ગુજરાતનો સાંસ્કૃતિક વારસો શિલ્પ અને સ્થાપત્ય કલા ભાગ - 1

અશોક નો શિલાલેખ (જૂનાગઢ):- 

મૌર્ય સમ્રાટ અશોકે ગુજરાતમાં ગિરનાર ની તળેટીમાં દામોદર કુંડ પાસે શિલાલેખ કોતરાવેલ છે. 





● આ શિલાલેખ બ્રાહ્મી લિપિ પાલી ભાષામાં કોતરાયેલ છે. 
● અશોક ના શિલાલેખ ની શોધ કર્નલ ટોડે કરી હતી.
● આ શિલાલેખને સૌપ્રથમ ઉકેલનાર જેમ્સ પ્રિન્સેપ હતો. જેમાં ડૉ. ભગવાનલાલ ઈન્દ્રજી એ સુધારો કર્યો હતો કે જેઓ ગુજરાતી હતા. 
● અશોકનો આ શિલાલેખ તેના 14 શિલાલેખ પૈકીનો એક શિલાલેખ છે. જેમાં નૈતિક નિયમો આપેલ છે. 

રૂદ્ર મહાલય (સિદ્ધપુર) :- 

સોલંકી યુગ દરમિયાન બંધાવેલ સિદ્ધપુર માં સરસ્વતી નદી કિનારે આવેલો છે. 



● રુદ્ર મહાલયના બાંધકામ ની શરૂઆત મૂળરાજ સોલંકીએ કરી હતી. 
● પરંતુ મૂળરાજ સોલંકીના સમયમાં રુદ્રમહાલય નું કામકાજ પૂરું થઈ શક્યું નહિ. 
● આથી સિદ્ધરાજ જયસિંહે રુદ્રમહાલય નું બાંધકામ પૂરું કરાવ્યું હતું. 
● રુદ્રમહાલય ગુજરાત ની પ્રથમ બહુમાળી ઈમારત છે. 
● રુદ્રમહાલય 2 માળનો  છે અને તેની ઊંચાઈ 150 ફૂટની છે. 
● અલાઉદ્દીન ખીલજીએ રુદ્રમહાલય નો ધ્વંશ કર્યો હતો. 

સિદી સૈયદની જાળી (અમદાવાદ) :-  

● સિદી સૈયદે ભદ્રમાં લાલ દરવાજા પાસે બંધાવેલી સિદી સૈયદની મસ્જિદ તેની અદ્દભુત જાળીયો માટે પ્રખ્યાત છે. 


અહીં ત્રણ મોટી જાળીઓ આવેલી છે. 
● સિદી સૈયદની જાળી 4 મિટર લાંબી અને સવા 2 મીટર પહોળી છે. 
● આ જાળીમાં વૃક્ષની ડાળીમાંથી રચાયેલી આકૃતિઓ આવેલી છે. 
● સિદી સૈયદની જાળી ઈ. સ. 1572 માં બંધાવી હતી. જે સળંગ પથ્થર માંથી બનાવવામાં આવી છે. જે તેની વિશેષતા છે. 

મોઢેરાનું સૂર્યમંદિર (મોઢેરા, તા. બહુચરાજી,  જી. મહેસાણા) :- 

● ઈ. સ. 1026-27 ના સમયમાં ભીમદેવ પહેલાએ મોઢેરાના સૂર્યમંદિર નું નિર્માણ કરાવ્યું હતું.  



મોઢેરાના સૂર્યમંદિર માં ત્રણ ભાગો આવેલા છે. જે નીચે પ્રમાણે છે - 

1. ગર્ભગૃહ
2. અંતરાળ
3. સભામંડપ

● મોઢેરાના સૂર્યમંદિર નું પૂર્વ દિશામાં આવેલું પ્રવેશદ્વાર એવી રીતે બનાવવામાં આવ્યું હતું કે સૂર્યનું કિરણ અંદર ગર્ભગૃહ સુધી રેલાઈને સૂર્યની પ્રતિમાના મધ્યમાં રહેલ મણિ પર પડતા સમગ્ર મંદિરનું ગર્ભગૃહ પ્રકાશથી ઝળહળી ઉઠતું. 
● મોઢેરાના સૂર્ય મંદિરમાં સૂર્યની 12 મૂર્તિઓ અંકિત થયેલી છે. 
● મંદિરનું નકશીકામ ઈરાની શૈલીમાં થયેલું છે. 
● મંદિરની બહાર આવેલ જલકુંડની ચારે બાજુ નાના મોટા કુલ 108 મંદિરો આવેલા છે. 
● મોઢેરાનું સૂર્યમંદિર પુષ્પાવતી નદીના કિનારે આવેલું છે. 
● મોઢેરામાં દર જાન્યુઆરી માસમાં ઉત્તરાર્ધ મહોત્સવ નું આયોજન કરવામાં આવે છે. 

અડાલજની વાવ (ગાંધીનગર) :- 

● અમદાવાદ થી 18 કિમિ દૂર આવેલ અડાલજની વાવ ઈ. સ. 1499 માં રાણી રૂડાબાઈએ તેમના પતિ વિરસિંહની યાદમાં બંધાવી હતી. 



● આ વાવમાં 5 માળ અને ત્રણ પ્રવેશદ્વાર આવેલ છે. 
● વાવની કુલ ઊંચાઈ 84 મીટર જેટલી છે. 
● અડાલજની વાવના સ્થપતિ ભીમાપુત્ર માણસા છે. 
● વાવની અંદર સંસ્કૃત ભાષામાં લેખ આવેલ છે જેના પરથી તેના બાંધકામની માહિતી મળે છે.

સુદર્શન તળાવ (જૂનાગઢ) :- 

● સુદર્શન તળાવ ગિરિનગર(હાલનું ગિરનાર) પાસે ચંદ્રગુપ્ત મૌર્યના સૂબા પુષ્પગુપ્ત વૈશ્ય એ  બંધાવ્યું હતું.
 


● સુદર્શન તળાવ સોનરેખા નદી આગળ બંધ બાંધીને બનાવવામાં આવ્યું છે. 
● સ્કંદગુપ્ત ના સૂબા સુવિશાખ અને ચક્રપાલિતે આ તળાવનું સમારકામ કરાવ્યું હતું. 
● સુવિશાખે સુદર્શન તળાવનું સમારકામ સ્વખર્ચે કરાવ્યું હતું. 

પુષ્પગુપ્ત વૈશ્ય :- સુદર્શન તળાવનું નિર્માણ
સુવિશાખ  :-  સમારકામ, અગાઉ કરતા સુંદર તળાવનું નિર્માણ
ચક્રપાલિત  :-   સમારકામ, ભગવાન વિષ્ણુ નું મંદિર

અક્ષરધામ (ગાંધીનગર)   :-  

● ગાંધીનગર એક અનોખું આકર્ષણ અક્ષરધામ છે. 



● અક્ષરધામ નું નિર્માણ 2 નવેમ્બર, 1992 માં શરૂ કરવામાં આવ્યું હતું. 
● ગાંધીનગર ખાતે આવેલા આ અક્ષરધામ પર 24 સપ્ટેમ્બર, 2002 ના રોજ આતંકવાદી હુમલો થયો હતો. 
અક્ષરધામ 23 એકરના વિશાળ સંકુલમાં ફેલાયેલું છે. 
● અક્ષરધામ રાજસ્થાનના ગુલાબી પથ્થરમાંથી બનાવવામાં આવેલું છે. જે 108 ફૂટ ઊંચું, 240 ફૂટ લાબું અને 131 ફૂટ પહોળું છે. 
● અક્ષરધામ સંકુલમાં 7 ફૂટથી પણ ઊંચી ભગવાન સ્વામિનારાયણ ની પ્રતિમા આવેલી છે.

આ આર્ટિકલ વાંચવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર !  

Post a Comment

1 Comments

आपको हमारी पोस्ट अच्छी लगी हो तो कॉमेंट जरूर करें।