માનવ કલ્યાણ યોજના અંતર્ગત ગુજરાત ના તમામ નાગરિકો આ યોજનાનો લાભ લઈ શકે છે. આ યોજનાનો લાભ લેવા માંગતા ગ્રામ્ય વિસ્તાર માટે વાર્ષિક આવક રૂ.1,20,000/- અને શહેરી વિસ્તાર માટે વાર્ષિક આવક રૂ. 1,50,000 /- હોય તેઓ આ યોજનાનો લાભ લઇ શકે છે.
તેવા લોકોને ટ્રેડ વાઈઝ સાધન / ઓજારના સ્વરૂપમાં સહાય આપવામાં આવે છે. આ યોજનાનો લાભ લેવા માંગતા ઉમેદવારે નીચે આપેલ લિંક પરથી ઓનલાઈન અરજી કરી શકો છો.
માનવ કલ્યાણ યોજના 2023 નો હેતુ :-
ગુજરાત રાજ્યના જે વ્યક્તિઓ પોતાનો વ્યવસાય જાતે કરવા માંગતા હોય તેમને સ્વ રોજગાર કીટ આપવામાં આવે છે.
માનવ કલ્યાણ યોજનાના નિયમો અને શરતો :-
● ઉમેદવાર ની વય મર્યાદા 16 વર્ષથી 60 વર્ષ હોવી જોઈએ.
● અનુસૂચિત જાતિના લોકો માટે વાર્ષિક આવક મર્યાદા ગ્રામીણ વિસ્તાર માટે રૂ. 120000 /- અને શહેરી વિસ્તાર માટે 150000 નક્કી કરવામાં આવી છે.
● જો લાભાર્થીના પરિવારના અન્ય કોઈ સભ્યોએ આ યોજના હેઠળ અગાઉ લાભ લીધો હોય તો તેમને આ યોજનાનો લાભ મળી શકશે નહીં.
● ગયા વર્ષે જે અરજીઓ મંજુર થયેલ હોય પરંતુ ડ્રોમાં પસંદગી પામેલ ના હોય તેમને અરજી કરવાની રહેતી નથી.
● ઉમેદવાર ના અસલ ડોક્યુમેન્ટ ના ફોટા ઓનલાઈન અપલોડ કરવાના રહેશે.
● તમારા ગામના VCE દ્વારા આ યોજનાનું ફોર્મ વિના મૂલ્યે ભરી આપવામાં આવશે.
કુલ 28 પ્રકારના વ્યવસાય માટે ટૂલ કીટ આપવામાં આવે છે. જેની યાદી નીચે આપેલ છે.
● કડિયા કામ
● સેંટિંગ કામ
● મોચી કામ
● દરજી કામ
● બ્યુટી પાર્લર
● સુથારી કામ
● કુંભારી કામ
● ધોબી કામ - લોડ્રિ
● સાવરણી સુપડા બનાવનાર
● કૃષિ લુહાર / વેલ્ડીંગ કામ
● દહીં દૂધ વેચનાર
● પ્લમ્બર
● ફેરી વિવિધ પ્રકારના
● વાહન રીપેરીંગ
● ભરત કામ
● માછલી વેચનાર
● પાપડ બનાવનાર
● અથાણું બનાવનાર
● ગરમ, ઠંડા પીણાં અને નાસ્તાનું વેચાણ કરનાર
● પંચર કીટ
● ફ્લોર મિલ
● મસાલાની મિલ
● રૂ ની દિવેટ બનાવનાર - સખી મંડળની બહેનો
● પેપર કપ અને ડીશ બનાવનાર
● મોબાઈલ રીપેરીંગ
● હેર કટિંગ - વાળંદ કામ
માનવ કલ્યાણ યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ ની યાદી :-
● આધારકાર્ડ
● રેશનકાર્ડ
● વાર્ષિક આવક નું પ્રમાણપત્ર
● અભ્યાસ નું પ્રમાણપત્ર
● નોટરાઈઝડ એફિડેવિટ
કરાર
● રહેઠાણ નો પુરાવો (ચૂંટણી કાર્ડ, લાઈટ બિલ, લાયસન્સ..)
● વ્યવસાય લક્ષી તાલીમ લીધી હોવાનું પ્રમાણપત્ર
આ પણ વાંચો :-
માનવ કલ્યાણ યોજના 2023 માટે ઓનલાઈન અરજી કરવાની માહિતી ;-
● સૌપ્રથમ તમારે સતાવાર વેબસાઈટ પર જવાનું રહેશે. જે સત્તાવાર વેબસાઈટ નીચે આપેલ છે.
● પછી તમારે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.
● નોંધણી કરાવવા માટે નવા સખી મંડળ/ઔદ્યોગિક સહકારી માટે સોસાયટી /એનજીઓ નોંધણી/ખાદી સંસ્થા અહીં ક્લિક કરો પર ક્લિક કરવાનું રહેશે.
● પછી તમારે માગેલ તમામ માહિતી ભરવાની રહેશે.
● પછી તમારે લોગીન કરવાનું રહેશે. અને પછી જરૂરી વિગતો તમારે ભરવાની રહેશે.
● યોજના માટેના અરજીમાં માગેલ માહિતી ભરવાની રહેશે.
● તમામ વિગતો ભર્યા પછી તમારે ફોર્મ સબમિટ કરવાનું રહેશે.
● પછી તમારે અરજીની ઓનલાઈન પ્રિન્ટ કાઢવાની રહેશે. આ પ્રિન્ટ પોતાની પાસે રાખવાની રહેશે.
માનવ કલ્યાણ યોજના 2023 વિગતવાર માહિતી :-
| યોજનાનું નામ | માનવ કલ્યાણ યોજના 2023 |
|---|---|
| લાભ | 28 પ્રકારના વ્યવસાય માટે ટૂલ કીટ આપવામાં આવે છે |
| વિભાગનું નામ | ઉધોગ અને ખાણ વિભાગ ગુજરાત |
| અરજીનો પ્રકાર | ઓનલાઈન |
| સત્તાવાર વેબસાઈટ | e-kutir.gujarat.gov.in |
| અરજી કરવાની શરૂઆત ની તારીખ | 01/04/2023 |
| સત્તાવાર સૂચના માટે | અહી ક્લિક કરો |
|---|---|
| ઓનલાઈન અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
| Technically navin Homepage | અહી ક્લિક કરો |

0 Comments
आपको हमारी पोस्ट अच्छी लगी हो तो कॉमेंट जरूर करें।