ઉત્તરાયણનું મહત્વ

મિત્રો આ આર્ટિકલ માં આપણે ઉત્તરાયણ ના મહત્વ વિશે માહિતી મેળવીશું.આખા વર્ષમાં બધા તહેવારો હિન્દુતિથી પ્રમાણે આવતા હોય છે આ ઉત્તરાયણ એક એવો તહેવાર છે કે જે  જાન્યુઆરી મહિનામાં 14 તારીખે ઉત્તરાયણ પર્વ ઉજવવામાં આવે છે.


ઉત્તરાયણ ને મકરસંક્રાંતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઉત્તરાયણ ના દિવસે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે. 
સૂર્યના મકર રાશિમાં પ્રવેશ પછી દિવસ ધીમે ધીમે લાંબો થતો જાય છે અને રાત્રી ટૂંકી થતી જાય છે. સૂર્ય ઉત્તર દિશા તરફ આગળ વધે છે. આ દિવસો માં નવા તૈયાર થયેલા પાકના લણણીનું પણ ઘણું મહત્વ છે. 
એક દંતકથા એવી છે કે આ દિવસે સૂર્ય તેમના પુત્ર શનિની મુલાકાત કરે છે. મકરસંક્રાંતિ ની ઉજવણી આ રીતે માતા-પિતા અને પુત્ર વચ્ચે ના સકારાત્મક બંધનને ઉજાગર કરે છે. એવું મનાય છે કે જો આ દિવસે પિતા તેમના પુત્રની મુલાકાત લે તો તેમને કોઈ પણ સમસ્યા દૂર કરવામાં મદદ મળે છે અને સુખ સમૃદ્ધિ વધે છે. 
એક પૌરાણિક કથા એવી છે કે મહાભારતમાં ભીષ્મ પિતામહ ને ઈચ્છા મૃત્યુનું વરદાન હોય છે. બાણ શૈયા પર ભીષ્મ પિતામહ ઉત્તરાયણ સુધી મૃત્યુની રાહ જુએ છે. તેઓ સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે અને ઉત્તરાયણ આવે ત્યારે જીવ છોડવાનું નક્કી કરે છે. આથી પણ આ દિવસનું ઘણું મહત્વ છે. 
આ દિવસ વિવિધ રાજ્યોમાં વિવિધ રીતે ઉજવવામાં આવે છે. પંજાબ, હરિયાણા અને હિમાચલ પ્રદેશમાં લોહરી તરીકે તેની ઉજવણી કરવામાં આવે છે. આસામમાં બિહુ પર્વ માનવામાં આવે છે. કેરળના લોકો પોંગલ તરીકે તેની ઉજવણી કરે છે. ગુજરાત, આંધ્રપ્રદેશ, તામિલનાડુ, બુદેલખંડ, બિહાર, પશ્ચિમ બંગાળ વગેરે રાજ્યોમાં પણ તેની ઉજવણી કરવામાં આવે છે. મોટાભાગે ખેડૂત સબંધિત આ પર્વ રહેલું હોય છે.  આ દિવસો માં ઘરમાં નવા પાકનું આગમન થતું હોય છે અને તેની કાપણીથી લઈ અનેક કામ માટે લોકો ભેગા થઈ ઉત્તરાયણ પર્વની ઉજવણી કરે છે. 

ભગવાન શ્રીકૃષ્ણએ ગીતામાં ઉત્તરાયણ નું મહત્વ જણાવ્યું :- 

ભગવાન શ્રીકૃષ્ણએ ગીતાના આઠમા અધ્યાયમાં ઉત્તરાયણ નું મહત્વ સમજાવ્યું છે. ભગવાન શ્રીકૃષ્ણ અર્જુન ને કહે છે કે હે અર્જુન એવા લોકો કે જેમને બ્રહ્મ નો બોધ થયો હોય, જ્યારે અગ્નિમય જ્યોતિ દેવતાના પ્રભાવથી 6 મહિના સૂર્યદેવ ઉત્તરાયણ માં હોય છે ત્યારે દિવસના પ્રકાશમાં પોતાનું શરીર ત્યાગે છે તેને ફરીથી આ પૃથ્વી પર જન્મ લેવો પડતો નથી. અને એવા યોગીઓ જે રાત્રીના અંધકારમાં ધ્રુમદેવતાના પ્રભાવથી દક્ષિણાયન માં પોતાનું શરીર ત્યાગે છે તેઓ ચંદ્ર લોકમાં ફરીથી જન્મ લે છે. અહીં પ્રકાશ અને અંધકાર નો અર્થ સૂર્ય ઉત્તરાયણ અને દક્ષિણાયન સાથે છે. આથી છાંદોગ્ય ઉપનિષદ માં પણ સૂર્ય ઉત્તરાયણ ના મહત્વ નું વર્ણન  જોવા મળે છે. 

ધાર્મિક મહત્વ 

ઉત્તરાયણ ના દિવસે સૂર્ય પૂજા, ગૌપૂજા અને દાનનું ખૂબ જ મહત્વ છે. ઉત્તરાયણ ના દિવસે કરેલ દાનનું 100 ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે. ઉત્તરાયણ ના દિવસે જો શ્રદ્ધાપૂર્વક ઉપાસના અને પૂજા કરવામાં આવે તો વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે. સૂર્યનો અર્થ થાય છે સકારાત્મક ઊર્જા અને શક્તિ. સૂર્ય ભગવાન ની કૃપા પ્રાપ્ત થવાથી મનુષ્યયમાં ઉર્જા આવે છે અને પોઝીવીટીવી પ્રાપ્ત થાય છે. તેજ અને પોઝીવિટીવી પ્રાપ્ત થવાથી મનુષ્યને શારીરિક રોગોમાંથી મુક્તિ મળે છે અને જીવનમાં પ્રસન્નતા અને ઉલ્લાસ આવે છે એટલા માટે આપના ધર્મ શાસ્ત્રો માં  ઉત્તરાયણ ના દિવસે સૂર્ય પૂજાનું ખૂબ જ મહત્વ રહેલું છે. સૂર્ય મકર રાશિમાં પ્રવેશતા કમુરતા પુરા થાય છે અને માંગલિક કાર્યોનો પ્રારંભ થાય છે. જ્યોતિષશાસ્ત્ર મુજબ પણ ઉત્તરાયણ ના દિવસે સૂર્ય પૂજા અને સૂર્યની ઉપાસનાનું વિશેષ મહત્ત્વ રહેલું છે. 

આમ , આપણા ધર્મશાસ્ત્રો માં ઉત્તરાયણ નું ખૂબ મહત્વ છે. 




Post a Comment

0 Comments