તો આજે આપણે આ લેખમાં ડુપ્લીકેટ માર્કશીટ માટે ઓનલાઈન અરજી કઈ રીતે કરવી તેની સ્ટેપ બાય સ્ટેપ માહિતી મેળવીશું.
GSEB દ્વારા ધોરણ 10 અને 12 ની ડુપ્લિકેટ માર્કશીટ ઘરે બેઠા મેળવો :-
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ , ગાંધીનગર દ્વારા ધોરણ 10 અને ધોરણ 12 ની બોર્ડની પરીક્ષા લેવામાં આવે છે. ગુજરાત બોર્ડ દ્વારા હવે ધોરણ 10 અને 12 ના પ્રમાણપત્રો ઓનલાઈન મુકવામાં આવે છે. ગુજરાત બોર્ડ દ્વારા વર્ષ ઈ. સ. 1952 થી આજ સુધીના ધોરણ 10 અને ધોરણ 12 ના તમામ પ્રમાણપત્રો ઓનલાઈન મૂકી દેવામાં આવ્યા છે. વર્ષ 1952 થી આજ સુધી ના પ્રમાણપત્રો વિદ્યાર્થીઓ ઓનલાઈન ડાઉનલોડ કરી શકે છે. ધોરણ 10 નો વર્ષ 1952 થી વર્ષ 2019 સુધી અને ધોરણ 12 નો વર્ષ 1978 થી વર્ષ 2019 સુધીના પરિણામપત્ર ના તમામ રેકોર્ડ રજીસ્ટર સ્વરૂપમાં નિભાવવામાં આવેલ છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા તમામ ધોરણ 10 અને 12 ના પાંચ કરોડ જેટલા વિદ્યાર્થીઓના પરિણામના રેકોર્ડનું ડિજિટાઈઝેશન કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ ને. આપવામાં આવતા પ્રમાણપત્રોની ઓનલાઈન પ્રક્રિયા અને રેકોર્ડ ડિજિટાઈઝેશન નું ઉદઘાટન શિક્ષણમંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા ના હસ્તે કરવામાં આવ્યું હતું.
હવે ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ ને ડુપ્લિકેટ પ્રમાણપત્રો લેવા માટે ગાંધીનગર ના ધક્કા ખાવા નહિ પડે. હવે ધોરણ 10 અને 12 ના ડુપ્લિકેટ પ્રમાણપત્રો મેળવવા માટે ઓફિશિયલ વેબસાઈટ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. જેના કારણે વિધાર્થીઓ નો સમય બચશે અને નાણાંની પણ બચત થશે.
ડુપ્લિકેટ માર્કશીટ મેળવવા માટેની ફી :-
● પ્રમાણપત્ર ફી :- રૂ. 50/-
● ડુપ્લિકેટ માર્કશીટ ફી :- રૂ. 50/-
● માઈગ્રેશન ફી ;- રૂ. 100/-
ડુપ્લિકેટ માર્કશીટ માટે ઘરે બેઠા ઓનલાઈન અરજી કરવાની માહિતી
● સ્ટેપ - 1
સૌપ્રથમ તો તમારે સત્તાવાર વેબસાઈટ પર જવાનું રહેશે. જે સત્તાવાર વેબસાઈટ નીચે આપેલ છે.
● સ્ટેપ - 2
તમે સત્તાવાર વેબસાઈટ પર જશો એટલે એક પેજ ખુલશે જેમાં તમારે Duplicate Marksheet ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે.
● સ્ટેપ - 3
તમારે સૌપ્રથમ રજીસ્ટ્રેશન ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે.
● સ્ટેપ - 4
ત્યારબાદ તમારે રજીસ્ટ્રેશન માં માગેલ તમામ વિગતો ભરવાની રહેશે. પછી તમારે રજીસ્ટ્રેશન બટન પર ક્લિક કરવાનું રહેશે.
● સ્ટેપ - 5
રજીસ્ટ્રેશન કર્યા પછી તમારે લોગીન કરવાનું રહેશે. લોગીન કર્યા પછી તમારે માગેલ વિગતો ભરવાની રહેશે.
● સ્ટેપ - 6
પછી તમારે online payment કરવાનું રહેશે.
***મહત્વપૂર્ણ પ્રશ્નો***
★ ડુપ્લિકેટ માર્કશીટ મેળવવા માટેની ઓફિશિયલ વેબસાઈટ કઈ છે ?
> ડુપ્લિકેટ માર્કશીટ મેળવવા માટેની ઓફિશિયલ વેબસાઈટ www.gsebeservice.com છે.
★ ધોરણ 12 બોર્ડની ડુપ્લિકેટ માર્કશીટ મેળવવા માટેની ફી કેટલી છે ?
> ધોરણ 12 બોર્ડની ડુપ્લિકેટ માર્કશીટ મેળવવા માટેની ફી 50/- રૂપિયા છે +સ્પીડ પોસ્ટ ચાર્જ
★ ધોરણ 10 બોર્ડની ડુપ્લીકેટ માર્કશીટ મેળવવા માટેની ફી કેટલી છે ?
> ધોરણ 10 બોર્ડની ડુપ્લિકેટ માર્કશીટ મેળવવા માટેની ફી 50/- રૂપિયા છે +સ્પીડ પોસ્ટ ચાર્જ
આ લેખ તમે Technicallynavin ના માધ્યમથી વાંચી રહ્યા છો.
Technically navin Homepage | અહીં ક્લિક કરો |
---|---|
ડુપ્લિકેટ માર્કશીટ મેળવવા માટે અરજી કરો | અહીં ક્લિક કરો |
માઈગ્રેશન સર્ટિફિકેટ માટે અરજી કરો | અહીં ક્લિક કરો |
0 Comments
आपको हमारी पोस्ट अच्छी लगी हो तो कॉमेंट जरूर करें।