Ayushman Health Card 2023 : આયુષ્યમાન હેલ્થ કાર્ડ ડાઉનલોડ કરો ફક્ત બે મિનિટમાં

મિત્રો આપણે આ લેખમાં આયુષ્યમાન હેલ્થ કાર્ડ ઘરે બેઠા કઈ રીતે ડાઉનલોડ કરવું તેના વિશે માહિતી મેળવીશું. તમે તમારું આયુષ્યમાન હેલ્થ કાર્ડ આધારકાર્ડ ની મદદથી મોબાઈલ માં સરળતાથી ડાઉનલોડ કરી શકો છો. 



ઘણા લોકો એવા છે કે જેમણે આયુષ્યમાન કાર્ડ બનાવ્યા છે પણ કોઈ કારણસર ખોવાઈ ગયું હોય તો તમે તમારા મોબાઈલ માં આધારકાર્ડ ની મદદથી ડાઉનલોડ કરી શકો છો. મોબાઈલ માં આયુષ્યમાન હેલ્થ કાર્ડ ડાઊનલોડ કરવા માટે આધારકાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક કરેલ હોવો જોઈએ. 

Ayushyaman Health Card Details :- 


સંસ્થાનું નામ :- Ministry of Health and Family Welfare Government of India

Official website :- pmjay.gov.in

કેન્દ્ર સરકારે ગરીબ વર્ગના લોકો માટે આયુષ્યમાન ભારત યોજના ચાલુ કરી છે. રાજ્ય સરકાર પણ આ યોજના સાથે જોડાયેલી છે. તેથી આ યોજનાનું નામ બદલીને હવે આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના કરવામાં આવ્યું છે. આ યોજના માટે યોગ્યતા ધરાવતા લોકો માટે આયુષ્યમાન કાર્ડ બનાવીને આપવામાં આવે છે. આ યોજના અંતર્ગત આયુષ્યમાન હેલ્થ કાર્ડ ધરાવતા ગરીબ વર્ગના લોકો મફતમાં 5 લાખ રૂપિયા સુધીની સારવાર કરાવી શકે છે. જો તમારે આયુષ્યમાન હેલ્થ કાર્ડ હોય તો તેના વિશે વિસ્તૃત માહિતી મેળવીએ. કે આ આયુષ્યમાન હેલ્થ કાર્ડ ઘરે બેઠા કઈ રીતે ડાઉનલોડ કરી શકીએ. 

આયુષ્યમાન હેલ્થ કાર્ડ ડાઉનલોડ કરવાની stape by stape માહિતી 

Stape -1

સૌપ્રથમ તો તમારે આયુષ્યમાન હેલ્થ કાર્ડ ડાઉનલોડ કરવા માટે સત્તાવાર વેબસાઈટ પર જવાનું રહેશે. સત્તાવાર વેબસાઈટ નીચે આપેલ છે.

Stape - 2

Homepage માં ઉપર ત્રણ લાઈન જોવા મળશે ત્યાં તમે ક્લિક કરશો એટલે ત્યાં તમને Download Ayushyaman Card  ઓપ્શન જોવા મળશે તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે. 

Stape - 3

પછી તમારે આધાર select કરીને scheme માં PMJAY સિલેક્ટ કરવાનું રહેશે. પછી તમારું રાજ્ય સિલેક્ટ કરીને તમારો આધારકાર્ડ નંબર નાખવાનો રહેશે. તમારું આધારકાર્ડ મોબાઈલ નંબર સાથે લિંક હોવું જરૂરી છે. 

Stape - 4

પછી તમારા આધારકાર્ડ સાથે જે મોબાઈલ નંબર લિંક હશે તે મોબાઈલ નંબર પર એક OTP આવશે. તમારા મોબાઈલ નંબર પર આવેલ OTP નાખીને Verify બટન પર ક્લિક કરવાનું રહેશે.  

Stape - 5

પછી એક નવું પેજ ખુલશે તે પેજમાં તમારું નામ અને તમે આયુષ્યમાન હેલ્થ કાર્ડ ક્યારે બનાવવામાં આવ્યું તે જોવા મળશે. અને  DOWNLOAD CARD  પર ક્લિક કરીને તમે તમારું આયુષ્યમાન હેલ્થ કાર્ડ ડાઊનલોડ કરી શકો છો. 


આયુષ્યમાન કાર્ડ ડાઉનલોડ કરતી વખતે Invalid OTP Please try Again Error  આવે તો તમારે શુ કરવું?


Ministry of Health and Family Welfare દ્વારા આયુષ્યમાન હેલ્થ કાર્ડ ડાઉનલોડ કરવાની સુવિધા તાજેતરમાં શરૂ કરવામાં આવી છે. માટે સત્તાવાર વેબસાઈટ પર ઘણા લોકો પોતાનું આયુષ્યમાન હેલ્થ કાર્ડ ડાઉનલોડ કરતાં હોય છે. જેના કારણે આવી Error આવી શકે છે. સર્વિસ બરાબર કામ કરતી ના હોવાથી Invalid OTO Please Try Again આવે છે.આવી Error આવે તો થોડા દિવસો પછી વેબસાઈટ પર પ્રયાસ કરશો એટલે તમારું આયુષ્યમાન કાર્ડ ડાઉનલોડ થઈ જશે. 

લેખ સંપાદન :- 

આ લેખ તમે Technicallynavin ના માધ્યમથી વાંચી રહ્યા છો. 

આ લેખ વાંચવા બદલ તમારો આભાર 

Important Link 

Technicallynavin Homepage અહીં ક્લિક કરો
Ayushman Card Official website અહીં ક્લિક કરો

Post a Comment

0 Comments