"Prevention is not only better but cheaper than cure. "
એટલે કે રોગનો ઉપચાર કરવો તેના કરતાં રોગ ના થાય તેની પૂર્વ સાવધાની રાખવી તે શ્રેષ્ઠ જ નહીં , પરંતુ સસ્તું પણ છે.
'પહેલું સુખ તે જાતે નર્યા' આપણે સૌ જાણીએ છીએ કે , શરીર સ્વસ્થ અને નિરોગી હોય તો જ આપણે સુખી રહી શકીએ છીએ.
અંગ્રેજીમાં કહેવત છે કે -
"Prevention is the best cure."
સ્વાસ્થ્ય એટલે શું ?(What is Health?)
"Health is a state of complete physical, mental and Social well being and not merely the absence of disease or infirmity." (W.H.O)
અર્થાત :
સ્વાસ્થ્ય એટલે સંપૂર્ણ શારીરિક, માનસિક અને સામાજિક રીતે સ્વસ્થ રહેવું તે છે, નહિ કે માત્ર શરીરમાં રોગની કે નબળાઈ ની ગેરહાજરી હોવી.
સમાજના મોટા ભાગના લોકો બાહ્ય શરીરમાં કોઈ રોગ ન હોવા તેને સ્વચ્છતા માનતા હોય છે , પરંતુ ભારતનું પ્રાચીન આર્યુવૈદ અને આજની આધુનિક ચિકિત્સા એ બંને શરીર અને મનની સ્વસ્થતા હોવી તેને જ સંપૂર્ણ સ્વાસ્થ્ય કહે છે.
💥 સંકલ્પ શક્તિની પ્રબળતા
દુનિયાના તમામ વ્યક્તિઓ સફળ થવા ઈચ્છે છે, પરંતુ તે સફળતા માટે પ્રયત્ન કરવા બહુ ઓછા લોકો તત્પર હોય છે. તેથી જ તેઓ મહાન બની શકતા નથી. દુર્બળ વ્યક્તિ સફળતા નો માત્ર સંકલ્પ કરે છે, જ્યારે મહાન વ્યક્તિ પાસે તે સફળતા પ્રાપ્ત કરવા દઢ સંકલ્પ શક્તિ હોય છે. એટલે જ
વિક્ટર હ્યુન્ગોએ કહ્યું છે કે,
"People do not lack strength they lack will."
અર્થાત,
લોકોમાં તાકાતની નહિ પરંતુ સકલ્પશક્તિની કમી હોય છે.
સ્વામી વિવેકાનંદે પણ કહ્યું છે કે,
"All power is within your, you can do anything and everything."
અર્થાત ,
બધી જ શક્તિ તમારી અંદર છે, તમે કાંઈ પણ અને બધું જ કરી શકો છો.
💥 નિરોગી જીવનના ત્રણ સ્થંભો
નિરોગી જીવનના ત્રણ સ્થંભોમાં આહાર, ઊંઘ અને વ્યાયામ નો સમાવેશ થાય છે. આ ત્રણેય સ્થંભો વિશે આપણે વિગતવાર માહિતી મેળવીશું.
💥 આહાર :-
આહાર એ વ્યક્તિના શરીર અને વિચારો (મન) ના નિર્માણનું પ્રથમ પગથિયું છે. આહાર એજ ઔષધ એ ન્યાયે આહાર જ મનુષ્યના શરીરની સ્વસ્થતા અને અસ્વસ્થતા નું મુખ્ય કારણ છે.
● હંમેશાં માપસર જમવું
આપણે બધા સારી રીતે જાણીએ છીએ કે , 'યોગ્ય માત્રામાં જમવું એ નિરોગી રહેવા માટેનો શ્રેષ્ઠ ઉપાય છે.' પરંતુ આપણને જમતી વેળાએ કેટલું જમવું તે બાબતનો વિવેક રહેતો નથી. મોટા ભાગના લોકો ને ભૂખ લાગી છે એટલે જમવું. બસ આટલી જ ખબર પડે છે. પરંતુ પેટ એ કચરાપેટી નથી કે, તમે ગમે તે વસ્તુ ગમે તે પ્રમાણમાં નાખી દેવાય.
જેમ ચૂલામાં વધુ લાકડા નાખવાથી અગ્નિ ઓલાઈ જાય છે તેમજ પેટ ભરીને જમવાથી જઠરાગ્નિ મંદ પડી જાય છે.
● જમતી વખતે પાણી પીવાનો વિવેક
પાણી પીવું હોય તો ભોજનની 45 મિનિટ પહેલા પીવું જોઈએ ભોજન સમયે ખૂબ જ ઓછું અને ભોજન બાદ 2 કલાક પછી પાણી પીવું જોઈએ.
આયુર્વેદ માં કહ્યું છે કે,
"જાણ્યા પહેલા પાણી પીવાથી જઠરાગ્નિ મંદ પડી જાય છે, તેથી જમેલો ખોરાક પચતો નથી અને શરીર નિર્બળ રહે છે. અડધું જમી રહ્યા પછી થોડું પાણી પીવાથી ધાતુઓ યોગ્ય પ્રમાણમાં રહે છે અને ભોજનને અંતે પાણી પીવાથી કફની વૃદ્ધિ થાય છે. અને તેનાથી શરીર સ્થૂળ રહે છે."
💥 ઊંઘ
દેહ નિભાવ માટે જેટલું પ્રયોજન આહારનું છે તેટલું જ પ્રગાઢ નિંદ્રા નું મનાયું છે.
પ્રત્યેક વ્યક્તિની ઉંમરના આધારે તેની ઊંઘની જરૂરિયાત અલગ અલગ હોય છે
👉 1 વર્ષ સુધી (Newbom) :- 16 થી 18 કલાક
👉 2 થી 7 વર્ષ સુધી (Infant):- 14 થી 16 કલાક
👉 8 થી 18 વર્ષ સુધી (Adolescent) :- 8 થી 9 કલાક
👉 19 થી 40 વર્ષ (Youth) :- 7 થી 7:30 કલાક
👉 41 થી 65 વર્ષ (Adult) :- 6:30 થી 7 કલાક
👉 66 + (Old age) :- 6: 30 કલાક
● અનિદ્રાના ઉપચારો
👉 સુતા પહેલા ઠંડા પાણી વડે હાથ પગ ધોઈ, પગના તળિયે અને કપાળે ઘી ઘસવું.
👉 બંને નાકમાં ગાયના ઘી ના 2-2 ટીપાં નાખવા.
👉 દૂધમાં ખાંડ તથા ગંઠોડાનું ચૂર્ણ ઉકાળીને પીવું.
👉 ચોથા ભાગના જાયફળ નું ચૂર્ણ પાણી સાથે લેવું.
👉 સૂતાં પહેલા પાકાં કેળા ખાવાથી ઊંઘ સારી આવે છે.
👉 સુતા પહેલા ભેંસનું દૂધ પીવાથી નિંદ્રા માટે શ્રેષ્ઠ ઉપાય છે.
👉 સુતા પહેલા અડધો કપ આમળાં નો જ્યુસ પીવો.
આ પણ વાંચો
💥 આસન
આસન, પ્રાણાયામ અને વ્યાયામ થી થતા ફાયદા
👉 શારીરિક ખોરાક ભારે શ્રમથી પછી જાય છે અને તેથી પાચનતંત્રની અનેક બીમારીઓથી વગર દવાએ બચી શકાય છે.
👉 પાચનતંત્ર અને શરીરની રોગપ્રતિકારક શક્તિ ખૂબ જ સતેજ બને છે. આથી શરીર અનેક બીમારીઓનો સામનો સહજતાથી કરી શકે છે.
👉 શરીર વ્યવસ્થિત લોહી બનાવી શકે છે અને આહારમાંથી મહત્તમ પોષકતત્વો ગ્રહણ કરી શકે છે.
👉 ચરબી ઘટાડવા માટે વ્યાયામ સિવાય બીજી કોઈ સારવાર નથી.
👉 વ્યાયામ કરવાથી વ્યક્તિની સ્મરણ શક્તિ, બુદ્ધિશક્તિ, મેધાશક્તિ, એકાગ્રશક્તિ ખૂબ જ વધે છે.
👉 તે કરવાથી બ્રહ્મચર્ય અતિ દ્રઢ થાય છે, કેમ કે જે તે વીર્યની ઉર્ધ્વગતિ કરીને સ્વપ્નદોષ અટકાવે છે.
આર્યુવેદ ઉપચાર દ્વારા અનેક રોગો સામે રક્ષણ મળે છે.
નીચે આપેલ આર્યુવૈદીક પુસ્તક ડાઉનલોડ કરીને તમે શરીર સ્વાસ્થ્ય માટે ખુબજ ઉપયોગી માહિતી મેળવી શકો છો. આ પુસ્તકમાં આપવામાં આવેલ માહિતી તમને રોજિંદા જીવનમાં ખુબજ ઉપયોગી સાબિત થશે. આ પુસ્તક જીવનમાં એક વાર અચૂક વાંચવા લાયક છે.
તમે આર્યુવૈદીક પુસ્તક નીચે આપેલ લિંક પરથી ડાઉનલોડ કરી શકો છો.
👇👇👇👇👇👇👇


0 Comments
आपको हमारी पोस्ट अच्छी लगी हो तो कॉमेंट जरूर करें।