TET ની પરીક્ષામાં શિક્ષણ વિભાગે લાયકાતમાં કર્યો સુધારો: જાણો કોને થશે લાભ

TET ની પરીક્ષામાં શિક્ષણ વિભાગે લાયકાતમાં કર્યો સુધારો :- 

શિક્ષણ વિભાગ દ્વારા TET ની પરીક્ષામાં શૈક્ષણિક લાયકાત માં સુધારો કર્યો છે. ઉચ્ચ પ્રાથમિક શાળા (ધોરણ - 6 થી 8) માં પ્રાથમિક શિક્ષક વિદ્યાસહાયક તરીકે નિમણૂક મેળવવા માટેની નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો માટે શિક્ષક યોગ્યતા કસોટી (Teacher Eligibility Test  - II 2022) રાજ્ય પરીક્ષા બોર્ડ , ગુજરાત રાજ્ય , ગાંધીનગર દ્વારા યોજવા માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. 




શિક્ષણ વિભાગ ના 17/03/2023 ના ઠરાવ ક્રમાંક પીઆરઈ/૧૧૧૦-૨૨૩-ક થી ધોરણ 6 થી 8 ઉચ્ચત્તર પ્રાથમિક શાળા માટે વિદ્યાસહાયક ની ભરતી અને ઉમેદવાર ની પસંદગી માટે શૈક્ષણિક અને તાલીમી લાયકાત નિયત કરવામાં આવેલ હતી. જેમાં વધારાની કેટલીક નવી લાયકાતો ઉમેરવામાં આવી છે. 

TET - II ઓનલાઈન ફોર્મ ભરવાની માહિતી :- 




ઉમેદવારો માટે રજીસ્ટ્રેશન ફોર્મ ઓનલાઈન ભરવાનો સમયગાળો :- તા. 20/03/2023  થી 29/03/2023 

Net Banking મારફતે ઓનલાઈન ફી સ્વીકારવાનો સમયગાળો :-  તા. 20/03/2023 થી 29/03/2023 

પરીક્ષા ની તારીખ :- 23/04/2023




TET - II ની પરીક્ષા આપવા અત્રેની કચેરીના તા.૧૭/૧૦/૨૦૨૨ ના જાહેરનામાના અનુસંધાને જે ઉમેદવારોએ ફોર્મ ભરેલ હતા તે ઉમેદવારો તેમજ આ સુધારેલા જાહેરનામા અને શિક્ષણ વિભાગ ના ઠરાવ તા.૧૭/૦૩/૨૦૨૩ ના ઠરાવથી નિયત કરેલ શૈક્ષણિક લાયકાત ધરાવતા  તા.૨૯/૦૩/૨૦૨૩ સુધી ઓનલાઈન અરજી કરનાર તમામ ઉમેદવારોની TET - II ની પરીક્ષા તા. 23/04/2023 ના રોજ લેવામાં આવશે. 


નોંધ :- ઉમેદવારોને વિનંતી કરવામાં આવે છે કે અરજી કરતાં પહેલાં જાહેરનામું એકવાર વાંચી લેવું. 


Important Link 



Technicallynavin Homepage અહી ક્લિક કરો
TET - II જાહેરનામું અહી ક્લિક કરો

Post a Comment

0 Comments