવશે.અત્યારે જ્યાં બે ગામ વચ્ચે એક ગ્રામ પંચાયત છે ત્યાંના લોકોને પોતાના સરકારી કામકાજ માટે બીજા ગામમાં જવું પડે છે. જો પોતાના  ગામમાં જ ગ્રામ પંચાયત હોય તો બાજુના ગામમાં જવાની જરૂર રહેતી નથી. 


રાજ્ય સરકારના પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા જૂથ પંચાયતો, ગ્રામ પંચાયતોના વિભાજન કરવા માટેની દરખાસ્ત માં  સરળતા રહે તે માટે રાજ્યની જૂથ ગ્રામ પંચાયતો/ગ્રામ પંચાયતોના વિભાજન કરવા તેમજ પેટા પરાને સ્વતંત્ર ગ્રામ પંચાયત અંગે જોગવાઈઓ , માપદંડો અને સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે. 
● રાજ્ય સરકાર દ્વારા જૂથ ગ્રામ પંચાયતો, ગ્રામ પંચાયતોના વિભાજન કરવાના માપદંડો નક્કી કરાયા છે. 
● ગુજરાત સરકારે જૂથ ગ્રામ પંચાયત, ગ્રામ પંચાયતના વિભાજન તેમજ પેટા પરાને સ્વતંત્ર ગ્રામ પંચાયત આપવા નક્કી કરેલી જોગવાઈ ઓ અનુસાર વસ્તીનું ધોરણ 1000 માણસોનું હોવું જોઈએ. 
● જ્યારે આદિજાતિ વિસ્તાર માટે આ સંખ્યા 750 માણસો ની રાખવામાં આવી છે. ઉપરાંત બે ગામ વચ્ચેનું મિનીમમ અંતર 2 કિલોમીટર નું હોવું જોઈએ. જો કે જે ગામની માથાદીઠ વાર્ષિક આવક રૂ. 25 કે તેથી વધારે હોય ત્યાં બે ગામો વચ્ચેના અંતરમાં 1 કિમીની છૂટછાટ આપી શકાશે. આ માપદંડ ને લક્ષ્ય માં રાખીને જવાબદાર કાર્યકર કે લોક પ્રતિનિધિની રજુઆત કે અભિપ્રાય મળે તો તે અંગે ગુણ દોષના આધારે વિચારણા કરવામાં આવશે. 
● ગ્રામ પંચાયતના વિભાજન અંગેની અરજી જે તે ગ્રામ પંચાયતના કુલ મતદારો ના 5 % મતદારોની સહી અને અંગુઠાના નિશાન સાથે જ કરવાની રહેશે. દરખાસ્ત માં લેખિત બાંહેધરી પણ મેળવવાની રહેશે. 

Also Read :- 


● જંગલ વિસ્તારના ગામોને અલગ ગામ ઠામ ન હોય તો પણ અલગ ગ્રામ પંચાયત આપી શકાશે. 

Post a Comment

0 Comments