Skill India Registration 2023 ભારત સરકારે બેરોજગાર માટે નવું પોર્ટલ બહાર પાડ્યું

મિત્રો આ લેખમાં તમારું હાર્દિક સ્વાગત છે. જેમણે ધોરણ 10 મુ પાસ કરેલ છે તે બેરોજગાર ઉમેદવારો માટે ભારત સરકારે એક પોર્ટલ બહાર પાડ્યું છે જેનું નામ છે - સ્કિલ ઈન્ડિયા પોર્ટલ. 



Skill India portal નો મુખ્ય હેતુ :- 

સ્કિલ ઇન્ડિયા પોર્ટલ નો મુખ્ય હેતુ એ છે કે દેશના નાગરિકો ને બેરોજગારી સામે લડવા માટે કૌશલ્યો વિકસાવવામાં મદદ કરે છે. 

આ લેખમાં આપણે Skill India Registration Online 2023 પોર્ટલ ની વિગતવાર માહિતી પ્રાપ્ત કરીશું. 

● સ્કિલ ઈન્ડિયા પોર્ટલ પર તમે નોંધણી કરો તે પહેલાં તમારી પાસે જરૂરી ડોક્યુમેન્ટ હોવા જરૂરી છે.  

● ભારત સરકારે પુરુષો અને મહિલાઓ સહિત બંને બેરોજગાર વ્યક્તિ ઓ માટે આ પોર્ટલ લોન્ચ કર્યું છે. 

👉 પોર્ટલ નું નામ :- Skill India Portal 

👉 કોના દ્વારા શરૂ કરવામાં આવી :- ભારત સરકાર દ્વારા

👉 લાભાર્થી :- ભારતના લોકો

👉 હેતુ :- કૌશલ્ય તાલીમ આપવી

👉 વર્ષ :- 2023

👉 અરજીનો પ્રકાર :- ઓનલાઈન


Skill India Registration Online - 2023 માટે ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ જોઈશે?


Skill India Registration Online 2023  ની પ્રક્રિયા માટે નીચે પ્રમાણેના ડોક્યુમેન્ટ ની જરૂર પડશે. 

● આધારકાર્ડ

● બેંકની પાસબુક

● પાનકાર્ડ

● પાસપોર્ટ સાઇઝનો ફોટો

● ચાલુ હોય તેવો મોબાઈલ નંબર

● શૈક્ષણિક પ્રમાણપત્ર ની સ્વ પ્રમાણિત નકલ


👉 આ પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરતી વખતે ઉપર દર્શાવેલ જરૂરી ડોક્યુમેન્ટ તમારી પાસે રાખવાથી સ્કિલ ઈન્ડિયા પોર્ટલ પર નોંધણી કરવામાં તમને ખૂબ જ સરળતા રહેશે. 


Skill India Registration Online 2023 પોર્ટલ પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કઈ રીતે કરવી તેની વિગતવાર માહિતી નીચે પ્રમાણે આપેલ છે. 


● આ પોર્ટલ પર નોંધણી કરવા માટે સૌપ્રથમ તમારે સત્તાવાર વેબસાઈટ પર જવાનું રહેશે. સત્તાવાર વેબસાઈટ નીચે આપેલ છે. 


● સ્કિલ ઇન્ડિયા વેબસાઈટના હોમપેજ પર જવાનું રહેશે. અને "નોંધણી કરો" વિકલ્પ પસંદ કરવાનો રહેશે. 

● ત્યારબાદ ઉમેદવારી શ્રેણી પસંદ કરો નવું પેજ ખુલતા કેટેગરી વિભાગ હેઠળ "ઉમેદવાર" વિકલ્પ પસંદ કરવાનો રહેશે. 

● ત્યારબાદ તમારી સામે નોંધણી ફોર્મ ભરવા માટેનું એક પેજ ખુલશે. આ નોંધણી ફોર્મ તમારે કાળજીપૂર્વક ચોક્કસાઈ થી ભરવાનું રહેશે. 

● નોંધણી ફોર્મ ભર્યા પછી તમે ભરેલ માહિતી ચેક કરી લેવી કોઈ ભૂલ તો નથી થઈ ને. 

● ત્યારબાદ તમારે નોંધણી ફોર્મ ભરીને "સબમિટ કરો" બટન પર ક્લિક કરીને ફોર્મને સબમિટ કરવાનું રહેશે. 

● તમે ફોર્મ સબમિટ કરશો એટલે તમને એક નોંધણી નંબર પ્રાપ્ત થશે. તે નોંધણી નંબર તમારે સાચવીને રાખવાનો રહેશે. 

નોંધ :- 
ઓનલાઈન નોંધણી કરતા પહેલા જરૂરી ડોક્યુમેન્ટ પોતાની પાસે રાખવા પડશે.


સ્કિલ ઈન્ડિયા પોર્ટલ માં ઓનલાઈન અરજી કરવાની સ્ટેપ બાય સ્ટેપ માહિતી જાણો.


● એકવાર નોંધણી કર્યા પછી આ સ્કિલ ઈન્ડિયા પોર્ટલ માં લોગીન કરવાનું રહેશે. 




● તમે લોગીન કરશો એટલે તમારી સામે એક એપ્લિકેશન ફોર્મ ખુલશે. આ ફોર્મ તમારે કાળજીપૂર્વક ભરવાનું રહેશે. 

● ત્યારબાદ તમારે જરૂરી ડોક્યુમેન્ટ સ્કેન કરીને અપલોડ કરવાના રહેશે. 

● તમે એપ્લિકેશન ફોર્મ ભર્યા પછી અને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કર્યાં પછી "સબમિટ કરો" બટન પર ક્લિક કરવાનું રહેશે. તમને તમે કરેલ અરજીની સ્લીપ અથવા રસીદ પ્રાપ્ત થશે. જે તમારે સાચવીને રાખવાની રહેશે. 


👉 તમે ઉપર દર્શાવેલ માહિતી ને અનુસરીને Skil India Portal માં નોંધણી કરી શકો છો. અને આ પોર્ટલ અંતર્ગત મળવાપાત્ર લાભો મેળવી શકો છો. 

👉 આ લેખ તમે Technicallynavin ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લેખમાં અમે વિવિધ માધ્યમો પરથી માહિતી એકત્ર કરીને તમારા સુધી પહોંચવા માટે પ્રયત્ન કર્યો છે. 

અમે આશા રાખીએ છીએ કે આ લેખ બેરોજગાર ઉમેદવારો માટે ઉપયોગી થશે. 

Important Link



Post a Comment

0 Comments